પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશન નો ઉપયોગ કરી સુરત શહેરના કતારગામ માંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે ૨ (બે)ઈસમને ઝડપી પાડતી ઢસા પોલીસ

હિન્દ ન્યૂઝ, બોટાદ,

બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મેહતા ની સૂચના તથા ઈ/ચા વિભાગીય પોલીસ અધિકારી ઝેડ.આર.દેસાઈ ના માર્ગદર્શન હેઠળ અનડિટેક્ટ ગુન્હા ડિટેકટ કરવા તથા ઘરફોડ કે અન્ય ચોરીઓના ભેદ ઉકેલવા સૂચનો થઈ આવેલ હોય જે અન્વયે તા. ૧૯/૦૯/૨૦૨૦ ના જે. વી. ચૌધરી ઈ /ચા પી. આઈ. ઢસા પોલીસ સ્ટેશન ની સૂચના મુજબ પ્રોહી પેટ્રોલિંગ મા ઢસા પોલીસ સ્ટેશન ના અના. હેડ કોન્સ. હરેશભાઇ વિરમગામા તથા સતીશ ભાઈ યાદવ તથા ગિરિરાજ સિંહ ગોહિલ તથા વિશ્વરાજસિંહ સરવૈયા તથા હરદીપસિંહ ગોહિલ અનિલદાન ગઢવી એ રીતેના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન અનિડા ગામ તાલુકા.ગઢડા, જિલ્લો.બોટાદ રમેશભાઈ રાઘવભાઈ ખેર ઉંમર વર્ષ ૪૦ વાળા ને હીરોહોન્ડા સ્પલેન્ડર મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવેલ હોય જેના વિરુદ્ધ એમ વી એ કલમ ૧૮૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ ત્યારબાદ મોટરસાયકલ શન્કાસ્પદ જણાતા ઈ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.ચૌધરી ની સૂચના મુજબ પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશન આધારે વાહન ના ચેસીસ નંબર. MBLHA10AMEHA28334 તથા એન્જીન નંબર HA10EJEHA59314 પરથી ચેક કરતા મોટરસાયકલ માલિક નું સરનામું સુરત શહેર વિસ્તાર નું હોય જે અંગે સુરત શહેર ના કતારગામ પોલીસ સ્ટેશન મા તપાસ કરાવતા મોટર સાયકલ ચોરી થયા અંગેનો સુરત શહેર ના કતારગામ પોલીસ સ્ટેશન મા ફ. ૧૪૫/૧૪ ipc કલમ ૩૭૯ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હોય અને મજકુર આરોપીએ સદરહુ, મોટરસાયકલ રજનીભાઇ બાબુભાઇ રાજપરા ઢસા ગામ ભાવનગર રોડ જિલ્લો બોટાદ પાસેથી લીધેલ હોવાનું જણાવેલ હોય જેથી ઉપરોક્ત બન્ને ઈસમો વિરુદ્ધ ધોરણસર ની કાર્યવાહી કરી સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશન ના અનડિટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી બન્ને આરોપીઓ ને સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશન ને સોંપવા તજવીજ કરી સરાહનીય કામગીરી કરતી ઢસા પોલીસ.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment