ભાવનગરની સમરસ કુમાર ક્ષાત્રાલય ખાતે ફાયર સેફટી એન્ડ ડેમોસ્ટ્રેશન યોજાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગરના હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગર ખાતે ફાયર સેફટી એન્ડ ડેમોસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ઓફિસર જાડેજા સાહેબની સમગ્ર ટીમ તેમજ પ્રોજેકટ ઓફિસર, ફાયર મેન દ્વારા છાત્રાલયમાં નિવાસ કરતાં છાત્રો તેમજ છાત્રાલય ખાતે ફરજ બજાવતા હાઉસ કીપીંગ કર્મચારી, સિક્યુરિટી ગાર્ડ, લિફ્ટ મેન, ફાયર મેન, કેન્ટીન સ્ટાફ વગેરે તમામ ૫૦૦ થી વધુ છાત્રો અને કર્મચારીઓને હાઈરાઇઝ બિલ્ડીંગમાં ફાયર એક્ષ્ટિંગ્યુશર સબંધિત તમામ સમજણ પૂરી પાડવામાં આવી તેમજ અચાનક આગ લાગવાના કિસ્સામાં ફાયર સિસ્ટમનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે છાત્રો અને કર્મચારીઓને લાઈવ ડેમો કરાવી માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આમ આ છાત્રાલયમાં રહેતા છાત્રોની સુરક્ષા માટે આ ફાયર સેફટી એન્ડ ડેમોસ્ટ્રેશનમા સમરસ છાત્રાલયના અધિકારી એમ.કે.રાઠોડ, વી.સી.વસાણી તથા મહાનગર પાલિકાના ફાયર ડેપ્યુટી ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

Related posts

Leave a Comment