હિન્દ ન્યુઝ, દાહોદ સૂર્યદેવ જ્યાં ગુજરાત રાજ્યમાં પોતાના પ્રથમ કિરણો રેલાવે છે એવા દાહોદને કુદરતે જાણે લીલી જાજમ પાથરી સજાવી દીધું છે. ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યથી ભરપુર એવો આપણો દાહોદ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એમાય ખાસ કરીને પર્યટકોની પ્રાથમિકતા રતનમહાલની રહી છે. હા, અહી આપણે રતનમહાલ રીંછ અભયારણ્ય વિષે વાત કરવાના છીએ. રતનમહાલ અભયારણ્યનું વર્ણન કરવા શબ્દો જ ઓછા પડે, નિરવ શાંતિ વચ્ચે વિવિધ પંખીઓના કલરવ અને ટોચથી પડતા ધોધમાંથી વહેતા ઝરણાંના પાણીનો ખળખળ અવાજ આપણને પોતાની તરફ આપમેળે ખેંચી જાય…
Read MoreMonth: July 2025
પગથી પોતાનું ભાગ્ય લખતી બોટાદની છાયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવવામાં આવી : પત્ર લખી આપી શુભેચ્છા
હિન્દ ન્યુઝ, બોટાદ સફળતાનો માર્ગ પડકારો હોવા છતાં આગળ વધવાની હિંમતથી મોકળો થાય છે. આ વાત સાબિત કરી બતાવી છે બોટાદની દિકરી છાયાએ.. થોડા સમય અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું તેમાં છાયાએ 51 ટકા પ્રાપ્ત કર્યા છે. બંને હાથે દિવ્યાંગ હોવા છતાં છાયાએ કોઈપણ મદદ વગર ધોરણ-12 આર્ટ્સની પરીક્ષા આપી અને તેમાં સારી ટકાવારી સાથે ઉત્તીર્ણ થઈ હતી. તેની આ સિદ્ધિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પત્ર લખી બિરદાવવામાં આવી છે. …
Read Moreબોટાદના ૧૫૦ જેટલા પોલીસકર્મીઓએ ફાયર ડેમોસ્ટ્રેશ અને ફાયરની તાલીમ લીધી
હિન્દ ન્યુઝ, બોટાદ એસપી કચેરી, બોટાદ ખાતે પોલીસ વિભાગનાં ૧૫૦ જેટલાં કર્મચારીઓને બોટાદ ફાયર વિભાગ દ્વારા ફાયર ડેમોસ્ટ્રેશન તેમજ ફાયરની તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં કર્મચારીઓને અગ્નિ ત્રિકોણ વિશે માહિતગાર કરી, આગ લાગે ત્યારે કેવાં રક્ષણાત્મક પગલાંઓ લઇ શકાય તેમજ વિવિધ પ્રકારે લાગતી આગને કેવી રીતે અટકાવી શકાય તેમજ આગને અગ્નિશામક સાધનના યોગ્ય ઉપયોગથી કેવી રીતે બુજાવી શકાય તે વિશેની ફાયર ફાઇટિંગની તાલીમ આપવામાં આવી હતી, તથા વિવિધ પ્રકારનાં Fire Extinguisher અને ફાયર વિભાગનાં…
Read MoreCM ડેશબોર્ડ પર બોટાદ જિલ્લો સતત ત્રણ મહિનાથી પ્રથમ ક્રમે
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં દૂરંદેશી નેતૃત્વ હેઠળ CM ડેશબોર્ડ થકી રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારો, તાલુકાઓ અને જિલ્લાઓમાં અમલી વિવિધ જન કલ્યાણકારી સેવાઓ પર સીધી નજર રાખવામાં આવે છે. પાયાનાં સ્તર સુધી કલ્યાણલક્ષી સેવાઓનાં નિરીક્ષણ માટે સી.એમ. ડેશબોર્ડ આજે અદ્યતન ટેકનોલોજી આધારિત સરકારનું મહત્વનું અંગ બની રહ્યું છે. જે પ્રત્યેક જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો દરેક ક્ષણનો હિસાબ રાખે છે. ડિજિટલ ટેકનોલોજી આધારિત આ પ્લેટફોર્મ પર કામગીરીની થતી સતત અને સર્વાંગી સમીક્ષામાં બોટાદ જિલ્લો રાજ્યભરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે જે…
Read Moreચાર હજારથી વધુ યુવાનો બચાવ કામગીરીમાં જોડાયા
યુવાનોએ પ્રસરાવી માનવતાની મહેક હિન્દ ન્યુઝ, આણંદ અંદાજિત સવારના ૭ થી ૭-૩૦ના આસપાસ મુજપુર અને ગંભીરાને જોડતા બ્રિજનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ સાંસદ મિતેશભાઇ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોન ઉપર સતત વિગતો મેળવી રહ્યા છે. આ રાહત બચાવ કામગીરીમાં વડોદરા અને આણંદ જિલ્લાના ૪ હજારથી વધુ યુવાનો જોડાયા હતા અને વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ…
Read Moreતા.૯ જુલાઈથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, આણંદ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તુટી ગયેલ હોય જેના પરીણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવાનું ઇચ્છનીય હોઈ આજથી તા.૯ જુલાઈથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇ પ્રસિદ્ધ કર્યું છે.ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પ્રતિબંધીત રૂટ જોઈએ તો…
Read Moreશિહોર તાલુકામાં ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન ૨૩ હજારથી વધુ નાગરિકોને ઘર આંગણે આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં શ્રમિકોના આરોગ્યની સંભાળ માટે ધન્વંતરી આરોગ્ય રથ અને મેડિકલ મોબાઇલ વાન કાર્યરત છે. આ આરોગ્ય રથ શ્રમિકો માટે ખરા અર્થમાં વરદાનરૂપ સાબિત થયાં છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ચાલતા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫ દરમિયાન ૨૩,૧૦૧ લોકોને OPD દ્વારા વિવિધ તબીબી સેવાઓ પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૧૮,૬૮૩ લોકોના વિવિધ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ૧,૦૯૦ શ્રમિકોના ઇ-નિર્માણ કાર્ડ અને ૩૮૭ શ્રમિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના સહાય ફોર્મ ભરવાની કામગીરી પણ કરવામાં આવી છે. આમ, શ્રમિકોને ઘર આંગણે જ આરોગ્યની…
Read Moreજોડિયા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન સંચાલક કમ કૂક સહિત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના બારાડી, કેશીયા, માનપર, જોડિયા, મેઘપર, જશાપર, માધાપર, જીરાગઢ, બોડકા, પડાણા, પીઠળ, જામદુધઈ, જામસર, નવા માવનુગામ, તારાણાધાર તથા બાલંભા(બીણાધાર), બાલંભા (શાંતી નગર), મેઘપર (મચ્છુનગર) ની પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર તથા હેલ્પરની અલગ અલગ જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે. જેથી એસ.એસ.સી. પાસ તેમજ ૨૦વર્ષથી ૫૫ વર્ષ તથા સરકારના નિયમો મુજબ મળવાપાત્ર છુટછાટની કેટેગરીમાં આવતી જાતીઓના ઉમેદવારો માટે ૫૮ વર્ષની ઉમરવાળા હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. સરકારના નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં…
Read Moreવડોદરા બ્રિજ દુર્ઘટના અપડેટ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના પાદરા ખાતે બનેલી દુર્ઘટનામાં મહી નદીમાં ફસાયેલી ટ્રકને બહાર કાઢવા માટે વધુ એક crain મંગાવવામાં આવી છે. આ કામગીરી મોડે સુધી ચાલવાની શક્યતાને ધ્યાનમાં રાખી ફ્લડ લાઈટ અને જનરેટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમનું તબીબી કરી ત્વરાથી થાય અને તેમના સ્વજનોને સોંપણી થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હતભાગી ના પરિવારો માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. કલેકટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે પાદરા સામૂહિક…
Read Moreનેશનલ ટ્રેનીંગ પ્લાન અંતર્ગત ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારના ઓફિસરોને તાલીમ અપાઈ
હિન્દ ન્યુઝ, ભુજ ભારત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ 5-ગાંધીધામ(SC) વિધાનસભા મત વિસ્તારના તમામ બૂથ લેવલ ઓફિસરોને વિવિધ વિષયોના માર્ગદર્શન દ્વારા સુચારૂ ફિલ્ડવર્ક કરવા માટે સજ્જ કરવામાં આવ્યા હતાં. જેમાં ECI ના વિવિધ કાર્યો અને તેની મતદાર યાદી અદ્યતન રાખવા સાથે ચૂંટણી સંચાલકીય વ્યવસ્થા સંદર્ભે માઈક્રો પ્લાનિંગ વિશે સમજણ આપવામાં આવી હતી. મતદાતાને કોઈ પણ પ્રકારની હાલાકી ન રહે તથા દરેક BLO પોતાની જવાબદારી હેઠળની મતદાર યાદી સતત અપડેટ કરતા રહે તે સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજ સુથાર દ્વારા કેસ સ્ટડી આધારિત વિવિધ…
Read More