જામ વંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના દર્દી ૧૦૦ટકા રીકવરી સાથે ૦ ટકા મૃત્યુ પ્રમાણ, ૨૧ દર્દી સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા

હિન્દ ન્યૂઝ, જામનગર,

જામનગર જીલ્લાના જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ૧૮ગામોમાં વેશ્વિક કોરોનાની કુલ ૨૧ દર્દીઓ ને કોરોના પોઝીટીવ આજ સુઘી આવેલ આ તમામ ૨૧ દર્દીઓ સાજા થઇ ૧૦૦ ટકા રીકવરી રેટ સાથે અને એક પણ દર્દીનું ૧૮ ગામોમાં મૃત્યુ થયેલ નથી .એમ ઝીરો ટકા મોર્ટાલીટી રેટ સાથે તમામ આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો મેડીકલ ઓફિસર જામવંથલી દ્રારા આભાર માનેલ તેમજ અત્રે નોધવું રહ્યું કે માર્ચ ૨૦ થી આજદિન સુધી જામ વંથલીનો તમામ સ્ટાફ રાતદિવસ જોયાવગર એક પણ રજા લીધા વિના કોવીડ-૧૯ ની સામે જંગ લડી રહ્યા છે અને એ જંગમાં ખરેખર કોરોના વોરીયર બની ૧૮ ગામોના લોકોને કોરોના સામેના જંગ માં હાલ વિજય બની ૧૦૦ ટકા રીકવરી રેટ બદલ અભિનંદન ને પાત્ર છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment