હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ બાદલપરા ગામમા ગાયના ચારાના ગોડાઉનમા આગ લાગી હતી. ફાયર વિભાગ જાણ થતા ત્વરિત સ્થળ પર પહોચીની આગને બુઝાવવામાં આવી હતી. બાદલપરા રામભાઈ ધાનાભાઈ બારડના ગાયના ચારાના ગોડાઉનમા આગ લાગી હતી જેની જાણ ફાયર ટીમને થતા ફાયરના ડીસીપીઓ નરેન્દ્રસિંહ તેમજ ફાયરમેન વિક્રમભાઈ ખટાણા અને રામભાઇ વંશની ટીમ અને ફાયર વિભાગના અધતન સાધનો સાથે ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ને સંપૂર્ણ રીતે બુઝાવવામાં આવી હતી.
Read MoreMonth: February 2024
ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરતી રાજ્ય સરકાર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર લોકોની સુખાકારી અને સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા શહેરમાં ઘર વિહોણા લોકો માટે પોતાનુ પાકુ મકાન બાંધી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અમલમાં છે.જેના લીધે રાજ્યનાં અનેક પરીવારોને રહેવા માટે સુવિધાયુકત પાકા મકાનની છત મળી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત પાકું મકાન બનાવવા માટે વેરાવળ શહેરના રહેવાસી મંજુલાબહેન લલિતભાઈ ડાભીને રુ. ૩.૫૦ લાખની સહાય મળી હતી.આ સહાયના સહારે મંજુલાબહેન સુવિધાયુકત પાકુ મકાનનુ નિર્માણ કર્યુ…
Read Moreપ્રધાનમંત્રી આવાસ યોજનાની સુવિધાથી પરિવાર થયો ખુશખુશાલ : આશાબેન છટીદાર
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના રહેવાસી આશાબેન છટીદારને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત સવા ત્રણ લાખમાં ઘરનું ઘર મળતા તેમનો પરિવાર ખૂબ જ ખુશખુશાલ થયો છે. આ અંગે આશાબેને વધુમાં જણાવ્યું હતું કે તેમનો પરિવાર આવાસ યોજના નું ઘર જોવા માટે ગયો હતો જેમાં સુવિધા જોઈને બધાને ખૂબ જ સંતોષ થયો છે આ ઉપરાંત તેઓને ભાડાના મકાનમાં થતી મુશ્કેલી અંગે પણ તેમને જણાવ્યું હતું. ભાડાના મકાનમાં રહેતા હોય ત્યારે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ખ્યાલ આવતા તેમને ફોર્મ ભર્યું હતું અને તેમને ઘર નું ઘર મળતા સ્વપ્ન સાકાર થયું છે.…
Read Moreપ્રધાનમંત્રી આવાસ યોજના થકી ભાડાના મકાનમાંથી મળી મુક્તિ: કિંજલ બેન ત્રિવેદી
હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના થકી ભાવનગરના રહેવાસી કિંજલબેન ત્રિવેદીને ઘરનું ઘર મળતા તેઓને ભાડામાંથી મુક્તિ મળી હોવાનું જણાવ્યું હતું. કિંજલબેન એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ સુવિધા યુક્ત છે તેમાં લિફ્ટ, ગેસ લાઇન લાઈટ કનેક્શન તેમજ અન્ય સુવિધાઓ પણ ખૂબ જ સારી છે. ભાડાના મકાનમાં તેઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના થી ઘરનું ઘર મળતા બચત થશે અને આ બચત થી બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉચ્ચ એજ્યુકેશનમાં મદદરૂપ થશે.
Read Moreલોકસભા ચૂંટણીના ૮૮ મદદનીશ ચૂંટણી અધિકારીઓના પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો બીજો તબક્કો સંપન્ન
હિન્દ ન્યુઝ, ભાવનગર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા.૦૯ જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ૮૮ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી. તા.૦૯ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલા આ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમમાં મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઉમેદવારી પત્રો અને તેને સંલગ્ન બાબતો, EVM-VVPATના સંગ્રહ-પરિવહન…
Read Moreભાવનગરની સમરસ કુમાર ક્ષાત્રાલય ખાતે ફાયર સેફટી એન્ડ ડેમોસ્ટ્રેશન યોજાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગરના હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગર ખાતે ફાયર સેફટી એન્ડ ડેમોસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ઓફિસર જાડેજા સાહેબની સમગ્ર ટીમ તેમજ પ્રોજેકટ ઓફિસર, ફાયર મેન દ્વારા છાત્રાલયમાં નિવાસ કરતાં છાત્રો તેમજ છાત્રાલય ખાતે ફરજ બજાવતા હાઉસ કીપીંગ કર્મચારી, સિક્યુરિટી ગાર્ડ, લિફ્ટ મેન, ફાયર મેન, કેન્ટીન સ્ટાફ વગેરે તમામ ૫૦૦ થી વધુ છાત્રો અને કર્મચારીઓને હાઈરાઇઝ બિલ્ડીંગમાં ફાયર એક્ષ્ટિંગ્યુશર સબંધિત તમામ સમજણ પૂરી પાડવામાં આવી તેમજ અચાનક આગ લાગવાના કિસ્સામાં ફાયર સિસ્ટમનો કેવી રીતે ઉપયોગ કરવો…
Read Moreવીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો અંગે સમિક્ષા બેઠક યોજતા ગીર સોમનાથ કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ના ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી ઇણાજ ખાતે ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લામાં ચાર સ્થળોએ યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ અન્વયે સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમના સુનિયોજીત આયોજન અંગેની બેઠકમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વ્યવસ્થિત આયોજન થાય તે અંગેની ચર્ચા વિચારણા કરી આયોજનમાં કોઈ કચાશ ના રહી જાય તેની ઝીણામાં ઝીણી બાબતોની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ, તાલાલા, કોડિનાર અને વેરાવળ…
Read Moreપાક્કું મકાન બનતા અગવડતાં દૂર થઈ, હવે આશરાની ચિંતા ટળી : આવાસ યોજનાના લાભાર્થી ભગાભાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં છે ત્યારે જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ આશીર્વાદરૂપ બની છે. આ યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકા મકાન બનાવવા રૂ. ૧ લાખ ૨૦ હજારની સહાય આપી સરકાર આર્થિક રીતે મદદરૂપ બને છે. તાંતીવેલાના રહેવાસી ગાવડિયા ભગાભાઈ ગોગાભાઈ પણ આવા જ લાભાર્થી છે. જેમણે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે પોતાનો સુખદ પ્રતિભાવ આપતાં ભગાભાઈએ કહ્યું હતું કે, હું લીલોચારો વેચવાનું કામ કરૂ છું. એમાં ઘરનું ગાડું માંડ ગબડે…
Read Moreવેરાવળના તાંતીવેલાના ખીમાભાઈને મળ્યું ઘરનું ઘર
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ રાજ્ય સરકાર સતત નવા આયામો સ્થાપિત કરીને રાજ્યના છેવાડાના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે દિશામાં સતત કાર્યરત છે. સરકાર દ્વારા ઘર વિહોણા કાચા મકાનોમાં રહેતા કુટુંબો કે જેઓ પાસે રહેવાલાયક મકાન ન હોય, જર્જરિત મકાન ધરાવતાં હોય, પોતાનો ખુલ્લો પ્લોટ હોય તેમના માટે રાજ્ય સરકાર દ્વારા પાકા મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. જે અંતર્ગત પાકું મકાન બનાવવા માટે વેરાવળ તાલુકાના તાંતીવેલા ગામના રહેવાસી ખીમાભાઈ જીણાભાઈ કામળીયાને રુ. ૧.૨૦ લાખની સહાય મળી હતી.…
Read More13, 14 एवं 15 फरवरी को थानों पर कैंप लगाकर किया जाएगा आर्म्स सत्यापन- जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार आसन्न लोकसभा आम निर्वाचन, 2024 को स्वतंत्र, निष्पक्ष एवं भयमुक्त माहौल में संपन्न कराने को लेकर जिलाधिकारी यशपाल सिंह मीणा एवं जिला पुलिस अधीक्षक कार्तिकेय कुमार के द्वारा सभी को कोषांगों के वरीय एवं नोडल पदाधिकारी तथा ई आर ओ के साथ बैठक कर कई आवश्यक निर्देश दिये गये हैं। सर्वप्रथम आर्म्स सत्यापन पर फोकस करते हुए जिलाधिकारी यशपाल सिंह मीणा ने कहा कि 13 फरवरी से 15 फरवरी तक जिला के सभी स्थानों पर कैंप लगाकर आर्म्स सत्यापन करा ली जाए। इसमें कोई लाइसेंसधारी…
Read More