બનાસકાંઠામાથી રેતી ચોરી કરી રાજસ્થાન માં લઇ જતાં ભૂ માફિયાઑ

દિયોદર, હિન્દ ન્યૂઝ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બેફામ બનેલા ભુ માફિયાઓને બનાસ નદીના પટમાંથી મોટા પાયે રોલ્ટીચોરી કરીને રેત ભરીને રાજસ્થાન માં લઇ જતાં ભૂ માફિયા વારંવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. છતાં ભું માફીઓ કેટલાં ચોર રસ્તાઓ શોધીને કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની બનાસ નદીના પટમાંથી પોતાના રેતી ભરેલા ડમ્પરો ભીલડી સોની જાલોઢા સિંગલપટી થી લાખણીમાં મુખ્યરોડ ઉપરથી પસાર કરવામાં આવી રહ્યાં છે. જે એકદમ સાંકડા રોડ ઉપર પુરઝડપે ચલાવતા જેના કારણે રોડ ઉપર ઠેર ઠેર જીવલેણ ખાડા પડી જતાં ગમખ્વાર માર્ગ અકસ્માતની દહેશત વર્તાય છે. જેથી આ રોડ ઉપર આજુ બાજુમાં રહેતાં લોકો તેમજ ખેડૂતો અને ટુ વ્હીલર ફોર વ્હીલ વાહનો ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.

ગ્રામજનો તેમજ સ્થાનિકો દ્વારા માંગ કરી રહ્યા છે. સોની જાલોઢા વાસણા રોડ લાખણી આ રોડ ઉપર અવરલોડ રેતી ભરીને પસાર થઇ રહ્યાં ડમ્પરો ચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ છતાં વહીવટીતંત્ર દ્વારા ડમ્પરો ચાલકો સામે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ના છૂટકે કાયદો હાથમાં લઇને આ રોડ ઉપરથી પસાર થતાં તમામ રાજસ્થાન તરફ જતાં રેત ભરેલા ડમ્પરો ને અટકાવીને ખાણ ખનીજ વિભાગમાં વાળા ને બોલાવીને સોંપવામાં આપવામાં આવશે તેમજ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર

Related posts

Leave a Comment