ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લા ની મુલાકાતે, રાધનપુર બાદ પાટણ રાણકી વાવ ની લેવાશે મુલાકાત

હિન્દ ન્યુઝ, રાધનપુર

ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે થી જ રાધનપુર આવી પહોંચ્યા હતા, રાધનપુર ની મુલાકાત આવેલ મુખ્યમંત્રી નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે ૭૧ કરોડ ના ખર્ચે તૈયાર થયેલ ફિલ્ડરેશન પ્લાન ની મુલાકાત અર્થે આવતા ભાજપ ના કાર્યકર્તાઓ, કર્મચારીઓ પોલીસ સ્ટાફ, મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિપેડ ઉતરી ફિલ્ટરેશન પ્લાન બાદ શાંતિધામ ની મુલકાત લીધી હતી અને ત્યારબાદ રાધનપુર માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. રાધનપુર બાદ પાટણ રાણકી વાવ ની મુલાકાત લેશે આમ, પાટણ જિલ્લાના તમામ ભાજપ ના નેતાઓ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment