હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ છોટા ઉદેપુરના કવાંટ તાલુકામાં ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે નિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું લોકોર્પણ કરીને તાલુકાને મળતી સેવાઓમાં ઉમેરો કરશે. લોકાર્પણ સમારોહ બપોરે ૧૨.૩૦ કલાકે યોજાશે. જ્યાં છોટા ઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા કલેકટર શ્રીમતી સ્તુતિ ચારણ સહિતના પદાધિકારી, અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં ગૃહ રાજયમંત્રી નાગરિકોને નવીન બસ સ્ટેશનની ભેટ આપશે.
Read MoreDay: December 29, 2023
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે હવેથી ન્યુરોસર્જન સુપર સ્પેશ્યાલીટીની સેવાઓ ફૂલ ટાઈમ મળી રહેશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લાની એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે ન્યુરોસર્જન સુપર સ્પેશ્યાલીટીની સેવાઓ હાલ (ફૂલ ટાઈમ) ડો. તેજસ ચોટાઈનાં જોડાવવાથી શરુ થયેલ છે. તેઓ દર શુક્રવારે ઓપીડી અને મંગળવાર તથા ગુરુવારે ઓપરેશન કરશે. આ ઉપરાંત સંસ્થા ખાતે બે ન્યુરોસર્જન ડો. હર્ષ શાહ (દર બુધવારે) અને ડો. પવન વસોયા (દર સોમવારે) પણ સી.એમ.સેતુ અંતર્ગત સુપર સ્પેશ્યાલીટી સેવાઓ આપી રહ્યા છે. સી.એમ.સેતુ અંતર્ગત વિવિધ સુપર સ્પેશ્યાલીટી જેવી કે ડો. ધીરેન બુચ, યુરોલોજીસ્ટ (દર બુધવારે) ડો. કુશલ કપાસી (દર શુક્રવારે), ડો. અમિત સીતાપરા, પીડીયાટ્રીક સર્જન…
Read Moreજામનગર જિલ્લામાં આગામી તા.07 જાન્યુઆરીના કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત જાહેરાત ક્રમાંક 47/2023-24 ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 ની લેખિત પરીક્ષાઓ યોજાશે. જામનગર જિલ્લામાં આગામી તા.07/01/2024 ના રોજ સવારના 10:00 કલાકથી બપોરના 01:00 સુધી અને બપોરના 03:00 કલાકથી સાંજના 06:00 સુધી લેખિત પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. તેથી, જામનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે…
Read Moreજામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ-2.0 નું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતીક પ્રવૃતીઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગતનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જામનગર સંચાલીત જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલમહાકુંભ-૨.૦નું આયોજન દર વર્ષેની જેમ આ વર્ષે પણ થનાર છે. ચાલુ વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨.૦માં MR (માનસિક ક્ષતિગ્રસ્ત), OH (શારીરિક ક્ષતિગ્રસ્ત), Blind (અંધજન), HI (ડેફ) ખેલાડી જિલ્લા કક્ષાએ યોજાતી વિવિધ રમતોમાં વયજુથ મુજબ ભાગ લઇ શકશે. આ સ્પેશિયલ ખેલમહાકુંભ-૨.૦-૨૦૨૩માં ભાગ લેવા ઇચ્છતાં જામનગર જિલ્લાનાં દિવ્યાંગ ખેલાડીઓ નિયત નમુનાનું અરજી ફોર્મ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,…
Read Moreજામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 11 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “જિલ્લા સાવગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગત તા.28 ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર બી. એ. શાહે રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. આ કાર્યક્રમમાં કુલ 21 પ્રશ્નો પૈકી 11 રજૂઆતો અને પ્રશ્નોનો હકારાત્મક તેમજ બે રજુઆતોનો નકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
Read Moreધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલા વાહનોના માલિકોએ વાહન છોડાવવા અંગે
હિન્દ ન્યુઝ, જામનગર ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે જુદા-જુદા ગુન્હાના કામે તેમજ એમ.વી.એકટ-૨૦૭ ના કામે કબ્જે કરવામા આવેલ જે નીચે જણાવેલ વાહન માલીકોને અવાર-નવાર પોલીસ સ્ટેશન દ્વારા લેખીત તથા મૌખીક જાણ કરવા છતા વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આગામી 7 દિવસમાં તેઓને વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ કાયદાકીય નિયમો અનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમા ઉપજેલ નાણા સરકાર ખાતે જમા કરવામા આવશે.જે માલિકોને વાંધા અરજીઓ હોય તેઓએ 7 દિવસની અંદર ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ આવેલી રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે.…
Read Moreજામનગર જિલ્લાના એમએસએમઇ એકમો આત્મનિર્ભર ગુજરાત પોલિસી અંતગર્ત યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે
હિન્દ ન્યુઝ, જામનગર સરકારના ઉદ્યોગ અને ખાણવિભાગ દ્વારા એમએસએમઈ એકમો માટે આત્મનિર્ભર ગુજરાત પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. જે અન્વયે પોલિસીમાં સામેલ યોજનાને લગત પરિપત્રો, ગાઈડલાઇન, અરજીફોર્મ, ચેકલીસ્ટ તેમજ જરૂરી ફોર્મેટના નમૂના www.msmec.gujarat.gov.in પર મૂકવામાં આવી છે. જામનગર જિલ્લાના જે ઉદ્યોગકારોને પોલિસી અંતર્ગત યોજનાનો લાભ લેવો હોય તેઓ યોજનાને લગત નિયત નમૂના મુજબનું અરજીફોર્મ ચેકલીસ્ટની વિગતો સાથે યોજનાને લગત સમયમર્યાદામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સેવા સદન-3, લાલબંગલો ખાતે મોકલી આપવાનું રહેશે. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read Moreલાલપુર તાલુકામાં ખટીયા અને ધરમપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું
”જન જનના સપના સાકાર કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા” હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. જામનગર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહયા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટીયા અને ધરમપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારીને સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં આયોજિત તેમજ આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. સોઈલ હેલ્થ કાર્ડ…
Read Moreલાલપુર તાલુકામાં ટેભડા અને ગોદાવરી મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓના લાભો દરેક નાગરિક સુધી પહોંચાડવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે રાજ્યભરમાં ઠેર-ઠેર ”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા અને ગોદાવરી મુકામે ગ્રામજનો દ્વારા સંકલ્પ રથ અને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી પુરી પાડી હતી. આ ઉપરાંત, લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાને મળેલા…
Read Moreજામનગર જિલ્લાના ખેડૂતો સનેડો કૃષિ સાધનની ખરીદી પર સહાય મેળવવા માટે અરજી કરી શકશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના ખેડૂતો સહિત સમગ્ર રાજ્યભરના ખેડૂતો માટે સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ માટે ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર આગામી તા.28/01/2024 સુધી કરી શકાશે. ચાલુ વર્ષે ઓનલાઈન અરજીઓ મેળવવા બાબતે જે-તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહે છે. જે બાબત ધ્યાનમાં રાખતા, જામનગર જિલ્લાના તમામ ખેડૂત મિત્રો જો ઉક્ત યોજનામાં લાભ મેળવવા માંગતા હોય, તો તેમણે ઓનલાઈન અરજી કરતી વખતે ૮-અ, આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ…
Read More