હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી જૂન/૨૦૨૩ નાં માસ દરમિયાન તા.૦૭/૦૬/૨૦૨૩ ના રોજ સંકટ ચતુર્થી, તા.૧૬/૦૬/૨૦૨૩ નાં રોજ શિવરાત્રી, તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ અષાઢી બીજ (ભગવાન જગન્નાથજી રથયાત્રા), તા.૨૬/૦૬/૨૦૨૩ નાં રોજ દુર્ગાષ્ટમી તથા તા.૨૯/૦૬/૨૦૨૩ નાં રોજ બકરી ઇદ વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક…
Read MoreMonth: June 2023
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા અંગે સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લાના પ્રભારી સચિવ અશ્વિનીકુમારનાં અધ્યક્ષતા અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં પ્રજાજનોની સુખાકારી અને પ્રાથમિક સવલતો માટે પાણી પુરવઠા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન પાણીના સંગ્રહની વ્યવસ્થા ગોઠવવા, અમલીકૃત યોજનાઓ થકી ગામો સુધી પહોંચાડવામાં આવેલ પાણીની વ્યવસ્થા સહિતની તમામ કામગીરી અંગે માહિતગાર થયા હતા. પ્રભારી સચિવ અશ્વિનીકુમાર એ પાણી સંબંધિત યોજનાકીય માહિતી, લાભો સહિતની અન્ય વ્યવસ્થાઓને આયોજનબદ્ધ રીતે કરી પ્રજાના પ્રશ્નોનો ત્વરિતપણે નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડી વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે…
Read Moreજામનગરના કલેકટર અને એસ.પી. ના કાર્ય ને બિરદાવતી ‘હિન્દુ સેના’
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં છેલ્લા ઘણા સમયથી અનેક એવા પ્રશ્નો ગુચવાયેલા છે. જેને જળમૂળથી ઉખાડવા કોઈ જાબાઝ અધિકારી દ્વારા જ શક્ય છે. ત્યારે તાજેતરમાં જ શિક્ષણને બાધા રૂપ અવેધ કબજો કરેલ જગ્યાને જામનગરના એસ.પી.ના માર્ગદર્શન અને કલેક્ટરનાં હુકમથી સજુબા કન્યા શાળામાં જે કાર્યવાહી કરવામાં આવી તે પ્રશંસા લાયક છે. અનેક અફવાઓ અને શિક્ષણમાં કાયમી બાધા રૂપ એવી જગ્યાનું ડીમોલેશન કરી સરકારી તંત્ર એ ફરી એક વખત પોતાની ઉમદા કામગીરી બતાવી છે જે ધન્યવાદને પાત્ર છે. ઘણા સમયથી અનેક એવા પ્રશ્નોને લઈ હિન્દુ સેના આગળ વધી રહી…
Read Moreસોમનાથ ટ્રસ્ટ તરફથી 2500 કિલો કેરીઓનું આંગણવાડીઓના 10,000 બાળકોને વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, સોમનાથ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરાથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી. જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુરી કેસર કેરીની ચીર પોતાના મુખમાં મૂકી પર હાસ્ય સાથે કેરીનો આસ્વાદ માણી રહ્યા હતા ત્યારે જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તાની લાગણી દ્રશ્યમાન થઈ હતી. સોમનાથ મહાદેવને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે…
Read Moreસાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’
હિન્દ ન્યુઝ, સાણંદ રાજ્ય સરકાર દ્વારા સ્ત્રીઓને રોજગારી પૂરી પાડીને પગભર બનાવવા માટે તથા સ્ત્રી સશકિતકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી છે. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM)અને મહિલા ઉત્કર્ષ યોજના આવી જ યોજનાઓ છે. રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓના સમૂહોને નાના નાના ગૃહ ઉદ્યોગો સ્થાપીને સ્વ રોજગારી માટે સખી મંડળોની રચના કરવામાં આવે છે, જેમને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ રીતે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. અમદાવાદના સાણંદ તાલુકાના વીંછિયા ગામનું આસ્થા સખી મંડળ આવું જ એક મંડળ છે. 10 બહેનોનું આ સખી મંડળ જૂથ બચત કરે છે અને ભરત…
Read Moreપ્રાકૃતિક ખેતીની કમાણીથી બન્યા આત્મનિર્ભર : સાણંદ તાલુકાના વિંછીયા ગામના ખેડૂતે ૩૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ. ૩૪-૩૫ લાખની કરી મબલખ કમાણી
હિન્દ ન્યુઝ, અમદાવાદ કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’આ કહેવત અને ‘જે ઘરમાં ગાય પૂજાતી હોય ત્યાં ગોવિંદ મળવા જાય’ આ પંક્તિને પણ પોતાના જીવનમાં અક્ષરસહ ઉતારનાર સાણંદ તાલુકાના વિછિંયા ગામના ગજેન્દ્રસિંહ વાઘેલા ગીર ગાયના દૂધ અન દૂધની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૧૯-૨૦ લાખની તેમજ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જામફળ, આંબા, લીંબુ, ચીકુ, નારિયળ, કેળ, સરગવો, ખારેક તેમજ ઘઉં અને ડાંગરની ખેતી કરીને વાર્ષિક રૂ. ૧૪-૧૫ લાખની આવક મેળવી રહ્યા છે. માત્ર ધોરણ ૧૦ પાસ એવા ગજેન્દ્રસિંહ વાઘેલા અનુભવજન્ય જ્ઞાન થકી જમીનના ડોક્ટર બની…
Read Moreવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો
હિન્દ ન્યુઝ, અમદાવાદ 26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે. ભારતના તમામ રાજ્યોને વિકાસની સમાન તકો મળે તે માટે તેમણે પ્રયાસો કર્યા છે. આ નવ વર્ષો દરમિયાન તેમણે દેશને અનેક ભેટ આપી છે, અને પોતાના હોમ સ્ટેટ ગુજરાતના વિકાસને પણ તેમણે પ્રાથમિકતા આપી છે. તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, અને પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના…
Read Moreહિન્દુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર કરાવવાની સાથોસાથ પર્યાવરણ જાળવણી માટે GEDA નો વિશેષ પ્રયાસ
હિન્દ ન્યુઝ, અમદાવાદ રાજ્યમાં પર્યાવરણના સંરક્ષણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સઘન આયોજન કર્યું છે. પ્રતિ વર્ષ વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આ જ હેતુ સાથે રાજ્યના સ્મશાન ગૃહોમાં હિન્દુ સમાજના મૃત વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે ઓછા લાકડાનો વપરાશ થાય તે હેતુથી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા સુધારેલ સ્મશાન ભઠ્ઠી (સગડી) લગાવવાની સહાય યોજના કાર્યરત છે. જે હેઠળ છેલ્લા ૭ વર્ષમાં રૂ. ૨૯.૩૧ કરોડના ખર્ચે ૬,૫૫૨ જેટલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે. GEDA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હિંદુ પરંપરામાં અગ્નિસંસ્કાર વિધિ…
Read Moreસુરત સ્વામિનારાયણ ગુરૂકુળના ૫૦૦ વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ
હિન્દ ન્યુઝ, સુરત સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ તા.૩ જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા આજ રોજ સવારે સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. શાળાના આચાર્ય અરવિંદભાઈ ઠેસિયા અને ધર્મેશભાઈ સલીયા તેમજ પૂ. ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી. પરિવહન માટેના એક સરળ, પોષણક્ષમ અને ખર્ચરહિત, પર્યાવરણની સુરક્ષા માટે…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં આંબાવાડીઓમાં ફળમાખી સોનમાખના ઉપદ્રવને અટકાવવા માટેના પગલાઓ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, આંબાવાડીમાં ફળમાખી-સોનમાખ આવી શકે છે. જેનો ઉપદ્રવ નિવારવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કેટલાક ઉપાયો સૂચવ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ આ ફળમાખીના તાત્કાલિક સમૂહ એકત્રીકરણ કરવા માટે ૩૦-૩૫ ફળમાખી ટ્રેપ પ્રતિહેકટર મુજબ આંબા પર લગાવી અસરકારક વ્યવસ્થાપન કરી સારૂ મેળવી શકાય છે ત્યારબાદ નિયમીત બગીચાની મુલાકત લઇ નુકશાનગ્રસ્ત ફળ એકત્રીત કરી તેમનો નાશ કરવો જોઇએ અને બગીચામાં સાફ સફાઇ કરવી જોઇએ. જેથી ખુબજ અસરકારક પરિણામો મેળવી શકાય છે.
Read More