જામનગર જિલ્લામાં આગામી તા.07 જાન્યુઆરીના કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર

     ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત જાહેરાત ક્રમાંક 47/2023-24 ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 ની લેખિત પરીક્ષાઓ યોજાશે. જામનગર જિલ્લામાં આગામી તા.07/01/2024 ના રોજ સવારના 10:00 કલાકથી બપોરના 01:00 સુધી અને બપોરના 03:00 કલાકથી સાંજના 06:00 સુધી લેખિત પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.

તેથી, જામનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટર્સ અને કોપીયર મશીન પરીક્ષાના સમય દરમિયાન બંધ રહે, તેમજ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ અને અન્ય અનધિકૃત સાહિત્ય વગેરે સાથે ના લઈ જાય તે માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવા જરૂરી જણાય છે.

જામનગર જિલ્લામાં પરીક્ષા માટે નિર્ધારિત કરવામાં આવેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારની હદમાં આવતા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ અને અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ આગામી તા.07 જાન્યુઆરીના રોજ સવારના 09:00 કલાકથી સાંજના 07:00 કલાક સુધી તેઓના કોપીયર મશીન દ્વારા પરીક્ષા વિષયક પત્રો અને દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.

આ ઉપરાંત, અત્રેના પરિશિષ્ટમાં જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ તેમજ અન્ય અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરી શકશે નહીંં. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક હુકમમાં જણાવવામાં આવ્યું છે.

આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 તળે શિક્ષાપત્ર થશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ સરકારી, અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન ધારકોને લાગુ પડશે નહીં.

જામનગર જિલ્લામાં પરીક્ષા માટે જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની યાદી…

નેશનલ હાઈસ્કૂલ, નંદન માધ્યમિક શાળા, કાલિન્દી સેકન્ડ અને હાયર સેકન્ડરી સ્કૂલ, આર.આર.શાહ હાઈસ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ, માતૃશ્રી એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય, એલ.જી.હરિયા સ્કૂલ, જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, પ્રણામી હાઈસ્કૂલ, શિશુવિહાર હિન્દી હાઈસ્કૂલ, જી.એસ.મહેતા કન્યા વિદ્યાલય, ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, સેન્ટ આન્સ હાઈસ્કૂલ, સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ અને ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલ.

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment