છોટાઉદેપુર તાલુકાની જામલી એમ. આઇ. ટેન્ક ઓવરફ્લો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર તાલુકાની જામલી એમ. આઇ. ટેન્ક તેના ફુલ સપ્લાઇ લેવલ ૧૧૨.૪૫ મી. સુધી ભરાઈ ગઇ છે અને જળાશયમાં હાલમાં ઉપરવાસથી પાણી ચાલુ છે. આ સિંચાઇ યોજના ૧૦૦% ભરાય ગયેલ છે અને વેસ્ટવિઅર પરથી ૦૫ સે.મી. ઓવરફ્લો થઇ રહેલ છે. જેને ધ્યાને લઈ નિચાણવાળા વિસ્તારમાં આવતા જામલી અને ડોલરીયા ગામના લોકોને નદી/વહેણ/કોતરમાં અવર જવર ના કરવા તાકીદ કરવામાં આવી છે.

Read More

સતત વરસાદની સ્થિતિમાં પણ સરાહનીય કામગીરી કરતું એમ.જી.વી.સી.એલ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે રોડ રસ્તા અને વીજળીના થાંભલા તેમજ વીજ લાઇનને નુકશાન પહોંચતા ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આવી પરિસ્થિતિમાં એમ.જી.વી.સી.એલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને વીર પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે તા.૨૬/૦૮/૨૦૨૪ના રોજ છોટાઉદેપુર તાલુકામાં ભારે વરસાદના કારણે વીજપોલ ધરાશાય થવાથી, વીજ વાયર ભેગા થવાથી, લાઈન તૂટી જવાથી અને લાઈન પર ઝાડ પડવાથી ૨૯ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. એમ.જી.વી.સી.એલ.ના લાઇન સ્ટાફ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તારીખ…

Read More

શિહોદ ચોકડી પાસેના ભારજ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો અને માણસોની અવરજવર પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-પ૬ પર પાવીજેતપુર પાસે શિહોદ ચોકડી પાસે આવેલ ભારજ પુલ પર તા.૨૯/૦૭/૨૦૨૩ ના રોજ નજરે પડેલ સેટલમેન્ટને કારણે ભારે વાહનોના વાહનવ્યવહાર બંધ તથા આરટીઓ પાસિંગ કેપેસિટી મુજબ ટુ-વ્હીલર તથા ફોર વ્હિલર વાહનો (LMV) જેવા કે કાર, જીપ, વાન, ઓટોરીક્ષા તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો તથા રાહદારી માટે શરતોને આધિન ખુલ્લો મુકવા તેમજ નવીન ટેમ્પરરી ડાયવર્ઝન ઉપરથી ભારે વાહનો પસાર કરવા તથા ચોમાસા દરમિયાન વરસાદને કારણે ટેમ્પરરી ડાયવર્ઝન ઉપરથી વધુ પાણી પસાર થાય અથવા ટેમ્પરરી ડાયવર્ઝનને નુકશાન થાય તેવા સંજોગોમાં ટ્રાફિક ડાયવર્ઝન…

Read More

દરિયા દેવ: ભાવનગર નજીક કોળીયાક ખાતે આવેલ પૌરાણિક નિષ્કલંક મહાદેવનું મંદિર આસ્થા અને અલૌકિક આનંદનો શુભગ સમન્વય

હિન્દ ન્યુઝ, ભાવનગર         ભારતમાં એવા તો ઘણા મંદિરો અને હિંદુ સ્થાપત્યો આવેલા છે જે પોતાની ભીતર ઘણા રહસ્યો સાચવીને બેઠા છે. દ્વારકા મંદિર હોય કે પછી ભાવનગર શહેરથી આશરે ૨૪ કિ.મી.ના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવનું મંદિર હોય, બધા જ મંદિરમાં કંઈક એવી અલૌકિક ઉર્જા છે. જેનાથી એ મંદિર શ્રદ્ધાળુંઓના આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની રહે છે. ભાવનગર નજીક કોળિયાકના દરિયાકાંઠે આવેલા પૌરાણિક નિષ્કલંક મહાદેવ મંદિર સાથે લાંબો અને ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે. સૌરાષ્ટ્રમાં યોજાતા લોક મેળામાં ભાવનગરના કોળીયાકનો મેળો ખુબ જ જાણીતો અને પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ…

Read More

ભાવનગર જિલ્લામાં આરોગ્યની સેવાઓ ૨૪ * ૭ મળી રહે એ હેતુથી આકસ્મિક ચકાસણી કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર      સરકાર આરોગ્યની સેવાઓ છેવાડાના માણસો સુધી પહોંચે તે માટે કટીબધ્ધ છે ત્યારે આરોગ્ય વિભાગ દ્રારા આરોગ્યની સેવાઓ મુખ્યત્વે ટર્સરી કેર, સેકન્ડરી કેર અને પ્રાયમરી કેર સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. જેમાંથી ટર્સરી અને સેકન્ડરી કેર જે ૨૪ * ૭ જનસમુદાયને જીલ્લા કક્ષાની હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ પુરી પાડવામાં આવે છે. આ અંગે જીલ્લા વિકાસ અધિકારી ગુણવંતસિંહ સોલંકી દ્રારા આ સેવાઓ ૨૪ * ૭ જનસમુદાયને મળી રહે છે કે કેમ? તે અંગેની આકસ્મિક ચકાસણી માટે જીલ્લા અને તાલુકા કક્ષાના વર્ગ-૧ અને…

Read More

તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ એ પાલીતાણા તાલુકાનો ચાર્જ સાંભળ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર       પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની અધિસુચનાથી તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ આર. ગોહિલ ની ફેરબદલી બોટાદ ખાતે થી પાલીતાણા તાલુકા ખાતે થતા શ્રી ગોહિલ જિલ્લા પંચાયત ભાવનગર ખાતે તા.૧૭/૦૮/૨૪ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ હાજર થયા હતા. પાલીતાણા તાલુકા પંચાયત જતા પહેલા જ સૌ પ્રથમ પાલીતાણા તાલુકાના જુના સરોડ અને મોખડકા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી.  વધુમાં તે જ દિવસે તાલુકા પંચાયત પાલીતાણાના તમામ સ્ટાફની રીવ્યુ બેઠક તેમજ તા. ૨૨/૦૮/૨૪ નાં રોજ તમામ તલાટી કમ મંત્રી ઓની સમીક્ષા બેઠક યોજી હતી. આ…

Read More

ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૪-૨૫ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર શહેર/ગ્રામ્ય સંચાલિત મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા (પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ)નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા માંગતી સંસ્થાઓએ પ્રવેશપત્ર ફોર્મ તથા નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ :- dydobvr.blogspot.co પરથી ડાઉનલોડ કરીને સુવાચ્ય અક્ષરે પ્રવેશપત્ર ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં…

Read More

ભાવનગરમાં રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૨૪ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી દ્વારા આજરોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીનાં જન્મ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૨૪ અંતર્ગત ભાવનગર ખાતે બાસ્કેટબોલ, એથલેટીક્સ અને હોકી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.  જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ જેઓએ રમતવીરોને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદસિંહજીના જન્મદિવસ અંતર્ગત ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસ વિષે માહિતગાર કર્યા હતા. તેમજ રમત કન્વીનર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હસમુખભાઈ ધામેલીયા, વી.એમ.જાળેલા, કે.વી.પંડ્યા, વાસુદેવસિંહ જાડેજા સહિતના…

Read More

શ્રાવણ કૃષ્ણ એકાદશી પર સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ         શ્રાવણ કૃષ્ણ એકાદશી પર સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગારથી શોભિત કરવામાં આવ્યા હતા. આ શ્રૃંગાર શૈવ અને વૈષ્ણવ ભક્તોના એકાત્મનું પ્રતીક છે. સોમનાથ મંદિરમાં શ્રાવણ કૃષ્ણ એકાદશીના દિવસે જ્યોતિર્લિંગ પર શ્રીનાથજીની એક વિશેષ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી સાથે યમુના મહારાણી અને મહાપ્રભુજી પણ આ શૃંગારમાં ઉપસ્થિત હતા. સનાતન ધર્મમાં વૈદ્વિધ્યમાં એકત્વ નું નિદર્શન કરાવનાર સોમનાથ મહાદેવના વૈષ્ણવ શૃંગાર ના દર્શન કરી ભક્તો ભગવાન વિષ્ણુ અને સોમનાથ મહાદેવના દર્શન નો લાભ મેળવી ધન્ય થયા હતા.

Read More

તારાપુર તાલુકાના ગલીયાણા ગામની મુલાકાત લેતા કલેક્ટર પ્રવીણ ચૌધરી

હિન્દ ન્યુઝ, આણંદ       આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે નિચાણવાળા ગામોમાં અને વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત તારાપુર વિસ્તારના ગામોમાં વાત્રક શેઢી નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી કાંઠાના ગામોમાં પાણી પ્રવેશ્યા હતા.         જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ તારાપુર તાલુકાના ગલીયાણા ગામની મુલાકાત લીધી હતી અને સાબરમતી નદી ઉપર આવેલ ગલિયાણા ગામ ખાતે અને ખાનપુર ગામે કાંસ ઉપર મુલાકાત કરીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.         કલેક્ટરએ ગ્રામજનો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, કુદરતી આપદાની આ પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર…

Read More