ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ઉદ્ભવે તે માટે પૂર્વતૈયારીઓ અંગે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આપ્યું માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગચાળો ન ઉદભવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે જિલ્લા સેવા સદનના વીડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંચારી રોગ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરએ પીવાના પાણીના તમામ સ્ત્રોતની આજુબાજુ સ્વચ્છતાનું ઉંચુ ધોરણ જળવાય અને ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લામાં ક્લોરીનેશનની કામગીરી યોગ્ય રીતે થાય, રોગચાળો ઉદભવે જ નહીં તે માટે પૂર્વ તૈયારીઓ અને કામગીરી કરવા માટે અધિકારીઓનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેકટરએ જિલ્લામાં ડેન્ગ્યૂ, ટાઈફોઈડ, સિઝનલ ફ્લૂ, પાણીજન્ય બીમારીઓ વગેરે રોગચાળાની સ્થિતિનો તાગ મેળવી રોગચાળા સર્વેલન્સ અને…

Read More

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઈણાજ, કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સર્વ શ્રી ભગવાનભાઈ બારડ, પ્રદ્યુમન ભાઈ વાજા, વિમલભાઈ ચુડાસમા દ્વારા સાર્વજનિક જગ્યામાં વોલ કમ્પાઉન્ડ, ટેટ્રાપોલ બનાવવામાં ગુણવત્તા, બંદર ખાતે ચાલતી કામગીરી અંગેના પ્રશ્નો, સરકારી હોસ્પિટલને લગતા પ્રશ્નો, ફિશમાર્કેટ, નેશનલ હાઈવે પરના ડિવાઈડર, ફાચરિયા ગામે ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતા. સમસ્યાઓનું નિરાકરણ એ જ એકમાત્ર ઉપાયના સૂત્રને અનુલક્ષીને કલેક્ટરએ જનપ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાનમાં લઈ મિટિંગમાં રજૂ થયેલા પ્રશ્નો…

Read More

સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી-જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      21મી સદીમાં ડિજિટલ જગતનો વ્યાપ વધ્યો છે. ડિજિટલ યુગના ફાયદાઓ સામે ગેરફાયદાઓ પણ એટલા જ છે. ડિજિટલ સંશાધનોનો ઉપયોગ વધવાની સાથે જ હેકિંગ, મહત્વના ડેટાની ચોરી, સેક્સટોર્શન, સાયબર બુલિંગ સહિત ફાઈનાન્શિયલ ફ્રોડ જેવા સાઈબર ક્રાઈમ પણ વધ્યા છે. સામાન્ય નાગરિક આ ફ્રોડના અજગર ભરડામાં ફસાઈ પોતાની મહેનતના નાણાં ન ગુમાવે તે માટે ગીર સોમનાથ પોલીસ પણ સતત માર્ગદર્શન આપી રહી છે. તા.01 જાન્યુઆરીથી લઈ 31 મે સુધી ઓનલાઇન નાણાકિય છેતરપિંડીમાં ભોગ બનનારના કુલ રૂ.17,03,801 જેટલી રકમ પરત અપાવી ગીર સોમનાથ પોલીસની સરાહનિય કામગીરી રહી…

Read More