વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે રેડક્રોસ ભાવનગર દ્વારા અલંગ ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર        વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અલંગ રેડક્રોસ હોસ્પિટલ ના બન્ને વિભાગો ના સ્ટાફ અને સ્વંયસેવકો દ્વારા હોસ્પિટલ અને આસપાસ ના વિસ્તારમાં સ્વચ્છતા કાર્યક્રમ અને પ્લાસ્ટિક મુક્ત પૃથ્વી નો સંદેશો આપવા માટે વેસ્ટ પ્લાસ્ટિક કલેક્શન નું અભિયાન કરવા માં આવ્યું હતું કુદરતી સંપત્તિ ના સંરક્ષણ દ્વારા પૃથ્વી નું જતન કરવા નો સંદેશ આપી ને આ આદતો ને નિયમિત અપનાવવા માટે લોકો ને અપીલ કરી હતી આ આયોજન માં રેડક્રોસ સંચાલિત હોસ્પિટલ ના સ્ટાફ અને સ્વંયસેવકો એ જોડાઈ ને હોસ્પિટલ આસપાસ ના વિસ્તારમાં…

Read More

ગ્રામ્ય વિકાસની નવી દિશા: સાવરકુંડલા તાલુકામાં રોડ કામોની ભવ્ય શરૂઆત

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા        સાવરકુંડલા તાલુકાના પરિવહન અને ઢાંચાગત વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનરૂપ બનતા ₹3.38 કરોડના બે મુખ્ય માર્ગોના વિકાસ કાર્યનો આજ રોજ ઘારાસભ્ય કસવાળાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ અંતર્ગત તાલુકાના દોલતીથી મેરીયાણા રોડ(૧૭૦ લાખ) અને લીખાળાથી ભેંકરા રોડ (૧૬૮ લાખ) એમ બે મુખ્ય માર્ગોના નિર્માણ કાર્યની શરૂઆત થઈ છે. આ રસ્તાઓ માત્ર વાહન વ્યવહારને સરળ બનાવશે નહિ, પરંતુ સમગ્ર તાલુકાના વિકસિત અને વ્યવસાયિક પરિવેશને પણ નવું ગતિમાન આપશે. દોલતી–મેરીયાણા અને લીખાળ–ભેકરા જેવા વિસ્તારોમાં રહેવાસીઓ વર્ષોથી આધુનિક માર્ગ સુવિધાની અપેક્ષા રાખતા હતા, જે હવે પરિપૂર્ણ થવા જઈ રહી છે.…

Read More

પાલીતાણા ખાતે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુમલાના મૃતકો માટે પ્રાર્થના સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર      જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રધ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે આજે પાલીતાણા ખાતે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર શહેરનાં યતિશભાઈ પરમાર અને સ્મિત પરમાર સહિત પહેલગાંવ હુમલાના મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી‌ હતી તેમજ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર પિતા-પુત્રના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ વેળાએ કેન્દ્રિય મંત્રી…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તા. ૨૯ એપ્રિલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તા. ૨૯ એપ્રિલના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાનાર હોઈ આ અંગે યુનિવર્સિટી કુલપતિ ડૉ. ભરતભાઇ બી. રામાનુજે પત્રકાર પરિષદ યોજીને મીડિયાને માહિતી આપી હતી. કુલપતિ ડૉ. ભરતભાઇ બી. રામાનુજે જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના કુલાધિપતિશ્રી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ તા. ૨૯-૦૪-૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અટલ ઓડિટોરિયમ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર ખાતે યોજાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પદવીદાન સમારંભમાં ૪૪ ગોલ્ડ મેડલ, ૧૨ સિલ્વર મેડલ…

Read More

ચૈત્ર માસની માસિક શિવરાત્રી શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ      પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર ચૈત્ર માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે…

Read More

વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, મહેસાણા         મહેસાણા જિલ્લાના આખજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂપિયા 27.22 કરોડથી વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં 172 વિકાસલક્ષી કામોનું ઈ-લોકર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમમાં પોતાના સંબોધનની શરૂઆત કરતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા દેશવાસીઓ માટે બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ પાઠવી…

Read More

સંવેદનશીલ, પારદર્શી અને પ્રજાલક્ષી શાસન દાયિત્વ માટેના જનસેવા પ્રકલ્પ ‘સ્વાગત’ના 22 વર્ષ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલા જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ “સ્વાગત” કાર્યક્રમની સફળતાના આજે 22 વર્ષ પૂરા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુશાસન-ગુડ ગવર્નન્સની સાચી દિશા અપનાવી અને સૌને એ માટે પ્રેરિત કર્યા છે. તેમણે શરૂ કરાવેલો આ સ્વાગત પ્રકલ્પ આજે લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ, પારદર્શક અને મુશ્કેલીમુક્ત રીતે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું અસરકારક માધ્યમ બન્યો છે. નરેન્દ્રભાઈ દ્વારા હાથ ધરાયેલા સામાન્ય માનવી, ગરીબ વંચિત, ગ્રામીણ નાગરિકની આવી રજૂઆતો, ફરિયાદોના નિવારણના સુગ્રથિત આયોજન માટેના સફળ પ્રયાસોના પરિણામે “સ્વાગત”ની…

Read More

‘હું છું પર્યાવરણ સંરક્ષક’ને વધુ વેગ આપવા ગાંધીનગર ખાતે આગામી તા. ૨૭ એપ્રિલના રોજ રાજ્યકક્ષાનો ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-૨૦૨૫’ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ‘પર્યાવરણ સંરક્ષણ’ને વધુ પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આગામી તા.૨૭ એપ્રિલ રવિવારના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૭:૦૦ કલાક સુધી ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજયકક્ષાના ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-૨૦૨૫’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.       આ કાર્યક્રમમાં રાજ્યના ૩૩ જિલ્લાના ‘હું છું પર્યાવરણ સંરક્ષક’ અભિયાનમાં સ્વયંભૂ રીતે જોડાઈને પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૨,૫૨૫ પર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.      રાજ્યભરના પર્યાવરણપ્રેમી શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરીને નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થાપવામાં આવશે.        માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ,બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા…

Read More

ગુજરાતનું સુદ્રઢ પશુ આરોગ્ય માળખું બન્યું દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિનો આધારસ્તંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    ભારત દેશ આજે દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ છે. તેવી જ રીતે, ગુજરાત રાજ્ય પણ દેશના કુલ દૂધ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ફાળા સાથે પ્રથમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવવા માટે સારી નસલના પશુ, પશુઓનું સારું સ્વાસ્થ્ય અને સરકારની ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે જ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ તેમણે રાજ્યમાં પશુ સ્વાસ્થ્ય સેવાઓ વિકસાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પશુપાલન મંત્રી…

Read More

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા માં જળ શક્તિ અભિયાન અને વિશ્વ પુસ્તક દિવસ પર ભવ્ય ‘કાવ્ય પઠન’ સમારોહનું થયું આયોજન

હિન્દ ન્યુઝ, દીવ        દીવ માં ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ બુચરવાડા માં જલ શક્તિ અભિયાન પખવાડા અને વિશ્વ પુસ્તક દિવસના અંતર્ગત ભવ્ય ‘કાવ્ય પઠન સમારોહ’ નુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થિઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ સમારોહ ના મુખ્ય અતિથિ અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મનીષાબેન સંજયભાઈ વાજા, દીવ જીલ્લા પંચાયતના સદસ્ય નાનજીભાઈ બામણિયા, શાળા ના આચાર્ય આરીફ લાખાવાલા, સ્થાનિક કવિઓ શ્યામભાઈ સાખટ, હર્ષભાઈ પંડયા અને માન સિંગ બામણીયા એ દીપ પ્રજવલ્લિત કરી કાવ્ય પઠન સમારોહ નો વિધિવત્ પ્રારંભ કરાવ્યો, એ પછી…

Read More