કોડીનાર પંથકમાં વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા

કોડીનાર,

કોડીનાર પંથકમાં સતત બીજા દિવસે ભારે ઉકળાટ વચ્ચે કાલે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે કોડીનાર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો. વરસાદના પગલે ખેતરો પાણી પાણી થઈ જતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

આ સાથે ગ્રામ્ય પંથક કડવાસણ, વડનગર, નવાગામ, પેઢાવાડા, ગોહિલની ખાણ, સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કોડીનાર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. કાલે સવારથી જ અસહ્ય બફારા વચ્ચે વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદને કારણે મગફળી અને કપાસ સહિતના પાકને નુકસાન થયું છે.

જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર પર પણ હવાનું હળવુ દબાણ બનશે. જેથી 14 તારીખ સુધી જ્યાં જ્યાં વાદળો બંધાશે ત્યાં ત્યાં બેથી ત્રણ ઈંચની પ્રમાણમાં વરસાદ પડી શકે છે. જો કે ભારે વરસાદની શક્યતા નથી. આ સિસ્ટમ બાદ વધુ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે તેને કારણે સૌરાષ્ટ્રમાં 18મીએ અસર આવી શકે છે. જો કે તેને કારણે કેટલો વરસાદ બનશે તે સિસ્ટમ પૂરી બનીને આગળ વધે ત્યારે જ સ્પષ્ટ થઈ શકશે.

રિપોર્ટર : અગ્રાવત ભગીરથ, કોડીનાર

Related posts

Leave a Comment