જામનગર જિલ્લાના એમએસએમઇ એકમો આત્મનિર્ભર ગુજરાત પોલિસી અંતગર્ત યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર

     સરકારના ઉદ્યોગ અને ખાણવિભાગ દ્વારા એમએસએમઈ એકમો માટે આત્મનિર્ભર ગુજરાત પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. જે અન્વયે પોલિસીમાં સામેલ યોજનાને લગત પરિપત્રો, ગાઈડલાઇન, અરજીફોર્મ, ચેકલીસ્ટ તેમજ જરૂરી ફોર્મેટના નમૂના www.msmec.gujarat.gov.in પર મૂકવામાં આવી છે. જામનગર જિલ્લાના જે ઉદ્યોગકારોને પોલિસી અંતર્ગત યોજનાનો લાભ લેવો હોય તેઓ યોજનાને લગત નિયત નમૂના મુજબનું અરજીફોર્મ ચેકલીસ્ટની વિગતો સાથે યોજનાને લગત સમયમર્યાદામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સેવા સદન-3, લાલબંગલો ખાતે મોકલી આપવાનું રહેશે. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Related posts

Leave a Comment