હિન્દ ન્યુઝ, ઓલપાડ
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઓલપાડ તાલુકામાં કુલ રૂ.૭૩.૨૬ લાખના ખર્ચે ‘આરોગ્ય મંદિર’ અને સિથાણ ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ઓલપાડ-૨ માં અંદાજિત રૂ.૩૬.૬૩ લાખના ખર્ચે આરોગ્ય મંદિર અને સિથાણ ખાતે રૂ.૩૬.૬૩ લાખના ખર્ચે નવું પેટા આરોગ્ય કેન્દ્ર નિર્માણ પામશે. જેમાં પ્રત્યેકમાં ગ્રાઉન્ડ+૧ માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ક્લિનીક, લેબરરૂમ તથા ટોઇલેટ-બાથરૂમ તથા પહેલા માળે સ્ટાફ ક્વાટર્સ સહિતની અત્યાધુનિક સુવિધા ઉભી થશે. જેનાથી ગ્રામજનોને ઘરઆંગણે આરોગ્યની વધુ ઉમદા સેવા ઉપલબ્ધ બનશે.