જોડિયા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન સંચાલક કમ કૂક સહિત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના બારાડી, કેશીયા, માનપર, જોડિયા, મેઘપર, જશાપર, માધાપર, જીરાગઢ, બોડકા, પડાણા, પીઠળ, જામદુધઈ, જામસર, નવા માવનુગામ, તારાણાધાર તથા બાલંભા(બીણાધાર), બાલંભા (શાંતી નગર), મેઘપર (મચ્છુનગર) ની પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર તથા હેલ્પરની અલગ અલગ જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે. જેથી એસ.એસ.સી. પાસ તેમજ ૨૦વર્ષથી ૫૫ વર્ષ તથા સરકારના નિયમો મુજબ મળવાપાત્ર છુટછાટની કેટેગરીમાં આવતી જાતીઓના ઉમેદવારો માટે ૫૮ વર્ષની ઉમરવાળા હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. સરકારના નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં આવશે.

ઈચ્છુક ઉમેદવારોએ પી.એમ.પોષણ યોજના શાખા, મામલતદાર કચેરી, જોડીયા ખાતેથી વિગતો મેળવી નિયત અરજી ફોર્મ તા.૧૯/૦૭/૨૦૨૫ સુધીમાં રજા સિવાયના દિવસોએ ૧૧:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક દરમ્યાન પી.એમ.પોષણ યોજના શાખા, મામલતદાર કચેરી, જોડીયા ખાતેથી મેળવી સમયમર્યાદામાં પહોંચાડવાના રહેશે.
નિયત અરજી ફોર્મની સાથે પરીક્ષા પાસ કર્યાનું સર્ટીફિકેટ, રેશનકાર્ડ, આધારકાર્ડ, શારિરીક તંદુરસ્તી માટે તબીબી પ્રમાણપત્ર તથા જન્મ તારીખનો આધાર (લિવીંગ સર્ટી.) તથા બેંક ખાતા નંબર વિગેરેના જરૂરી આધારોની પ્રમાણિત નકલો સાથે સંપુર્ણ નામ, સરનામા સાથે ફોર્મ ભરીને તે જ તારીખના સમયગાળા દરમ્યાન પહોંચાડવાના રહેશે. નિયત તારીખ અને સમયમર્યાદા બાદની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી.

સંબંધિત અરજદારોએ તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ પોતાના અસલ તમામ પ્રમાણપત્રો સાથે મામલતદાર કચેરી, જોડીયા ખાતે સ્વખર્ચે હાજર રહેવા માટે જોડિયા મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
પારૂલ કાનગળ

Related posts

Leave a Comment