લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તેમજ સી.આર.પાટિલના હસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, સુરત      લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં અરજદારના વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નીતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે મુજબ જુલાઈ મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૩મીએ અને તા.૨૪મીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૩મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સુરત જિલ્લા કલેક્ટર કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે SMC સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે ૧૨૮ સ્લાઈસ સીટી સ્કેન…

Read More

ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાના ગામો ખાતે કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત       અનુસુચિત જનજાતિના જરૂરીયાતમંદ લોકોને વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત તા.૮/૭/૨૦૨૫ના રોજ માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયત ખાતે, ઉમરપાડાના ચારણી પ્રાથમિક શાળા તથા માંડવી તાલુકાના જુનવાણ ગામની પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે.    આ કેમ્પમાં આજુબાજુના ગામોના લોકોને જાતિના દાખલા, રેશનકાર્ડની લગતી કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગાસ્વરૂપ યોજના, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, કિસાન સન્માનનિધિ યોજના, જનધન બેક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના તથા મનરેગા જેવી અનેક વિવિધ યોજનાઓના લાભો મેળવી શકાશે.…

Read More

વિંછીયાના વિકાસ માટે વધુ એક મજબૂત પગથિયુ

હિન્દ ન્યુઝ, રાજકોટ 📍મહત્વાકાંક્ષી ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ નો શુભારંભ! માનનીય મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા વિંછીયા ખાતે રૂ. ૫.૧૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.    આ યોજનામાં વિંછીયા શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, સી.સી. રોડ અને પેવર બ્લોક જેવી મહત્વની કામગીરીનો સમાવેશ કરાયો છે. 🏘️ વિંછીયા ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ હેઠળ 📍 શિવાજી પરા 📍 અનુસૂચિત જાતી વાસ 📍 ફાંગસીયા પરા 📍 રામદેવનગર 📍 પોલીસ સ્ટેશન પાછળના પ્લોટીંગ વિસ્તાર આ વિસ્તારોમાં નવીન ભૂગર્ભ ગટર નેટવર્ક બનાવાશે તેમજ ભાગ-૧ હેઠળ બાકી રહેલી હાઉસ ચેમ્બરોની કામગીરી તથા કામગીરી દરમિયાન નષ્ટ થયેલા…

Read More

કર્ણાટકમાં યોજાયેલી રાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના પીટી શિક્ષકે બ્રોન્ઝ મેડલ જીત્યો

હિન્દ ન્યુઝ, વડોદરા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જીવી રહ્યા છે.. અંજના રોહિતે કર્ણાટકમાં યોજાયેલી 51મી પુરુષો અને 43મી મહિલા ઓપન નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં એકંદરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.  વર્ષ 2017 માં પાવરલિફ્ટિંગ શરૂ કરી અને 10 થી વધુ વખત રાજ્ય સ્તરે ગુજરાતની સ્ટ્રોંગ વુમન તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

Read More

ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ તેમજ પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી હતી તેમજ વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશ પણ આપ્યા હતા.…

Read More

જસદણ ખાતે યોજાયું “નારી સંમેલન” – સ્ત્રી સશક્તિકરણ માટેની પહેલ

 “સશક્ત નારી – સ્વસ્થ સમાજનો આધાર!”  હિન્દ ન્યુઝ, જસદણ 🧕 ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સંમેલનમાં ૩૦૦ જેટલી મહિલાઓએ હાજરી આપી, જેમાં તેમને, 🔸 નારી અદાલત, ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ 🔸 કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ કાયદો 🔸 ૧૮૧ અભયમ સેવા અને મહિલા આઈ.ટી.આઈ.ના કોર્સ વિશે માર્ગદર્શન  મંત્રીએ કહ્યું કે, “દીકરીના જન્મથી લઈને તેના સ્વાવલંબન સુધી સરકારના અનેક પગલાં દીકરીના સપનાને પાંખ આપે છે. જસદણ-વિંછીયાની મહિલાઓ માટે વધુ આરોગ્ય કેન્દ્રો, સીમ શાળાઓ, સરકારી કોલેજો, અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે.” 💪 મહિલા…

Read More

જસદણમાં ખાસ સઘન સફાઈ અભિયાન

“સફાઈ અપનાવો – બીમારી ભગાવો!”  હિન્દ ન્યુઝ, જસદણ 🌧️ જસદણ નગરપાલિકા દ્વારા “સફાઈ અપનાવો, બીમારી ભગાવો” થીમ હેઠળ 📍મુખ્ય બજાર, જાહેર રસ્તાઓ અને સીમ વિસ્તારના ઉકરડામાંથી કચરાં, પ્લાસ્ટિકનો નિકાલ કરાયો. 🦟 મુખ્‍ય હેતુ: મચ્છરજન્ય અને પાણીથી ફેલાતા રોગોને રોકવા ♻️ પ્લાસ્ટિકમુક્ત જસદણનું વચન 🙌 ગામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરાયા 🧾 પ્રમુખ કામગીરીઓ: ✔️ ઉકરડામાંથી પ્લાસ્ટિક દૂર ✔️ બજાર અને શેરીઓમાં સફાઈ ✔️ પર્યાવરણ સંરક્ષણ સાથે આરોગ્યલક્ષી જાગૃતિ સંદેશ  ✔️ “સ્વચ્છતામાં પ્રભુતા”નો પ્રેરણાદાયક સંદેશ 📢 ગામના નાગરિકો અને વેપારીઓને અપાયુ આહવાન: “સૌ સાથે મળી જસદણને સ્વચ્છ રાખીએ” જસદણ રહેશે સ્વચ્છ, તંદુરસ્ત…

Read More

તાપી કલેક્ટરની અધ્યક્ષતામાં ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઇ

હિન્દ ન્યુઝ, તાપી       ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા તાપી જિલ્લામાં ૩૦ જૂનથી ૧૫ જુલાઈ ૨૦૨૫ દરમિયાન ‘ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન’ હાલ કાર્યરત છે. આ અભિયાન હેઠળ ૩૬૯ ગામોમાં આશરે ૫.૨૦ લાખ આદિવાસી નાગરિકોને સરકારશ્રીની ૨૫ થી વધુ વ્યક્તિલક્ષી યોજનાઓ અને માળખાગત સુવિધાઓના લાભોથી લાભાન્વિત કરવાની કામગીરી ચાલી રહી છે. આજ રોજ તાપી જિલ્લા કલેકટર ડો. વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને એક મહત્વની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં કલેકટરએ પત્રકારમિત્રોને ધરતી આબા જનભાગીદારી અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તાપી…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેના હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદની અમૂલ ડેરી ખાતે સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કેન્દ્રિય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહના અઘ્યક્ષપદે યોજાઈ હતી. જે અન્વયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હેલીપેડ ખાતે આગમન થતા મુખ્યમંત્રીનું ઉચ્ચ પદાધિકારીઓ તથા અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીના સ્વાગત પ્રસંગે નડિયાદના સાંસદ દેવુસિંહ ચૌહાણ,ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, કેન્દ્ર સહકાર વિભાગના સહકારિતા સચિવ ડૉ.આશિષ કુમાર ભૂટાણી,જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી,અમદાવાદ રેન્જ આઈ. જી. સુ નિધિ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  

Read More

એન.ડી.ડી.બી. ખાતે નવનિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ ::

હિન્દ ન્યુઝ, આણંદ     કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે એન.ડી.ડી.બી. પરિસરમાં નવનિર્મિત બિલ્ડીંગનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવ નિર્મિત બિલ્ડીંગનું નામ મણીબેન ભવન આપવામાં આવ્યું છે. આ બિલ્ડીંગ ખાતે એનડીબીના ચેરમેન સહિત કોર્પોરેટ ઓફિસનો સ્ટાફ બેસશે. આ એન.ડી.ડી.બી. પરિસરમાં તૈયાર કરવામાં આવેલા મણીબેન ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ૫૭૦ સ્ક્વેર મિટર ગ્રાઉન્ડ ફ્લોર અને ૮૦૫ સ્ક્વેર મીટર ફર્સ્ટ ફ્લોર સહિત કુલ ૧૩૭૫ સ્ક્વેર મીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં ચેરમેન ઓફિસ, બોર્ડ રૂમ, મીટીંગ રૂમ, એક્ઝિબિશન…

Read More