હિન્દ ન્યુઝ, વડોદરા
અંત્યોદય જ્ઞાતિના બેરોજગાર વ્યક્તિઓ સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ડૉ. બાબા સાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા પેસેન્જર વાહન યોજના ગુજરાતમાં અમલી છે. જે અંતર્ગત વડોદરાના ૩૩ વર્ષીય યતિનભાઈ સોલંકીને લાભ મળતા ઇકો ખરીદતા સ્વરોજગારી મેળવતા થયા છે.
લાભાર્થી યતિનભાઈ સોલંકીએ પેસેન્જર વાહન યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ માં ૪ ટકાના ના વ્યાજ દરે રૂ. ૫ લાખની આર્થિક સહાય મળી હતી. જેમાંથી તેમણે મારુતિ ઈકો ખરીદીને આત્મનિર્ભરતાની શરૂઆત કરી હતી શરૂઆતમાં તો તેમને નાની મુસાફરી સેવાઓથી કામ શરૂ કર્યું હતુ.
યતિનભાઈ કહે છે કે, આ યોજના માત્ર આર્થિક સહાય જ નહિ, પરંતુ લાભાર્થીને વ્યવસાય માટે તમામ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડે છે. વધુમાં આ યોજના હેઠળ લાભ મળતા વધુ પડતાં આર્થિક બોજા વગર હું આજે સ્વરોજગારી મેળવતો થયો છું. આજે હું માત્ર આત્મનિર્ભર નથી બન્યો, પરંતુ મારા પરિવારને સારું જીવન આપવા સક્ષમ થયો છું.
મહત્વનું છે કે આ યોજના હેઠળ લાભાર્થીને માત્ર ૪ ટકાના ન જેવા વ્યાજદરે રૂ. ૭,૫૦,૦૦૦ સુધીની લોન સહાય આપવામાં આવે છે. જે બજારની સરખામણીએ ખુબજ ઓછો વ્યાજ દર છે. ૮ વર્ષની મુદ્દત માં રૂ. ૯,૧૪૨/- જેટલો યોગ્ય હપ્તો નક્કી કરવામાં આવ્યો છે, જે નાની આવક ધરાવતાં લોકોને સ્વરોજગારી અને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ યોજનાનો મુખ્ય હેતુ અંત્યોદય જ્ઞાતિના બેરોજગાર વ્યક્તિઓને સ્વ રોજગાર મેળવી શકે તે માટે આર્થિક સહાય પુરી પાડવાનો છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની આ યોજના યતિનભાઈ જેવા અનેક યુવાનોને આત્મવિશ્વાસ આપે છે, પરંતુ સમાજમાં લોકોના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવે છે.