હિન્દ ન્યુઝ, સાબરકાઠાં સાબરકાઠાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના વરદહસ્તે અને હિંમતનગરના ધારાસભ્ય વિ.ડી.ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વેકસીન સ્ટોરનું ખાતમુહુર્ત કરવામા આવ્યું હતું. સ્વસ્થ ભારતના નિર્માણમાં માતા અને બાળકનું સ્વાસ્થ્ય મહત્વના પાસા છે. માતામરણ અને બાળમરણ દર નીચે લાવવામાં રોગ પ્રતિકારક રસીઓની અગત્યની ભુમિકા હોય છે. સાબરકાઠા જિલ્લામાં દર વર્ષે આશરે 36, 800 સગર્ભામાતાઓ, 34,100 બાળકો અને 61,700 શાળાએ જતા અને ન જતા બાળકોને વિવિધ રોગો સામે રક્ષણ આપતી રોગ પ્રતિકારક રસીઓ આપવામાં આવે છે. રોગ પ્રતિકારક રસીઓની ગુણવતા સાચવવા રસીના ઉત્પાદન સ્થળથી લાભાર્થીના…
Read MoreMonth: December 2024
‘હર કામ દેશ કે નામ’ મંત્ર સાથે કાર્યરત ભારતીય નૌસેના એ રાષ્ટ્રનું ગૌરવ
હિન્દ ન્યુઝ, રાજકોટ ‘હર કામ દેશ કે નામ’ મંત્ર સાથે કાર્યરત ભારતીય નૌસેના એ રાષ્ટ્રનું ગૌરવ છે. ભારતની દરિયાઈ સીમા અત્યંત વિશાળ છે. ભારતીય નૌકાદળ આ વિશાળ જળ વિસ્તારની સુરક્ષા કરવાનું કાર્ય કરે છે. નૌકાદળના જવાનોને સલામ કરવા અને તેમની બહાદુરીને બિરદાવવા માટે, નૌકાદળ દિવસની ઉજવણી કરાય છે. તેમજ ભારતીય નૌકાદળે ૪ ડીસેમ્બર, ૧૯૭૧ના રોજ ‘ઓપરેશન ટ્રાઈડેન્ટ’ હેઠળ પાકિસ્તાનના કરાચી નૌકા મથક પર હુમલો કર્યો હતો. આ ઓપરેશનની સફળતાની સ્મૃતિરૂપે દર વર્ષે ૪ ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે. ભારતીય નૌસેના એ ભારતીય સેનાનું દરિયાઇ અંગ છે,…
Read Moreડૉ. બાબા સાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની પેસેન્જર વાહન યોજના થકી વડોદરાના લાભાર્થી બન્યા આત્મનિર્ભર
હિન્દ ન્યુઝ, વડોદરા અંત્યોદય જ્ઞાતિના બેરોજગાર વ્યક્તિઓ સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ડૉ. બાબા સાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા પેસેન્જર વાહન યોજના ગુજરાતમાં અમલી છે. જે અંતર્ગત વડોદરાના ૩૩ વર્ષીય યતિનભાઈ સોલંકીને લાભ મળતા ઇકો ખરીદતા સ્વરોજગારી મેળવતા થયા છે. લાભાર્થી યતિનભાઈ સોલંકીએ પેસેન્જર વાહન યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ માં ૪ ટકાના ના વ્યાજ દરે રૂ. ૫ લાખની આર્થિક સહાય મળી હતી. જેમાંથી તેમણે મારુતિ ઈકો ખરીદીને આત્મનિર્ભરતાની શરૂઆત કરી હતી શરૂઆતમાં તો તેમને નાની મુસાફરી સેવાઓથી કામ શરૂ કર્યું હતુ. યતિનભાઈ…
Read Moreવારતા.. રે… વારતા ! મેવલી ખાતે ધોરણ એક થી આઠમાં વાર્તા સ્પર્ધા યોજાઇ
હિન્દ ન્યુઝ, વડોદરા જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા પ્રોજેક્ટ કચેરી વડોદરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા સી.આર.સી મેવલી ખાતે ધોરણ 1 થી 8 માં નિપુણ ભારત અંતર્ગત ક્લસ્ટરની 11 શાળાઓના બાળકોને વિવિધ ત્રણ વિભાગોમાં વાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં મેવલી શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક બાળકોને આવકારવામાં આવ્યા અને નાનુભાઈ માલીવાડ દ્વારા પરિપત્રમાં નિર્દેશ થયા મુજબ ચાલુ વર્ષે બાળકોના વકીલ તરીકે જાણીતા તેમજ મૂછાળી મા તરીકે વિશ્વ પ્રસિદ્ધ ગિજુભાઈ બધેકાના જન્મ માસ નવેમ્બર માસથી વર્ષ 2024/25 નીપુણ ભારત અંતર્ગત બાળ વાર્તા કાર્યક્રમ શરૂ કરવાનું આયોજન થયેલ છે.આ કાર્યક્રમમાં ગત વર્ષની જેમ…
Read Moreવડોદરા શહેરના અર્બન આઇ.સી.ડી.એસ. કાલુપુરા ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન.જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ,સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના અર્બન આઇ.સી.ડી.એસ. કાલુપુરા અતિથિગૃહ ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ૧૦ ડિસેમ્બર સુધી (INTERNATIONAL DAY FOR THE ELIMINATION OF VIOLENCE AGAINST WOMEN) મહિલા વિરોધ થતી હિંસા નાબૂદી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બાળ વિકાસ અધિકારી, મુખ્ય…
Read Moreસમગ્ર શિક્ષા અંતર્ગત ત્રિમંદિર વરણામામાં જિલ્લા કક્ષાના “વિશ્વ દિવ્યાંગ દિવસ”ની ઉજવણી
હિન્દ ન્યુઝ, વડોદરા સમગ્ર શિક્ષા અંતર્ગત વડોદરા જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે વડોદરા જિલ્લા કક્ષાના “વિશ્વ દિવ્યાંગ દિવસ”ની ઉજવણી દાદા ભગવાન, ત્રિમંદિર, વરણામા ખાતે કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લાના અલગ અલગ આઠ તાલુકામાંથી ૫૦૦ ઉપરાંત જેટલી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રમતગમત, દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમ નૃત્ય તથા “મારું સપનું” થીમ આધારિત ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર એ.આર.પાંડે, જિલ્લા આઈ.ઇ.ડી.કો.ઓર્ડીનેટર અરૂણાબેન પટેલ, બીઆરસી કો. ઓર્ડીનેટર, નરેન્દ્રસિંહ ઠાકોર, સી.આર.સી…
Read Moreએક અનોખો ડાક સેવક: ચિરાગ પંચાલ ખીણો અને ડુંગરો ખૂંદીને ટપાલ અને ટપાલ વિભાગની સેવાઓ હાંફેશ્વરના અંતરિયાળ ફળિયાઓ અને ઘરો સુધી પહોંચાડે છે.
હિન્દ ટીવી ગુજરાતી, વડોદરા શહેરી વિસ્તારમાં ડાકસેવકો માટે ટપાલ કે મનીઓર્ડર જેવી નાણાકીય સેવાઓ ઘેર ઘેર પહોંચાડવી પ્રમાણમાં સરળ છે.સાયકલ કે દ્વીચક્રી વાહન થી આ કામ સહેલું બની જાય છે. પરંતુ ખરી કસોટીઓ જંગલ અને ડુંગર વિસ્તારમાં સેવા આપવાની હોય એવા ડાક સેવકોની થાય છે.પૂર્વ પટ્ટીના આદિવાસી કે ડુંગર વિસ્તારમાં ગામના ફળિયા અને ઘરો પોતપોતાના ખેતરોના છેડે આવેલા હોય, છૂટાછવાયા હોય,ત્યાં સુધી પહોંચવાનો પાકો રસ્તો તો હોય જ નહિ અને જે કાચો રસ્તો હોય એના પર વાહન ચલાવવું તો દૂરની વાત છે,સલામત રીતે ચાલવાના ફાંફાં પડે એવી સ્થિતિ…
Read Moreરાજ્યમાં સૌ પ્રથમ વખત વડોદરામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી યોજાયો શિક્ષકોની બદલીનો કેમ્પ
હિન્દ ન્યુઝ, વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા યોજાયેલા શિક્ષકોની બદલી કેમ્પને કારણે પ્રાથમિક શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો છે. શિક્ષકોની બદલી બાબતે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોને પગલે યોજાયેલા આ કેમ્પમાં બહારના જિલ્લાના શિક્ષકોને બોલાવીને શાળા પસંદ કરનારને સ્થળ ઉપર જ ઓર્ડર આપવામાં આવ્યા હતા. રાજ્યમાં સૌ પ્રથમ વખત વડોદરામાં બદલીના કેમ્પમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીના સામંજસ્ય સાધી શિક્ષકો માટે ઇન્ટરેક્ટિવ મોબાઇલ ડિસ્પ્લે ગોઠવવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બદલીના નિયમો અનુસાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં…
Read Moreહાંસોલની સ્થાનિક મહિલાઓ અને કિશોરીઓએ બાળલગ્ન પ્રતિબંધિત અધિનિયમ-2006 અંતર્ગત વિવિધ જાણકારી મેળવી
હિન્દ ન્યુઝ, અમદાવાદ મહિલાઓ અને કિશોરીઓને 181 અને 1098 હેલ્પલાઈન નંબરની સમજ આપવામાં આવી વ્હાલી દીકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા
Read Moreઅમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024માં બાળકોને આકર્ષણ કરતું પ્રજ્ઞા શિબિર
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ -૨૦૨૪ હિન્દ ન્યુઝ, અમદાવાદ બુક ફેસ્ટિવલના પાંચ દિવસમાં પ્રજ્ઞા શિબિરમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ થયા સહભાગી બાળકોમાં શિક્ષણ અને કૌશલ વિકસાવવાની ઉત્તમ પહેલ એટલે પ્રજ્ઞા શિબિર NBT દ્વારા બાળકોના ઉત્સાહમાં વધારો કરવા કાર્યક્રમના અંતે અપાય છે સર્ટિફિકેટ
Read More