હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકાએ ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી તેમજ ગુજરાતના વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્ર તેમજ AI અને ICT તથા સાઇબર સિક્યુરિટી સેક્ટરમાં ગુજરાતના સહયોગ અંગે ચર્ચા-પરામર્શ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસના નવા કીર્તિમાન સ્થાપીને ગુજરાતને વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બનાવ્યું છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ મુખ્યમંત્રી અને ફિજીના નાયબ વડાપ્રધાનએ કરી હતી.
મુખ્યમંત્રીએ પર્યાવરણપ્રિય વિકાસની સાથે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે ઉભરેલ ગુજરાતની સિદ્ધિઓની રૂપરેખા આપતાં ફિજીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળને અભ્યાસ-નિરીક્ષણ માટે ગુજરાત આવવા આમંત્રણ પાઠવવાની સાથોસાથ ફિજીને તમામ સેક્ટરમાં સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી.