હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત જનરલ હોસ્પિટલની તાજેતરમા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી. દરમિયાન કલેકટર અહીંના ‘બાલ સંજીવની કેન્દ્ર’ (Nutrition Rehabilitation Center)મા ધસી ગયા હતા. જયા કેન્દ્રમા ઉપલબ્ધ વ્યવસ્થાઓ જાણી બાળક અને માતાઓના પોષણનો તાગ મેળવ્યો હતો. મુલાકાત વેળા કલેક્ટર મહેશ પટેલે માતાઓ સાથે સીધો સંવાદ સાધી, બાળકોના પોષણ વિશેની તેમની સમજનો કયાસ કાઢ્યો હતો. તેમણે ડાંગની યુવાન માતાઓ અને તેમના બાળકો સ્વસ્થ બને તે માટે પોષણયુક્ત આહાર લેવા અંગેના જરૂરી…
Read MoreMonth: December 2024
આહિર સમાજના ૩૧માં સમૂહલગ્નોત્સવવમાં સહભાગી બની નવદંપતિઓને આશીર્વચન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત ૩૧માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ ૧૮૯ નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. મુખ્યમંત્રીએ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આહિર સમાજનો દિવ્ય અને ભવ્ય ગૌરવવંતો ઈતિહાસ રહેલો છે. સમાજને જયાં પણ જરૂર હશે ત્યા સરકાર તેમની સાથે હોવાનુ જણાવીને શિક્ષણથી લઈને અનેકક્ષેત્રોમાં સમાજ આગળ વધી રહ્યો છે. દરેક સમાજ સમુહલગ્નમાં જોડાયો છે. લગ્નમાં…
Read Moreરૂ. ૨૧ કરોડથી વધુના ખર્ચે માર્ગોના નવીનીકરણ તથા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતાં મંત્રી હળપતિ
હિન્દ ન્યુઝ, તાપી આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ આજરોજ સોનગઢ તાલુકાના પીપળ ગામ ખાતેથી રૂ. ૨૧ કરોડથી વધુના ખર્ચે ઉકાઈ-શેરૂલ્લા અને માંડવી-ઉકાઈ રોડના નવીનીકરણ સહિત વિવિધ સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરીને સ્થાનિક ગ્રામજનો, રાહદારીઓ અને વાહનચાલકોને વિકાસની ભેટ આપી હતી. આ પ્રસંગે મંત્રી હળપતિએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પ્રજાકલ્યાણની ભાવના સાથે કામ કર્યું છે. વધુમાં મંત્રી હળપતિએ ઉમેર્યુ કે, પ્રજાને વધુમાં વધુ બહેતર સુવિધા પ્રદાન કરવાના ઉમદા આશય સાથે સરકારે તમામ ક્ષેત્રના વિકાસ પર વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.ત્યારે તાપી જિલ્લા સહીત સમગ્ર ગુજરાતના આદિવાસી…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી આજે રાજકોટ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી ધોરડો જવા રવાના થશે. આ દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું. તેઓના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્યોસર્વ દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, અગ્રણીઓ રમેશભાઇ મુંગરા, ડો. વિમલભાઈ કગથરા, કમિશ્નર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા,દંડક કેતનભાઈ નાખવા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, મહામંત્રીઓ,…
Read Moreકૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ધ્રોલ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મંત્રીએ ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડુતો સાથે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ PSS અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં ૧૬૦થી વધુ કેન્દ્રો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજ ના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના…
Read Moreકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ…
Read Moreરોજગારવાંચ્છુઓ માટે રોજગારી મેળવવાની ઉમદા તક
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૭મી ડિસેમ્બર,૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, બહુમાળી ભવન ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ(કંપની)માં આઇ.ટી.આઇ. (ઈલેક્ટ્રિશિયન, ફીટર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) ૧૨ પાસ તથા સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઇલેક્ટ્રિશિયન, ફીટર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટેલિકોલર, સેલ્સ ઓફિસર, સુપરવાઈઝર, સેલ્સ ટ્રઈની, ઓફિસ બોય, કોમ્પ્યુટર ઓપરેટર વગેરે જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત…
Read Moreભાવનગરમાં તા. ૧૫ ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય રમત- ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે તેમજ ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરતભાઇ બારડના અતિથિ વિશેષ પદે ભાવનગર ખાતે તા.૧૫ મી ડિસેમ્બર-૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ, સરદારનગર ખાતે ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.૧૪૯.૮૩ કરોડના કુલ-૧૧ કામોનો ખાતમુહૂર્ત અને રૂ. ૨ કરોડના ૧ કામનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ જીતુભાઇ વાઘાણી અને શ્રીમતી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, કિશોરભાઇ ગુરૂમુખાણી, શ્રીમતી…
Read Moreરાજકોટ નજીક જશવંતપુર ખાતે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ નજીક જશવંતપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાયું રાજકોટ જિલ્લાના જશવંતપુર ગામ ખાતે ૧૦ એકરમાં ઉમિયાધામ મંદિરના ખાતમૂહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમાજની પ્રગતિ સંસ્કારોથી થતી હોય છે. સમાજમાં સંસ્કાર સિંચન અને સામાજિક કાર્યોમાં જો આધ્યાત્મિક શક્તિ ભળે તો સમાજમાં દૂષણ આવતું અટકે છે. શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણ માટે આધ્યાત્મિક ચેતના જરૂરી છે. આ દિશામાં રાજ્ય સરકાર તેમજ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા “સેવ કલ્ચર” ઝુંબેશ હાથ ધરી વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
Read Moreરાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ
હિન્દ ન્યુઝ, રાજકોટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ૧૨ માળની આ હોસ્પિટલમાં ૨૫૦ બેડની સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પલ્મોનોલોજી વિભાગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર કિફાયતી દરે પુરી પાડવામાં આવશે. ભવિષ્યમાં આ હોસ્પિટલ ખાતેથી કિડની, લીવર, હૃદય, ફેફસાં, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. આ માટે ૧૨ એડવાન્સ પ્રકારના અત્યાધુનિક ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ કે જેમાં, રોબોટીકસ સર્જરીની સુવિધા અને સારવાર રાહત દરે પુરી પાડવામાં આવશે.…
Read More