કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

હિન્દ ન્યુઝ, સુરત      કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું સુરત એરપોર્ટ ખાતે રાજયના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી ધરમપુર જવા રવાના થયા હતા.

Read More

હજીરા સ્થિત ઓઈલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત                 સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-નવી દિલ્હીદ્વારા ભુકંપના કારણે હજીરા સ્થિત ઈન્ડીયન ઓઈલ કો.લી., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કો.લી. અને ભારત પેટ્રોલિયમ કો.લી.ના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસીલિટીઝ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ હતી. IOCL ખાતે સવારે ૮:૦૦ વાગે ૮ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ આંચકાથી પેટ્રોલિયમ ભરેલી ૪, ૬ અને ૭ નંબરની ટેન્કમાં પેટ્રોલિયમ લીકેજ થયાનું જાણવા મળ્યું હતું. જેથી ચાર અલગ-અલગ ટીમો દ્વારા ટેન્કોનું ડેમેજ અસેસમેન્ટ (મૂલ્યાંકન) કરવામાં આવ્યું હતું. IOCL ટર્મિનલ ખાતે…

Read More

માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળની દક્ષિણ ગુજરાત ઝોન/કારોબારી બેઠક ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત  રાજ્ય સરકારના માહિતી ખાતાના અધિકારી અને કર્મચારીઓ વચ્ચે યોગ્ય તાલમેલ સાથે રોજિંદી કામગીરીમા ઉદભવતા નાના મોટા પ્રશ્નોના સાનુકૂળ નિરાકરણ અર્થે સતત પ્રયત્નશીલ, એવા માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળની દક્ષિણ ગુજરાત ઝોન/કારોબારી બેઠક, તાજેતરમા ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ ગઈ. ‘વિવાદ નહિ, સંવાદ’ ના સૂત્રને સાર્થક કરતા આ કર્મચારી મંડળ દ્વારા ભૂતકાળમા પણ, કર્મચારી અને અધિકારીઓને એક મંચ પ્રદાન કરી, પરસ્પર સંવાદના માધ્યમથી ઉદ્દભવતી સમસ્યાઓ કે પ્રશ્નોનુ નિરાકરણ લાવવાના સ્તુત્ય પ્રયાસો કરાયા હતા. જે શૃંખલાને આગળ ધપાવતા આ વખતે દક્ષિણ ગુજરાત ઝોનના કર્મચારીઓ અને રાજ્ય સ્તરના કારોબારી મંડળના હોદ્દેદારોએ…

Read More

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

હિન્દ ન્યુઝ, સુરત  પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સુરત એરપોર્ટ પર મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌત તથા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. પૂર્વ રાષ્ટ્રપતિ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી દમણ જવા રવાના થયા હતા.

Read More