ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની શરૂઆત

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભારતની ટોચની ૫૦૦ કંપનીઓમાં દેશના યુવાનોને ઇન્ટર્નશિપમાં જોડાવાની તક મળી રહે તે હેતુસર ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. યુવાનો આ યોજનાનો લાભ લેવા માટે http://pminternship.mca.gov.in વેબસાઇટ પર નામ નોંધણી કરાવી શકે છે. આ યોજનમાં નોંધણી કરાવવા માટેની અંતિમ તારીખમાં ૫ દિવસનો વધારો કરીને ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી વધારવામાં આવી છે. નામ નોંધણી સમયે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાત મુજબની માર્કશીટ (ધોરણ ૧૦/૧૨/ITI/ડિપ્લોમા/સ્નાતક)(લાગુ પડતા તમામ) જોડવાની રહેશે.     આ અંગે વિશેષ માર્ગદર્શન માટે મદદનિશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ નો રૂબરૂ અથવા ૦૨૮૧-૨૪૪૦૪૧૯ નંબર…

Read More

માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સંરક્ષણ ભરતી પૂર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ અને ઉમેદવારોની ફિઝિકલ ચકાસણી (સ્ક્રુટીની)કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા     માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ,વડોદરા ખાતે સંરક્ષણ ભરતી પૂર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માટે પૂર્વેના ઉમેદવારોની ફીઝકલ ચકાસણી (સ્ક્રુટીની)કેમ્પ યોજવામાં આવ્યો હતો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, તરસાલી વડોદરા દ્વારા સંરક્ષણ ક્ષેત્ર જેમાં આર્મી, નેવી, એરફોર્સ, પેરા મીલીટરી ફોર્સ, પોલીસ, ફોરેસ્ટ, સીકયુરીટી વિવિધ ભરતી માટે વડોદરા જીલ્લાના ઉમેદવારોને તક મળે તે માટે આજરોજ ભરતી મેળો યોજાયો હતો. જેમાં શારીરિક અને લેખિત પરિક્ષામાં સારો દેખાવ કરે તે માટે નવેમ્બર માસમાં ૯૦ ઉમેદવારોને ૩૦ દિવસની ફ્રી રેસુડેન્સીયલ તાલીમ યોજવામાં આવનાર છે .જેમાં ઉમેદવારોની…

Read More

અમેરિકાની સંસ્થાએ વડોદરાના દંત ચિકિત્સક નું સન્માન 

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરા ના દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા એ દાંત અને તેની સારવાર, દંત ચિકિત્સા ના વિકાસ અને યોગદાનીઓ અંગે વિશ્વના વિવિધ દેશોએ બહાર પાડેલી ટપાલ ટિકિટો વિશેષ મહેનતથી એકત્ર કરી છે.તેઓ એ ગુજરાત અને દેશ માટે અનોખું ગણાય એવું દંત ચિકિત્સા અને તેના ઇતિહાસ વિષયક સંગ્રહાલય બનાવ્યું છે અને દંત આરોગ્ય રક્ષાના પ્રચારની જાગૃતિ માટે શાળાઓ મોટી સંખ્યામાં બાળકોને આ મ્યુઝિયમ બતાવે છે. ડો.ચંદારાણા ની જાહેર આરોગ્ય જાગૃતિની મથામણ ની અમેરિકા ના દંત ચિકિત્સકોની સંસ્થાએ નોંધ લીધી છે. તાજેતરમાં નવી દિલ્હીમાં અમેરિકન એકેડેમી ઓફ ઇમ્પ્લાંટ ડેન્ટ્રિસ્ટ્રી…

Read More

AIMS રાજકોટ દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે પ્રથમ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી      મોરબી જિલ્લામાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે AIMS – રાજકોટ દ્વારા નિઃશુલ્ક મેગા આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું આરોગ્ય માળખું સબળ બન્યું છે. તેમના પ્રોત્સાહનથી આપણે કોરોના જેવી મહામારી સામે લડી શક્યા અને દેશમાં કોરોનાની રસીનું પણ નિર્માણ થઈ શક્યું છે. દેશમાં ૨૧ AIMS નું નિર્માણ થઈ ચૂક્યું છે. આજે AIMS…

Read More

કચ્છ જિલ્લાના ખેડૂતો માટે ભચાઉ તાલુકાના કુંભારડી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, કચ્છ      રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય ઉપરાંત ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકારશ્રીની સુચના અનુસાર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરવા આત્મા તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તાજેતરમાં કુંભારડી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.  આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી. જાડેજા દ્વારા આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ કેમ જરૂરી…

Read More

મોટર સાયકલ, એલએમવી કાર, ૩ – વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે

હિન્દ ન્યુઝ, ભુજ,      સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજાર કચ્છ દ્વારા મોટર સાયકલ (ટુ-વ્હીલર) એલએમવી કાર (૪ વ્હીલર ), ૩ વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની સિરીઝમાં બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી-ઓકશન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૧૧/૨૦૨૪, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૧૧/૨૦૨૪, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૧૧/૨૦૨૪, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૧૧/૨૦૨૪, સમય સાંજે ૪ કલાક સુધી રહેશે.         ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલર માટે રૂ.૮૦૦૦,…

Read More

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી સંત સુરદાસ યોજના વિશે જાણીએ

હિન્દ ન્યુઝ, ભુજ  રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતું, ગાંધીનગર દ્વારા નાગરિકોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાંની એક છે સંત સુરદાસ યોજના.. આજે આપણે આ યોજનાની માહિતી મેળવીશું. આ યોજના હેઠળ કોને લાભ મળવાપાત્ર છે ??  (૧) અરજદારની ઉંમર ૧૮ થી નીચેના વર્ષ વય જૂથની હોવી જોઈએ (૨) તેઓ ૮૦% અથવા તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ (૩) ગ્રામ્ય વિસ્તારમાં ૦ થી ૨૦ અંકનો બી.પી.એલ. નો દાખલો અને શહેરી વિસ્તાર માટે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ ગાઈડલાઈન મુજબ લાભાર્થી ગુણાંક ધરાવતા…

Read More

કુદરતી સંપદા સાથેની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એટલે શું ?

હિન્દ ન્યુઝ, કચ્છ     પ્રકૃતિના મૂળભુત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી એ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે. પાકની વૃદ્ધિ માટે જરૂરી ઈનપુટ અને ખેત સામગ્રી બહારથી ન લેતાં પ્રાકૃતિક સામગ્રી ઘરે જાતે જ બનાવવામાં આવે છે.       પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ ?          પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. જેમાં નહીવત ઉત્પાદન ખર્ચ આવે છે…

Read More

પીંગલેશ્વર (રાપરગઢ) ખાતે સુનામીથી રાહત-બચાવ અંગે મોકડ્રીલ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભુજ અબડાસા તાલુકાના પીંગલેશ્વર (રાપરગઢ) ખાતે સુનામીથી રાહત-બચાવ અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુનામી આવે ત્યારે શું કરવું એના વિશે ગામ લોકોને સમજ આપવામાં આવી હતી.  આ મોકડ્રીલમાં બાળકો, સગર્ભા મહિલા, સિનિયર સિટીઝન, માછીમારો, પુરુષ અને મહિલાઓને સુનામી અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. મોકડ્રીલ અંતર્ગત સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા વાસ કોઠારા હોસ્પિટલમાં તથા બાકીના લોકોને જૈન સમાજ વાડી ખાતે શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો હતો. જ્યારે પશુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. મોકડ્રીલમાં અબડાસા પ્રાંત અધિકારીશ્રી કે. જે. વાઘેલા, સુરત મહાનગર સેવા સદનના CFOશ્રી વસંતકુમાર પરીખ, નાયબ…

Read More

રાસાયણિક ખેતીના કારણે કડક તથા ક્ષારવાળી બનેલી લાખોંદના ખીમજીભાઇ ચાવડાની જમીનને પ્રાકૃતિક ખેતીએ બનાવી ફળદ્રુપ

હિન્દ ન્યુઝ, ભુજ     રાસાયણિક ખેતીના કારણે મારી જમીન ખૂબ જ કડક તથા ક્ષારવાળી બની ગઇ હતી જેની અસર ઉત્પાદન પર પડી રહી હતી. જેના કારણે મે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું મન બનાવ્યું. વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીમાં વર્ષભર જીરૂ, ડુંગળી, બટાકા, લસણ, ઘઉં, શક્કરીયા, મકાઇ, ટામેટા, ધાણા પાકનું વાવેતર કરું છું તેવું લાખોંદના પ્રાકૃતિક ખેતી કરતા ખીમજીભાઇ જીવાભાઇ ચાવડાએ જણાવીને કચ્છના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.  ખીમજીભાઇ જણાવે છે કે, પહેલા રાસાયણિક ખાતરનો ખૂબ ઉપયોગ કરતો હતો. જેથી ખર્ચ વધી જવા સાથે વળતર પણ કઇં…

Read More