એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી ગુજરાત “આત્મા” બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ-૨૦૧૯-૨૦

હિન્દ ન્યુઝ, ભુજ

                 ‘પાણી બચાવીને ડ્રીપ ઈરીગેશનથી ખેતીનું મહત્વ સમજી જો ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો સિસ્ટમબધ્ધ ખેતી કરે તો ધાર્યો નફો મેળવી શકે છે. ડ્રીપ પધ્ધતિ, સિસ્ટમેટીક ખેતી કરવાથી પાણીની બચત સાથે બમણું ઉત્પાદન થાય છે. ઓછું નિંદામણ અને ખર્ચ પણ ઘટે તેમજ ઉચ્ચ ગુણવત્તા અને વધુ પાક મેળવી શકાય છે” આ શબ્દો છે તાજેતરમાં રાજયસ્તરે બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ-૨૦૧૯-૨૦નો એવોર્ડ મેળવનાર પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઇ માવજીભાઇ વેકરીયાના. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નારણપર ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઇ વેકરીયાએ તાજેતરમાં જ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી ગુજરાત “આત્મા” દ્વારા રાજયસ્તરનો પ્રથમ બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ મેળવ્યો છે. વર્ષ ૨૦૧૯માં ૫૦૦૦ જેટલા દાડમના ઝાડના વાવતેરમાં ઝાડદીઠ ૮૦ કિલો દેશી ખાતર, લીંબોળી ખોળનું નિરણ, લોખંડના એંગલ, તારથી ઝાડને ટેકો આપી દાડમી ઉંચી કરી આયોજનબધ્ધ યોગ્ય માવજત કરી ૩૫૦૦ ગોટીકલમ અને ૧૫૦૦ ભગવા સિંદુરી ટીશ્યુકલ્ચર દાડમ ઉછરેલા ૬૦૦ થી ૯૦૦ ગ્રામના પ્રતિફળના ઉતારાની ગુણવત્તાના પગલે તેમણે દાડમના નીચા બજાર ભાવમાં પણ યોગ્ય ભાવ મેળવી રૂ.૯૦ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. કૃષિક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના ઉત્તમ પરિણામ મેળવી અન્ય ખેડૂતોને પ્રેરણા આપવા માટે તેમને બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ મળ્યો છે. ૧૮ એકરના ફાર્મમાં ૧૫ એકરમાં દાડમનું, બે એકરમાં ડ્રેગન અને બે એકરમાં આંબાનું વાવેતર કરેલ છે. વર્ષ ૨૦૧૯માં દાડમનું ઉત્તમ વાવેતર માટે રાજય સરકારનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ તાજેતરમાં મળેલ છે. કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના હાથે વિનોદભાઇ વેકરીયાને રૂ.૫૦ હજારની ઈનામી રકમ, પ્રમાણપત્ર ને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. મને વર્ષ ૨૦૧૯માં પાંચ હજાર દાડમના ઝાડમાંથી ૨૨૫ ટન દાડમ ઉત્પાદનમાંથી બજાર ભાવની રૂ.૩૫ હતો ત્યારે માલની ગુણવત્તા અને પ્રમાણના આધાર રૂ.૬૫ ના કિલો મેળવેલા હતા. રૂ.૧.૨૫ કરોડની આવક થયેલી જેમાંથી ૩૫ લાખનો ખર્ચ કરતાં રૂ.૯૦ લાખનો ચોખ્ખો નફો થયો હતો. ત્યારે મેં ખેડૂત વિનોદભાઇએ પોતાના ફાર્મ પર અંદાજે ૭૦૦ જેટલા ખેડૂતોની શિબિર કરી દાડમના વાવેતરથી લઇ વેપાર સુધીની ઝીણામાં ઝીણી વિગતોથી સૌને વાકેફ કર્યા હતા. દાડમ ફળની સારી ગુણવત્તા માટે સનબર્નથી બચાવવા ઝાડને ઢાંકવું, ડ્રીપ ઈરીગેશન કરવું, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો, રોગ જીવાત સમયે યોગ્ય દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવા તેમણે જણાવ્યું હતું. ખેડૂતોમિત્રોને તેમનું કહેવું છે કે અત્યારની ખેતી ખર્ચાળ છે. સિસ્ટમથી ખેતી કરવી જોઇએ ડ્રીપ નહીં અપનાવીએ, પાણીનો બગાડ કરીશું અને આયોજન વગર ખર્ચ કરીશું તો ઉત્પાદન અને આવક પર તેની ધારી આવક નહીં મળે.

Related posts

Leave a Comment