હિન્દ ન્યુઝ, તાપી તાપી જિલ્લાના સોનગઢ સાયન્સ કોલેજ ખાતે વન અને પર્યાવરણ ક્લાઇમેન્ટ ચેન્જ,જળ સંપતિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આયુષ્યમાન ભારત વય વંદના નોંધણી કેમ્પ યોજાયો હતો. અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદીજીએ જ્યારથી શાસન સંભાળ્યુ ત્યારથી દેશના દરિદ્રનારાયણની સેવા કરવાનો સંકલ્પ લીધો છે. મોદીજીએ ગરીબોની ચિંતા કરી અનેક વિધ યોજનાઓ અમલ મુકી છે. ભારત દેશના તમામ નાગરિકોનું કલ્યાણ કરવાનું કાર્ય દેશના વડાપ્રધાને કર્યું છે. આજે બાળકના જન્મથી લઈ અંતિમ સંસ્કાર સુધીની નાગરીકોની જવાબદારી આ દેશના વડાપ્રધાને લીધી છે.…
Read MoreDay: November 29, 2024
વડોદરામાં રાષ્ટ્રીય એડોપ્શન જાગૃતિ માસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્રારા નવેમ્બર માસમાં “રાષ્ટ્રીય એડોપ્શન જાગૃતિ માસની ઉજવણી” કરવામાં આવે છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા અને મિરેકલ ફાઉન્ડેશન ઇન્ડિયા દ્રારા “દરેક બાળક માટે પ્રેમાળ કુંટુંબ” વિષય આધારિત કુંટુંબ આધારિત વૈકલ્પિક સંભાળ કાર્યક્રમ અંતર્ગત બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં બાળ સંભાળ ગૃહો/જિલ્લા બાળ સુરક્ષા એકમના નવીન નિમણુક પામેલ કર્મચારીઓ જેવા કે અધિક્ષકો, પ્રોબેશન ઓફિસર, સોશ્યલ વર્કર, ગૃહપિતા/ગૃહમાતા, કાઉન્સેલર, હિસાબનીશ, આઉટરીચ વર્કર, શિક્ષકો, પેરામેડીકલ સ્ટાફ, રસોયા, હેલ્પર…
Read Moreહિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકાએ ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી તેમજ ગુજરાતના વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્ર તેમજ AI અને ICT તથા સાઇબર સિક્યુરિટી સેક્ટરમાં ગુજરાતના સહયોગ અંગે ચર્ચા-પરામર્શ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસના નવા કીર્તિમાન સ્થાપીને ગુજરાતને વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બનાવ્યું છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ મુખ્યમંત્રી અને ફિજીના નાયબ વડાપ્રધાનએ કરી હતી. મુખ્યમંત્રીએ પર્યાવરણપ્રિય વિકાસની સાથે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે ઉભરેલ ગુજરાતની સિદ્ધિઓની રૂપરેખા આપતાં ફિજીના…
Read Moreબાલ વિવાહ મુકત ભારતની પહેલના ભાગરૂપે કામરેજ વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત ૨૭મી નવેમ્બર ૨૦૨૪ના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘બાલ વિવાહ મુક્ત ભારત’ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર દેશભરમાં લોકોએ ભાગ લીધો. આ અવસરે પ્રયાસ જે.એ.સી.સોસાયટી સુરત દ્વારા જિલ્લા સ્તરના ભાગીદારો જેમ કે, જિલ્લા પ્રશાસન, પોલીસ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા બાળ સંરક્ષણ એકમ, બાળ કલ્યાણ સમિતિ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી કામરેજના વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ટીમ દ્વારા સુરત શહેરની શાળાઓ,સરકારી તેમજ સ્વેછિક સંસ્થાઓમાં જાગૃતતા કાર્યક્રમો…
Read Moreઓલપાડ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્ર સરકારે ૭૦ વર્ષ કરતાં વધુ વયના તમામ વૃદ્ધજનોને ‘આયુષ્માન ભારત’ યોજનામાં સમાવેશ કરવાની પહેલ અંતર્ગત વડીલોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વય વંદના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. વન, મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયુષ્માન ભા-રત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૭૦ વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક,…
Read Moreઉમરપાડા તાલુકાના બિલવણ ગામના મહિલા ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવીને રાસાયણિક ખેતીને આપી તિલાંજલિ
હિન્દ ન્યુઝ, ઉમરપાડા રાજ્યનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તેવા લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે. આજે પ્રાકૃતિક ખેતીના અદભુત પરિણામો મળી રહ્યા છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત સંધ્યાબેન સંજયભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે. વાત કરતા સંધ્યાબેન કહે છે કે, મેં ગયા વર્ષે આત્મા પ્રોજેકટની તાલીમ મેળવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતીના વધી રહેલા વ્યાપ વિષે જાણકારી મળતા તેમાંથી પ્રેરણા લઈને ગત વર્ષ તલમાં જીવામૃત તથા અગ્નિઅસ્ત્રનો…
Read Moreઓલપાડ ખાતે કુલ રૂ.૭૩.૨૬ લાખના ખર્ચે આરોગ્ય મંદિર અને સિથાણ ગામના પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, ઓલપાડ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઓલપાડ તાલુકામાં કુલ રૂ.૭૩.૨૬ લાખના ખર્ચે ‘આરોગ્ય મંદિર’ અને સિથાણ ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઓલપાડ-૨ માં અંદાજિત રૂ.૩૬.૬૩ લાખના ખર્ચે આરોગ્ય મંદિર અને સિથાણ ખાતે રૂ.૩૬.૬૩ લાખના ખર્ચે નવું પેટા આરોગ્ય કેન્દ્ર નિર્માણ પામશે. જેમાં પ્રત્યેકમાં ગ્રાઉન્ડ+૧ માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ક્લિનીક, લેબરરૂમ તથા ટોઇલેટ-બાથરૂમ તથા પહેલા માળે સ્ટાફ ક્વાટર્સ સહિતની અત્યાધુનિક સુવિધા ઉભી થશે. જેનાથી ગ્રામજનોને ઘરઆંગણે…
Read More