મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

               રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ની સંખ્યામાં યોજી શકાશે. ૮ મહાનગરો સહિત ૨૭ શહેરોમાં તા.૧૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે: આ નિર્ણયો આજે આવતીકાલે એટલેકે તા. ૪થી ફેબ્રુઆરી ૨૦૨૨થી અમલમાં આવશે અને તા. ૧૧ મી ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે. લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ તા. ૧૧ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. હોટેલ્સ, રેસ્ટોરન્ટસ ને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.  હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે.

Related posts

Leave a Comment