એક મુસ્લિમ બહેન, હિન્દુ ભાઈ ને “રક્ષાસૂત્ર ” સાથે અર્પણ કરતી કોરોના મુક્તિની દુવાઓ

 

કેશોદ,

આજના ભાઈ બહેનના હેત પ્રેમ લાગણીઓ, વાત્સલ્યનનો પર્વ સમગ્ર દેશ અને પુરા વિશ્વમાં હર્ષોલ્લાસ સાથે મનાવાય છે, ત્યારે તેમાં નાત જાતના ભેદભાવને તિલાંજલિ આપી આવા ઉદાહરણ રૂપ કે જે સમગ્ર માનવ સમાજને એકતાંતણે બાધતા કિસ્સાઓ પણ સામે આવતા હોય, જે નવી દીશા અને અનૂકરણીય પગલા તરીકે પણ સ્વીકારવાજ પડે છે,

તેવું જ ઉત્તમોત્તમ ઉદાહરણ કેશોદ મુસ્લિમ સમાજના મહિલા લોકસેવીકા અને કેશોદ શહેર કોંગ્રેસ મહિલા પાંખના હોદેદાર અને ખાશ તો “મુસ્લિમ મહિલા અધિકાર મંચ ” ના અધ્યક્ષા રીઝવાના બહેન ટાંક દ્વારા કેશોદના પત્રકાર જઞદીશભાઈ યાદવને પોતાના મોટાભાઈ સમાન માન સન્માન આપી તેઓની દીર્ઘાયુની પ્રાર્થના સાથે પોતાની રક્ષાના રક્ષા બંધનના પવિત્ર દિવસે રાખડી બાંધીને જ્ઞાતી-જાતીના ભેદભાવ ભૂલી દરેક માટે અને ખાશ કરીને સમગ્ર વિશ્વ પર આવી પડેલ કોરોનાના કહેરથી ઈશ્વર-અલ્લાહ સમગ્ર માનવ જાતને મૂક્તિ અપાવે એવાજ શુભ આશીષ અને દુવાઓથી આજના દિવસે અવિસ્મર્ણીય ઉદાહરણ પૂરૂ પાડેલ છે.

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment