રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

રાજ્યના ૧૩ જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે પ્રાથમિક શક્યતાદર્શી તપાસ અહેવાલ મેળવવા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ હિન્દ ન્યુઝ, ભાવનગર              પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે આશયથી મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નવીન જી.આઇ.ડી.સી.ની સ્થાપના માટે વિધાનસભા સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી. આ સંદર્ભે ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમના નિયામક મંડળ દ્વારા રાજ્યના ૧૩ જિલ્લાઓમાં નવી જી.આઇ.ડી.સી. સ્થાપવા માટે જમીનની એક જથ્થે ઉપલબ્ધતા, ડિમાન્ડ સર્વે, સ્થાનિક પરિબળો અને કૃષિ ઉત્પાદન વગેરેના પ્રાથમિક…

Read More

ભાવનગરમાં વિશ્વ ડેન્ગ્યુ દિવસની જ્ઞાનધારાથી ઉજવણી કરતું આરોગ્યતંત્ર

હિન્દ ન્યુઝ, ભાવનગર વિશ્વ ડેન્ગ્યુ દિવસ ઉજવણીમાં જિલ્લા આરોગ્યતંત્ર ભાવનગર દ્વારા જ્ઞાનધારા મેલેરીયા અંગે જનજાગૃતિ અને આરોગ્ય કર્મચારીઓમાં જ્ઞાનનો વધારો થાય અને છેવાડા માનવીને સારી આરોગ્ય સેવા પૂરી પાડી શકાય તે શુભ હેતુ સર કરવા મેઘાણી ભવન સરદારનગર ખાતે કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાભરનાં પુરુષ આરોગ્ય કર્મચારીઓ સુપરવાઈઝરો, તાલુકા સુપરવાઇઝરો, જિલ્લા મેલેરીયા શાખાના અધિકારી, જિલ્લા પંચાયત પ્રમૂખ ભરતસિંહ ગોહીલ, આર.ડી.ડી. ડો. મનીષકુમાર ફેન્સી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદ, આર.સી. એચ. ઓફીસર ડો. કોકિલાબેન સોલંકી, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચા, એપેડેમિક અધિકારી ડો. સુનિલભાઇ પટેલ, ડી.ક્યું.એમ.ઓ. ડો. મનસ્વિનીબેન માલવિયા,…

Read More

ભાવનગરમાં મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા યોજના માટેના ફોર્મ ભરવા આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર બાગાયત ખાતા દ્રારા રાજયભરમાં કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ૨ (બે) તથા ૫ (પાંચ) દિવસીય તાલીમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦/- વૃતિકા પણ ચુકવવામાં આવશે જેનો લાભ લેવા તાલીમાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઇ ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) તા.:૨૨/૦૪/૨૦૨૩ થી તા.:૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા ઇચ્છુક ભાવનગર જિલ્લાની બહેનોએ ઓનલાઇન ફોર્મ ભરી સાથે જરૂરી ડોક્યુમેંટ સાથે મદદનીશ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે રજુ કરવા મદદનીશ બાગાયત…

Read More

પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૭માં વોંકળા સફાઈ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વ્રારા પ્રી-મોનસુન કામગીરી અંતર્ગત આજ રોજ તા.૧૮/૦૫/૨૦૨૩ મધ્ય ઝોનના વોર્ડ ન.૦૭ માં આવેલ મનહર પ્લોટ પાસે ચૌહાણના બુગદા પાસે અને રજપુતપરા શેરી નં ૦૧ તથા ૦૨ પાસે આવેલ વોંકળાની સફાઇ કરવામાં આવેલ હતી. જેમાં ૧ જે.સી.બી-ડમ્પર દ્વ્રારા ૧ ડમ્પર ફેરા અને ૨- ટ્રેકટર ફેરા એમ અંદાજીત ૧૨ ટન ગાર, કચરો ઉપાડેલ છે.         ઉપરોક્ત વિગતે માન. મેયરશ્રી તથા કમિશનરની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત…

Read More

દબાણ હટાવ શાખાની તા. ૧૬-૦૫-૨૦૨૩ અને તા. ૧૭-૦૫-૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૬/૦૫/૨૦૨૩ અને તા. ૧૭/૦૫/૨૦૨૩ સુધીની  રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૧૪ રેકડી/કેબીન તે નંદનવન રાણી ટાવર ચોક,કાલાવડ રોડ આત્મિય કોલેજ પાસે,હાથીખાના ચોક,જ્યુબેલી માર્કેટ,ગાયત્રીનગર, આનંદ બંગલા ચોક,લાખાજીરાજ રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૧૦૯ પરચુરણ ચીજ વસ્તુઓ  જે કાલાવડ રોડ આત્મિય કોલેજે પાસે,બાલાજી મંદીર પાસે કરણસિંહજી રોડ,જંકશન રોડ,હોસ્પિટલ…

Read More

વૈશાખ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ તીર્થ શિવમય બન્યું

હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવ આરાધનાના વિશેષ પર્વ રૂપે પ્રત્યેક માસની વદ(કૃષ્ણ પક્ષની) તેરસને માસિક શિવરાત્રી સ્વરૂપે ઉજવવામાં આવે છે. ત્યારે વૈશાખ વદ તેરસ એટલે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ જ્યોતિર્લિંગ શિવ આરાધનાનું પરમધામ હોય હજારોની માત્રામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા શિવરાત્રી પર્વે કરવામાં આવતું વિશેષ જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક ભક્તો  તેમજ રાજ્ય અને દેશમાંથી આવનારા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવની જ્યોત પૂજામાં જોડાયા હતા. રાત્રિના 12:00 કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી…

Read More

ચાર્જીંગ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર અને ક્વોલીટી કંટ્રોલ લેબોરેટરીની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે તા. ૧૭-૦૫-૨૦૨૩ના રોજ અમુલ સર્કલ પાસે આવેલ ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, ભાવનગર રોડ પર આવેલ ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર અને ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ ક્વોલીટી કંટ્રોલ લેબોરેટરીની મુલાકાત લીધી હતી, અમુલ સર્કલ પાસે એક સાથે ૧૦૦ ઇલેક્ટ્રિક બસને ચાર્જીંગ કરવાની ક્ષમતા ધરાવતું ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવેલ છે, મ્યુનિ. કમિશનરએ ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન ખાતે કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી. ભાવનગર રોડ પર આવેલ ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર ખાતે મ્યુનિ. કમિશનરએ OPD અને નેશનલ હેલ્થ પ્રોગ્રામની કામગીરી નિહાળી…

Read More