હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર જનજન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરીને આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પહોંચાડવાની સંકલ્પ સાથે વડાપ્રધાનએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઝારખંડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” છોટાઉદેપુરના ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ” પહોંચાડી રહી છે. આ સંકલ્પ યાત્રાનું જેતપુર પાવી તાલુકાના આંબાઝટી ગામે આગમન થતા ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો…
Read MoreMonth: December 2023
વિકસિત ભારત સંકલ્પ યાત્રા – શિયાળ ભાવુબેન અશોકભાઈને મળ્યું સ્થળ ઉપર જ આયુષ્માન કાર્ડ
હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત છેવાડાના ગામોમાં વિકસિત ભારત રથ જઈ રહ્યો છે ત્યારે સ્થળ ઉપર જ વિવિધ સ્ટોલ દ્વારા સરકારની વિવિધ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન તથા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે શ્રી ખરેડ પ્રાથમિક શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી શ્રીમતી ભાવુબેન અશોકભાઈ શિયાળને આયુષ્માન કાર્ડ સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરાયું. આયુષ્માન કાર્ડ થકી વર્ષમાં એક વાર કોઈ પણ ગંભીર બીમારીની ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સહાય આપવામાં આવશે. સ્થળ પર જ છેવાડાના માનવી સુધી સરકાર પહોંચીને સહાય આપી રહી છે તે બદલ શિયાળ ભાવુબેન અશોકભાઈ…
Read Moreમેરી કહાની મેરી ઝુબાની – આયુષ્માન કાર્ડ દ્વારા ખરેડ ગામની બે વર્ષની બાળકીને મળી હૃદયની બીમારી મળી નિઃશુલ્ક સારવાર
હિન્દ ન્યુઝ, ભાવનગર મહુવા તાલુકાના ખરેડ ગામમાં રહેતા શ્રીમતી માનુબહેન જેઠવાની બાળકીને હૃદયની બીમારી હોવાનું નિદાન થયું હતું, જેના કારણે આ માતા દીકરીની ગંભીર પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત હતા. ૮ દિવસ ખરેડ ગામની પ્રાઇવેટ હોસ્પિટલ દાખલ કરાવ્યાં બાદ કોઈ નિવારણ આવ્યું નહોતું. તેઓ ત્યારબાદ ભાવનગર જિલ્લાની હોસ્પિટલમાં બાળકીની તપાસ કરાવી ત્યારે તેમને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લેવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ અમદાવાદની યુ.એન મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગયા. આ હોસ્પિટલમાં તેમની બે વર્ષીય પુત્રીને આયુષ્માન કાર્ડ અંતર્ગત હૃદયની બીમારીની નિઃશુલ્ક સારવારનો થઇ છે. પ્રથમ…
Read Moreમેરી કહાની મેરી ઝુબાની – ખરેડ ગામના રવજીભાઈ ઢાપાને મળી રહી છે નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને રૂ. ૫૦૦ની સહાય
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકાર ટી.બી મુક્ત ગામ અંતર્ગત નિક્ષય પોષણ યોજના ટી.બી.ના દર્દીઓને સહાય આપે છે. દરેક ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક આહાર માટે દવા ચાલુ રહે ત્યાં સુધી ૫૦૦ રૂપિયાની સહાય દર મહિને સરકાર તરફથી દર્દીના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓને દર ૬ મહિને અનાજની કિટ આપવામાં આવે છે જેમાં ગોળ, મગ અને ચોખાનો સમાવેશ થયેલ છે. આવી રીતે સરકાર દ્વારા દર્દીના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રવજીભાઈને પણ આ યોજના અંતર્ગત દર મહિને ૫૦૦ રુપિયા પ્રાપ્ત થઈ રહ્યા છે. સરકારની લાગણી…
Read Moreમેરી કહાની મેરી ઝુબાની – ખરેડ ગામના નાથાભાઈ જીવાભાઈ પરમારને મળ્યો પી.એમ કિસાન યોજનાનો લાભ, ખેતીમાં ઉપયોગી સાધનો-વસ્તુઓની ખરીદી સરળ બની
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારની પ્રજાલક્ષી અને હિતકારી યોજનાઓ દ્વારા સરકાર છેવાડાના માનવીનું જીવન ગુણવત્તાયુક્ત બનાવી રહી છે ત્યારે આપણી અર્થવ્યવસ્થાને ટેકો આપનાર એવા ખેડૂતોની પ્રગતિ માટે સરકાર દર વર્ષે ખેડૂતોને રૂ. ૬૦૦૦ ની રાશિ સીધા એમના બેંક એકાઉન્ટમાં જમા કરાવે છે. આવી જ એક યોજના પી.એમ કિસાન યોજના છે. ભાવનગર જિલ્લાના ખરેડ ગામના રેહવાસી નાથાભાઈ જીવાભાઈ પરમારને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. નાથાભાઈ જીવાભાઈ પરમાર ઘણાં વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે આ રકમનાં ટેકા દ્વારા તેઓ ખેતી માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવા ઇત્યાદિની ખરીદી કરે છે. સરકારશ્રીના…
Read Moreમહુવાનાં ખરેડ ગામે લાભાર્થીઓને ઘર આંગણે આયુષ્માન કાર્ડ તથા આભા કાર્ડ જનરેટ કરવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં ખરેડ ગામે આવી પહોંચતા ઢોલના નાદ સાથે સંકલ્પ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાની આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના તમામ ગામોમાં ‘આભા’ એટલે કે ‘આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ’ આઇ.ડી. જનરેટ કરવામાં આવી રહ્યાં છે ત્યારે આજરોજ મહુવા તાલુકાનાં ખરેડ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત સ્ટોલ ઊભા કરી ગ્રામજનોને આભા કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જેમાં ગ્રામજનો દ્વારા આભા કાર્ડ કઢાવવા માટે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથો સાથ ગ્રામજનોને ઘર આંગણે જ…
Read Moreમહુવા તાલુકાના ખરેડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લોકોને સ્વચ્છતા નાં પણ પાઠ શીખવાડાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર મહુવા તાલુકાના ખરેડ ગામે આજે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોને વિકસિત ભારત ના સંકલ્પ ની સાથે સાથે સ્વચ્છતા નાં પણ પાઠ શીખવામાં આવ્યા હતા. ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, સ્વચ્છતા થી થતા ફાયદાઓ તેમજ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી વાન અંગે પણ માહિતીઓ અપાઈ હતી. સૂકો કચરો તેમજ ભીનો કચરો અલગ રાખવો અને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી વાન માં નિયત કરેલ જગ્યામાં કચરો મૂકવા એટલે કે ભીના કચરા માટે લીલો કલર તેમજ સૂકા કચરા માટે ભૂરા કલર ના ચિન્હો સાથેની અંગે ગ્રામજનોને વિગતવાર માહિતીથી…
Read More“ગુજરાતનો ગરબો”: યુનેસ્કો દ્વારા આયોજિત કાર્યક્રમનું ભાવનગરમાં જીવંત પ્રસારણ યોજાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આયોજીત “ગુજરાતનાં ગરબા” ને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે યુનેસ્કો (UNESCO) દ્વારા માન્યતા આપવાના પ્રસંગનું બૉત્સ્વાના પ્રજાસત્તાકના કસાને શહેરથી લાઈવ વેબકાસ્ટ કરવામાં આવ્યું હતું જેનું જીવંત પ્રસારણ ભાવનગરની શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મેઇન હોલ, સરદારનગર ખાતેથી નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ભાવનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, પ્રાંત અધિકારી…
Read Moreભાવનગર ખાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૧૨/૨૦૨૩ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજય સરકાર ના આદેશ અનુસાર તા.૨૭/૧૨/૨૦૨૩ ને બુધવાર ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે માન. મુખ્યમંત્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નો ના નિકાલ કરવા માટે નાયબ કલેકટર ભાવનગરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસે થી તા. ૧૦/૧૨/૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નો ના આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ના મથાળા નીચે સીટી મામલતદાર, ભાવનગર…
Read Moreભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૦૭ ડિસેમ્બરનાં રોજ ફરશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ફરનાર છે. જેમાં તા.૦૭/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં ઉંડવી અને શામપરા (ખો), તળાજા તાલુકામાં નીચડી અને મહાદેવપરા, મહુવા તાલુકામાં ગઢડા અને દેવળીયા, પાલીતાણા તાલુકામાં સાતાનાનેશ અને બોદાનાનેશ, સિહોર તાલુકામાં સોનગઢ, વલ્લભીપુર તાલુકામાં જૂના રામપર અને રામપુર, ઘોઘા તાલુકામાં સારવદર અને તણસા, ઉમરાળા તાલુકામાં સમઢીયાળા અને ભોજવદર તેમજ ગારીયાધાર તાલુકામાં મોરબા અને વેળાવદર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.
Read More