કોડીનાર તાલુકામાં મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષીને કોડિનાર તાલુકામાં વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યાં છે. જેમાં મૂળદ્વારકા(મઠ) સહિતના તમામ બૂથોમાં ‘તમારા મતદાન મથકને જાણો’ અંતર્ગત તમામ બુથોની નાગરિકોએ મુલાકાત લીધી હતી અને ચૂનાવ પાઠશાળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  ઉપરાંત માછીમાર સમાજની મહિલાઓ પણ પુરુષો સાથે કદમથી કદમ મિલાવીને મતદાન કરે તે માટે સંવાદ સાધીને નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા. મનરેગામાં કામ કરતા મજૂરો, કંપનીઓના કર્મચારીઓ, શ્રમજીવીઓ સહિત વિવિધ જગ્યાઓએ મતદાન જાગૃતિ અંતર્ગત બહોળી…

Read More

જનરલ નિરીક્ષકની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભા સમાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે તા. ૦૭ મે ના રોજ જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં મતદાન થવાનું છે ત્યારે આ ચૂંટણીમાં રોકાયેલા માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમનું આયોજન ૧3- જૂનાગઢ સંસદીય મત વિસ્તારના જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શ્રી રામમંદિર ખાતે આવેલ સભાગૃહમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમમાં ઉપસ્થિત માઈક્રો ઓબ્ઝર્વરને સંબોધિત કરતાં જનરલ નિરિક્ષક હાશમીએ જણાવ્યું કે, મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે માઈક્રો ઓબ્ઝર્વરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચૂંટણીમાં રોકાયેલા તમામ કર્મચારીઓને…

Read More

૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું સેકન્ડ રેન્ડમાઈઝેશન યોજાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર અંતર્ગતના ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર છે. જે અંતર્ગત આજે ઇણાજ ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું સેકન્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦- સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર અને ૯૩-ઉના એક કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વરની સેકન્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઇઝેશનને આધારે કયા માઈક્રો ઓબ્ઝર્વર કયા મતવિભાગમાં…

Read More

વેરાવળમાં ભૂલા પડેલા વિશાખાપટ્ટનમના વ્યક્તિને માદરે વતન પહોંચવા જરૂરી મદદ કરી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભાની ચૂંટણી કામગીરી વચ્ચે અતિવ્યસ્ત ગીર સોમનાથના જિલ્લા કલેક્ટરની વહીવટી કુનેહ સાથે તેમના માનવતાવાદી અભિગમના દર્શન તાજેતરમાં એક કિસ્સામાં થયાં છે. કિસ્સો એવો છે કે, વિશાખાપટ્ટનમના સુબ્રમણ્યમ નામનો વ્યક્તિ વેરાવળ ખાતે કોઈ કામ અર્થે આવ્યો હતો અને તેની બેગ સાથેની તમામ વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. સુબ્રમણ્યમને તેલુગુ ભાષા સિવાય અન્ય કોઈ ભાષા આવડતી નહોતી તેથી તે પોતાની જરૂરિયાત વિશેની માહિતીનું આદાનપ્રદાન પણ કરી શક્યો નહોતો. અજાણ્યો મુલક, અજાણી પરિસ્થિતિ અને અજાણ્યા વાતાવરણમાં ક્યાં જવું તે વિશે તેને કશું સૂઝતું ન હતું. તેવા સમયમાં તેણે…

Read More

પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ પી.એસ.ગઢવીએ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કોઈપણ મતદાર પોતાનાં મતદાનનાં અધિકારથી વંચિત ન રહી જાય અને જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તેવા સંકલ્પ સાથે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. આજે સાંજે વેરાવળ બાર એસોસિએશન દ્વારા મતદાન જાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજેન્દ્રભૂવન રોડ ખાતે આવેલ કોર્ટ બિલ્ડીંગ ખાતેથી પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ પી.એસ.ગઢવીએ આ બાઈક રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સહિતના અધિકારીઓ અને વકીલો જોડાયા હતાં. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ પી.એસ.ગઢવીએ…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ અન્વયે ટ્રાફિક સહિતની સમસ્યા નિવારવા અમુક માર્ગોને પ્રતિબંધિત જાહેર કરાયાં

હિન્દ ન્યુઝ, જામનગર       આવતીકાલ તા.૦૨/૦૫/૨૦૨૪ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય મહાનુભાવશ્રીના પ્રાવસ રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તેમજ ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા, ટ્રાફીકને વૈકલ્પીક રસ્તાઓ પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા મહાનુભાવ ની સલામતીની દ્રષ્ટીએ તમામ પ્રકારના વાહનો માટે તા.૦૨/૦૫/૨૦૨૪ ના રોજ અમુક રૂટ, રસ્તા બંધ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો માર્ગ બંદ રહેશે જ્યારે તેના વૈકલ્પિક રૂટ તરીકે સાત રસ્તા સર્કલથી એસ.ટી.બસસ્ટેન્ડ રોડ…

Read More

તા.૦૨/૦૫/૨૦૨૪ રોજ સવારના ૬-૦૦ કલાક થી બપોરના ૪-૦૦ કલાક દરમિયાન કેટલાક માર્ગ ઉપરથી ભારે વાહનો તથા જવલનશીલ પદાર્થ ગેસ ભરેલા વાહનો પસાર થઇ શકશે નહીં

હિન્દ ન્યુઝ, આણંદ    આગામી તા. ૦૨ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદના કરમસદ શકિતનગર હેલીપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે પધારી રોડ માર્ગે નીકળી શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર ખાતે જાહેરસભામાં પધારનાર હોય વડાપ્રધાનનાં આ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમન જળવાઇ રહે તથા સુરક્ષાની દ્રષ્ટિએ આણંદ શહેર-તાલુકાના કેટલાંક માર્ગો પર તા. ૦૨/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૬-૦૦ થી બપોરના ૪-૦૦ કલાક સુધી વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તા. ૦૨/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૬-૦૦ થી બપોરના ૪-૦૦ કલાક દરમિયાન કેટલાક રસ્તાઓ પરથી પસાર થતા વાહનોની…

Read More