હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૬ એકમ (કંપની)માં સેલ્સ એક્સિક્યુટી, એડવાઇઝર, બ્રાંચ મેનેજર, આસી. બ્રાંચ મેનેજર, પ્લાન્ટ સુપરવાઈઝર, ટર્નર, ફીટર, મશીનીસ્ટ, વાયરમેન, ક્લાઈન્ટ રિલેશનશિપ ઓફિસર(માત્ર મહિલા ઉમેદવાર), AOCP વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈટીઆઈ(ટર્નર, ફીટર, વાયરમેન), ૧૨ પાસ, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૦૯/૧૨/૨૦૨૩ (શનિવાર), સવારે ૧૦:3૦ કલાકે, આંબેડકર ભવન, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે. ૦૦૦૦૦૦
Read MoreMonth: December 2023
ઘોઘા તાલુકાના તણસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું હર્ષોલ્લાસભેર સ્વાગત
હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામ-ગામથી જન-જન જોડાઈ રહ્યા છે. આ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને તમામ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લામાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઠેર ઠેર ઉષ્માભર્યો આવકાર મળી રહ્યો છે. આ યાત્રાનું ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવાની સાથે ગ્રામજનોને ઘરઆંગણે જ વિવિધ યોજનાઓના લાભ અપાયા હતા. આ અવસરે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સુંદર નૃત્યો…
Read Moreશિહોર તાલુકાનાં વડાવળ ગામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલ્પ યાત્રા યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના શિહોર બ્લોક વડાવળ પ્રાથમિક શાળા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું અને લાભાર્થીઓને ઘર આંગણે જ લાભો અપાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા, મદદનીશ કલેકટર દિલીપસિંહ વાળા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અધ્યક્ષ તાલુકા પંચાયત સહિતના પદાધિકારી – અધિકારીઓ ઉપસ્થિતિમાં સંકલ્પ યાત્રા યોજાઇ હતી.
Read Moreपंचायत स्तरीय फसल कटनी प्रयोग से संबंधित आयोजित एक दिवसीय जिला स्तरीय प्रशिक्षण सह कार्यशाला का विधिवत उद्घाटन – अपर समाहर्ता विनोद कुमार सिंह
हिन्द न्यूज़, बिहार वैशाली जिला सांख्यिकी कार्यालय द्वारा पंचायत स्तरीय फसल कटनी प्रयोग से संबंधित एक दिवसीय जिला स्तरीय प्रशिक्षण-सह-कार्यशाला का शुभारंभ अपर समाहर्ता-सह-प्रभारी जिला पदाधिकारीविनोद कुमार सिंह द्वारा दीप प्रज्जवलन कर किया । वैशाली जिला सांख्यिकी पदाधिकारी अरविन्द कुमार ने अपने सम्बोधन में कहा कि सांख्यिकी आँकड़ो का सरकार के नीति निर्धारण में काफी अधिक महत्व है। अतः आंकड़े को ससमय संग्रहण एवं प्रेषण आवश्यक है। विलम्ब से प्राप्त आंकड़े की महत्ता प्रायः समाप्त हो जाती है। जिला सांख्यिकी पदाधिकारी के द्वारा बिहार राज्य फसल सहायता योजना अन्तर्गत फसल…
Read Moreમેરી કહાની મેરી ઝુબાની – સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનના સ્વાસ્થ્યની તપાસણી કરતાં ખાતરના ઉપયોગ કરવાની યોગ્ય દિશા મળી : દશરથસિંહ ગોહિલ
હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઘોઘાના તણસા ગામે આવી પહોંચતા ત્યાનાં રહેવાસી ખેડૂત દશરથસિંહ ગોહિળે એમની સફળ ખેડૂત તરીકેની વાત ગામ લોકો સમક્ષ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત કરતાં સોઇલ હેલ્થ કાર્ડના લાભ વર્ણવ્યા હતા. આ તકે દશરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સોઇલ હેલ્થ કાર્ડ અંતર્ગત જમીનના સ્વાસ્થ્યની ચકાસણી કરાવતા એમને ખ્યાલ આવી ગયો કે જમીનમાં કયા પ્રકારના તત્વોની ઉણપ છે એથી એ અંગેનો ખ્યાલ આવી જતાં યોગ્ય દિશામાં ખાતરનો ઉપયોગ કરીને સારી ઉપજ મેળવતા થયા છે સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ચકાસણી કરાવતા ખર્ચ પણ ઓછો થવા…
Read Moreમેરી કહાની, મેરી ઝુબાની – ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ પ્રાકૃતિક ખેતી કરતા નાના ખોખરા ગામના યુવાન ખેડૂત ગજેન્દ્રસિંહ ગોહિલ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગજેન્દ્રસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના નાના ખોખરા ગામના એક યુવાન ખેડૂત છે. ગણિત વિષયમાં બી.એસ.સી નો અભ્યાસ કર્યા બાદ તેમણએ યોગમાં માસ્ટર ડિગ્રીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ઘણી નાની ઉંમરથી તેમનામાં સ્વાસ્થ્ય વિશે જાગૃતિ હતી. ઉચ્ચ અભ્યાસ કર્યો બાદ પણ સમાજ ના કલ્યાણઅર્થે તેઓ શું કરી શકે તેઓ તેમનો નિરંતર પ્રયાસ રહે છે. ગજેન્દ્રસિંહ ગોહિલ પાસે ૪૦ થી ૪૫ વિઘા જમીન છે. જેમાથી ૬ વિઘા જમીનમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ૬ વિઘા જમીનમાં તેઓ અનાજમાં ઘઉં, કઠોળમાં મગ, શાકભાજીમાં ટમેટા, રીંગણાં, તુરીયા, ગલકા,…
Read Moreમેરી કહાની, મેરી ઝુબાની – તણસા ગામના ઇન્દ્રજીતસિંહ ગોહિલને પશુપાલન માટે મળી રૂ. ૩૦૦૦ની સહાય
હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકાના તણસા ગામના ઇન્દ્રજીતસિંહ ગોહિલ છેલ્લા ઘણા સમયથી પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને ત્યાં કૃત્રિમ બીજદાણથી જન્મેલા વાછરડીના ઉછેર માટે રૂ. ૩૦૦૦ ની સહાય સરકાર દ્વારા મળી છે. આ લાભ એક વર્ષની નાની વાછરડી ધરાવતા પશુપાલકોને મળે છે. આ સહાય થકી ઇન્દ્રજીતસિંહ ગોહિલે ખાણ-દાણ સાથે નિરણની ખરીદી કરી છે. પશુપાલકોને સરકાર આર્થિક ટેકો આપે છે ત્યારે મુશ્કેલીભર્યું જીવન સરળ બની જાય છે. આ ટેકા બદલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ સરકારનો આભાર વ્યક્ત કરે છે.
Read Moreતણસા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને સ્થળ પર જ લાભ ઉપલબ્ધ થયા
હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તણસા કેન્દ્રવતી શાળામાં આવી પહોંચતા અનેક લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત સ્થળ ઉપર જ લાભ આપવામાં આવ્યા હતા. જેમાં નિર્મળસિંહ કેશુભા અને પ્રદિપસિંહ અનુપસિંહ ગોહિલને અન્નપૂર્ણા યોજના હેઠળ કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ કિટ અંતર્ગત લાભાર્થીઓને વિનામૂલ્યે દર મહિને ઘઉં અને ચોખા મળશે. સંકલ્પ યાત્રા થકી કેન્દ્રવતી શાળામાં આવેલ ગોહિલ દિવ્યરાજ સિંહને અને તેમના સર્વ પરિવારજનો ને આયુષ્માન કાર્ડ સ્થળ ઉપર જ ઉપલબ્ધ થઈ ગયા. તેમના માટે લાભ તેમના ઘર આંગણે આવ્યો અને બિનજરૂરી ધક્કાથી મુક્તિ મળી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની…
Read Moreસીમાર ખાતે તા. ૯ ડિસેમ્બરના રોજ રાજયકક્ષા શાળાકીય વુશુ અંડર-૧૭ની સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત સરકારના, રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્ર. શિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ- ૨૦૨૩ અંતર્ગત સીધી રાજયકક્ષા શાળાકીય વુશુ અંડર- ૧૭ (ભાઇઓ/ બહેનો)ની સ્પર્ધાનું આયોજન તા. ૯ ડિસેમ્બરના રોજ શ્રી વિનોબા વિદ્યા મંદિર, સીમાર, કીડીવાવ, ખાતે થશે. જેમાં સ્પર્ધકોએ શ્રી વિનોબા વિદ્યા મંદિર, સીમાર, કીડીવાવ, વેરાવળ જુનાગઢ હાઇવે રોડ ખાતે તા.૮ ડિસેમ્બરના રોજ રિપોર્ટિંગ કરવાનુ રહેશે અને સ્પર્ધા તા.૯ ડિસેમ્બરના રોજ સવારે ૦૭:૩૦ કલાકથી…
Read Moreવેરાવળ ફાયર ટીમ દ્વારા સોમનાથ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ફાયર અવેરનેસ ટ્રેનિંગ તથા મોકડ્રિલ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સોમનાથ કેળવણી મંડળ દ્વારા સંચાલિત સોમનાથ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ફાયર અવેરનેસ ટ્રેનિંગ તથા મોકડ્રિલનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. આ ડેમોન્સ્ટ્રેશનમાં આશરે ૫૦૦ જેટલા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. ફાયર ઈમરજન્સી સર્વિસિસ વેરાવળ દ્વારા સ્ટેશન ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડા તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નાની નાની પણ અગત્યની એવી આગને લગતી તમામ બાબતો અંગે ઉંડાણપૂર્વક સમજ આપી હતી અને ફાયર એક્સ્ટિંગ્યૂશર સહિતના સાધનો કેવી રીતે કામ કરે છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read More