એન.ડી.ડી.બી. ખાતે નવનિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ ::

હિન્દ ન્યુઝ, આણંદ

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે એન.ડી.ડી.બી. પરિસરમાં નવનિર્મિત બિલ્ડીંગનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવ નિર્મિત બિલ્ડીંગનું નામ મણીબેન ભવન આપવામાં આવ્યું છે. આ બિલ્ડીંગ ખાતે એનડીબીના ચેરમેન સહિત કોર્પોરેટ ઓફિસનો સ્ટાફ બેસશે.

આ એન.ડી.ડી.બી. પરિસરમાં તૈયાર કરવામાં આવેલા મણીબેન ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ૫૭૦ સ્ક્વેર મિટર ગ્રાઉન્ડ ફ્લોર અને ૮૦૫ સ્ક્વેર મીટર ફર્સ્ટ ફ્લોર સહિત કુલ ૧૩૭૫ સ્ક્વેર મીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં ચેરમેન ઓફિસ, બોર્ડ રૂમ, મીટીંગ રૂમ, એક્ઝિબિશન અને ડિસ્પ્લે રૂમ, મીડિયા બ્રિફિંગ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ લોકાર્પણ પ્રસંગે મંત્રીની સાથે ભારત સરકારના રાજ્ય મંત્રી સર્વ કૃષ્ણ પાલ, મુરલીધર મોહોલ, પ્રો. એસ.પી. સિંહ બઘેલ, જ્યોર્જ કુરિયન, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, એન.ડી.ડી.બી.ના ચેરમેન મિનેશ શાહ સહિત એનડીડીબીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment