નર્મદા જિલ્લા નાં વરસાદમાં દેડીયાપાડા તાલુકો ૧૯૪૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

હિન્દ ન્યૂઝ, રાજપીપલા,

નર્મદા જિલ્લામાં તા.૨૧ મી સપ્ટેમ્બર,૨૦૨૦ ને સોમવારના રોજ સવારના ૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં -૦૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૦૫ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૯૪૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૪૪૪ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૯૩૦ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૯૦૦ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૮૦૫ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો, નર્મદા ડેમ-૧૩૭.૦૮ મીટર, કરજણ ડેમ-૧૧૪.૧૦ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૭૩ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૨ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૬.૧૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment