સતત વરસાદની સ્થિતિમાં પણ સરાહનીય કામગીરી કરતું એમ.જી.વી.સી.એલ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે રોડ રસ્તા અને વીજળીના થાંભલા તેમજ વીજ લાઇનને નુકશાન પહોંચતા ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આવી પરિસ્થિતિમાં એમ.જી.વી.સી.એલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને વીર પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે.

જે અન્વયે તા.૨૬/૦૮/૨૦૨૪ના રોજ છોટાઉદેપુર તાલુકામાં ભારે વરસાદના કારણે વીજપોલ ધરાશાય થવાથી, વીજ વાયર ભેગા થવાથી, લાઈન તૂટી જવાથી અને લાઈન પર ઝાડ પડવાથી ૨૯ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. એમ.જી.વી.સી.એલ.ના લાઇન સ્ટાફ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તારીખ છોટાઉદેપુર સબ ડિવિઝનમાં કમ્પ્લેઇન સેટર પર ૬૫ કમ્પ્લેઇન અને ૫૭ કમ્પ્લેઇન ઓનલાઇન નોંધાઇ હતી. આ તમામ ફરિયાદો પરત્વે સકારાત્મક કામગીરી કરવામાં આવી છે.

તેવી જ રીતે તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ છોટાઉદેપુર સબ ડિવિઝનમાં કમ્પ્લેઇન સેન્ટર પર ૨૭ કમ્પ્લેઇન અને ૧૮ કમ્પ્લેઇન ઓનલાઈન નોંધાઈ હતી, જેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

તદુપરાંત છોટાઉદેપુર તાલુકાના લેહવાંટ ગામમાં ૭૦ જેટલા ઘરોમાં વીજ સમસ્યાનો ઉકેલ લાવીને જાંબલી ફળિયા અને રાયણી ફળિયામાં વીજ પોલ પર સમારકામ કરી વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં સમારકામની કામગીરી હાલમાં પણ ચાલુ છે અને એમ.જી.વી.સી.એલ.ના કર્મયોગીઓ દિવસ રાત સેવા આપી રહ્યા છે.

Related posts

Leave a Comment