હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લાના પ્રભારીમંત્રી અને કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે પદાધીકારીઓ, લગત અધિકારીઓ અને ચીફ ઓફિસરો સાથે બેઠક યોજી હતી. જેમાં જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે મંત્રીએ વિગતો મેળવી હતી. મંત્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, શહેરોની સમકક્ષ નગરપાલિકાઓમાં વસતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સતત કાર્યરત છે. મંત્રીએ નગરપાલિકાઓમાં ઉભી કરાયેલ ભૌતિક…
Read MoreMonth: December 2024
ઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ મહિલાની મદદે આવી જામનગર ૧૮૧ અભયમની ટીમ
હિન્દ ન્યુઝ, જામનગર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓની મદદ માટે ૨૪*૭ કલાક કાર્યરત છે.એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ જામનગરને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે એક અજાણી મહિલા અડધી રાત્રે ઘરની બહાર નીકળી ગયેલ છે અને રસ્તા પર એકલી મળી આવી છે. આ મહિલાને મદદ અને સુરક્ષિત આશ્રયની જરૂર હોય તેવું જણાય છે. આ અંગે જાણકારી મળતા જ જામનગર ૧૮૧ ટીમના કાઉન્સિલર કોમલ વિષ્ણુસ્વામી, મહિલા પોલીસ ASI તારાબેન ચૌહાણ અને પાઈલોટ સુરજીતસિંહ વાઘેલા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને પીડિતાનું રેસ્ક્યુ કર્યા…
Read Moreજામનગર જિલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્ત રોગ અંગે શોધ અભિયાન શરૂ કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્તના દર્દી શોધવા તેમજ નવા કેસ અટકાવવા જામનગર આરોગ્ય વિભાગ તેમજ આશા કાર્યકર બહેનોની ૧૪૨ જેટલી ટીમ દ્વારા એક્ટીવ કેસ સર્વેલન્સની ખાસ ઝુંબેશ ૧૨ ડિસેમ્બરથી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન ૨૧ ડિસેમ્બર સુધી ચાલશે. તેમજ રકતપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે. ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. રકતપિત્ત ( માઇક્રોબેક્ટેરીયમ લેપ્રસી ) નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને…
Read More1962 કરૂણા એનીમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી જાંબુડા ગામે બે કલાક લાંબા ઓપરેશન બાદ ગાયના બહાર આવી ગયેલ ગર્ભાશયને રિપ્લાન્ટ કરી નવજીવન અપાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના જાંબુડા ગામના સરપંચ શરદભાઈનો જામનગર 1962 એમ્બ્યુલન્સના ટેરેટરી પ્રોગ્રામ મેનેજર ડો.સોયબ ખાન પર ફોન આવેલ અને તેઓએ જણાવ્યું કે જાંબુડા ગામમાં એક ગાયને ગર્ભાશય બહાર આવી ગયેલ છે અને તે ગાય અસહ્ય પીડાથી રીબાઈ રહી છે.જાણ થતાં તુરંત જ જામનગર જિલ્લા 1962 ની ટીમમાંથી ડો.હિતાંશુ પાટીલ, ડો.એમ.એસ.વાઢેર પાઇલોટ જીતુભાઈ અને કલ્પેશભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જોયું હતું કે ગાયનું ગર્ભાશય બહાર આવી ગયું છે અને ગાયની સ્થિતિ ખૂબ જ નાજુક છે.ત્યારબાદ તુરંત ટીમ દ્વારા ગાયની જરૂરી સારવાર શરૂ કરાઈ હતી અને બે…
Read Moreઅમદાવાદ જિલ્લામાં ચલાવાશે લેપ્રસી કેસ ડિટેન્શન કેમ્પેઇન
હિન્દ ન્યુઝ, અમદાવાદ રક્તપિત્તમુક્ત જિલ્લાના લક્ષ્ય સાથે અમદાવાદનું જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ 12થી 21 ડિસેમ્બર, 2024 દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નવ તાલુકાનાં 27 ગામોમાં શંકાસ્પદ કેસોની તપાસ કરાશે આ કેમ્પેઇનમાં જિલ્લાની 64 ટીમ દ્વારા 27 ગામના 7919 પરિવારના 40,737 લોકોની તો એએમસી દ્વારા 177 ટીમ થકી 81,822 લોકોની સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવશે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે લેપ્રસી કેસ ડિટેન્શન કેમ્પેઇન અંગે બેઠક યોજાઈ
Read Moreધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે ‘પ્રશ્નબેંક’ તથા ‘સંપર્ક સેતુ’
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને શૈક્ષણિક સંકલન સમિતિ, અમદાવાદ શહેર દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે કરાઈ અનોખી પહેલ ‘સંપર્ક સેતુ’ એપ્લિકેશન થકી વિદ્યાર્થીઓ તથા વાલીઓ આંગળીના ટેરવે શાળાઓ સાથે સીધો સંપર્ક સાધી શકશે ‘પ્રશ્નબેંક’ થકી વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષાની તૈયારી કરી શકશે
Read Moreઅમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં અમદાવાદમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન કુલ ૧૨૨૩ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં
Read Moreકામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે માછલીઓ માંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો વિષય પર ત્રણ દિવસીય તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, તાપી સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ અને ICAR CIFT વેરાવળના સંયુક્ત ઉપક્રમે “માછલીઓ માંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” વિષય પર તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે ત્રણ દિવસીય તાલીમ યોજવામાં આવેલી હતી. આ ત્રણ દિવસીય તાલીમમાં ડો. આશિષ ઝા અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી.તાલીમમાં ૩૦ જેટલા ભાઈઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો અંગે માર્ગદર્શન મેળવી તાલિમ મેળવી હતી. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓ ને કીટ…
Read Moreવાલોડ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતના મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રેરિત થતા અન્ય ખેડૂતમિત્રો
હિન્દ ન્યુઝ, વાલોડ તાપી જિલ્લામાં પ્રત્યેક પ્રગતિશીલ ખેડૂતોને સરકારની તમામ ખેતીલક્ષી યોજનાઓ અંગે સમજ અને સહાય આપવાના ઉમદા આશય સાથે આયોજિત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ માં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતમિત્રોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી. પર્યાવરણમાં થઈ રહેલા અસાધારણ બદલાવને નિયંત્રિત કરવા માટે આજે પ્રાકૃતિક કૃષિ સમયની માગ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કર્યા છે, ત્યારે કૃષિ મહોત્સવના પ્રથમ અને અંતિમ દિવસે વાલોડ તાલુકાના ગોલણ ગામના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત પ્રકાસભાઇ ચૌધરીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને અન્ય ખેડૂતો પણ…
Read Moreડીજીવીસીએલ વ્યારા-બારડોલી વિભાગીય કચેરીના સયુંક્ત ઉપક્રમે ‘વીજ સલામતી’ સેમીનાર યોજાયો
હિન્દ ન્યુઝ, તાપી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. વ્યારા વિભાગીય કચેરી તથા બારડોલી વિભાગીય કચેરી દ્વારા આયોજિત સલામતી કાર્યક્રમના ભાગરૂપે વ્યારા-બારડોલી વિભાગીય કચેરી દ્વારા જિલ્લા સેવા સદનના ઓડીટોરિયમ વ્યારા ખાતે બે દિવસીય ‘સલામતી તાલીમ’નો ઉદ્ઘાટન સમારોહ તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ અને સામાન્ય જનતામાં વિદ્યુત સુરક્ષા અંગે જાગૃતિ લાવવા અને દુર્ઘટનાઓને ઘટાડવા માટે સાવચેત રહેવાની પ્રેરણા આપવાનો હતો. આ પ્રંસંગે જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગે ઉપસ્થિત ડીજીવીસીએલના કર્મચારીઓને સંબોધતા જણાવ્યું “વિદ્યુત સુરક્ષા દરેક વ્યક્તિ માટે અગત્યની છે. યોગ્ય જ્ઞાન અને સાવધાની…
Read More