73માં પ્રાણપ્રતિષ્ઠા દિન પર સોમનાથ મહાદેવને ગીરની કેસર કેરીનો મનોરથ કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ      આજરોજ સોમનાથ મંદિરનો 73 મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. 11મે 1951 ના એ પાવન દિવસને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યો આયોજન સાથે ઉજવવામાં આવ્યો હતો. સંધ્યા સમયે સોમનાથ મહાદેવના વિશેષ શૃંગારમાં 210 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. મહાદેવને તેરા તુજકો અર્પણની ભાવનાથી ગીરનું મીઠું મધુરૂ ફળ એવી કેસર કેરી અર્પણ કરવામાં આવી હતી. અને આ કેરીનો મનોરથ બાદનો ઉપયોગ પણ એટલો જ સુંદર રીતે આયોજિત કરાયો છે. જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ દિવ્યાંગ ગૃહોમાં આ કેરી મહાદેવના પ્રસાદ સ્વરૂપે…

Read More