હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, જિલ્લાની મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી અર્થે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે.
જે અંતર્ગત મોટર સાયકલ, ટ્રાન્સપોર્ટ વાહનો તથા મોટરકારના નંબર માટે GJ30E, GJ30F, GJ30C GJ30T, GJ30P તથા GJ30A સીરીઝમા ગોલ્ડન/સિલ્વર નંબર માટે RE-AUCTION શરૂ કરવામા આવેલ છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી, ઓનલાઇન http/fancy.parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરી REAUCTION મા ભાગ લઇ શકે છે.
આ માટે (૧) તા. ૧૬/૦૨/૨૦૨૬ થી ૧૮/૦૨/૨૦૨૬ ના રોજ RE-AUCTION માટેનુ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા અને એપ્લીકેશન કરવાની રહેશે. (૨) તા. ૧૮/૦૨/૨૦૨૬ થી ૨૦/૦૨/૨૦૨૬ના રોજ AUCTION માટેનુ BIDDING OPEN થશે. (૩) હરાજીનું પરિણામ તારીખ ૨૦/૦૨/૨૦૨૬ પછી કરવામાં આવશે.
હરાજી માટેની શરતો.
વાહન માલિકે સૌ પ્રથમ http/fancy.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાનું રહેશે. ત્યારબાદ સદર વેબ સાઇટ પર લોગઇન કરીને વાહન ખરીદ કર્યાની તારીખ થી ૭ દિવસની અંદર CNA ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિક ગોલ્ડન અને સિલ્વર નંબર પર થી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પુર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિક પોતાની બીડ ઉપરોક્ત દર્શાવેલ સમય ગાળા દરમિયાન વધારી શકશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ડાંગની એક અખબારી યાદીમા જણાવાયુ છે.
