ભરૂચ જિલ્લાના ઉચેડિયા ગામે દેશનું પ્રથમ દિવ્યાંગો માટેનું અદ્યતન વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કરાયો શિલાન્યાસ

હિન્દ ન્યુઝ, ભરૂચ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દિવ્યાંગોના ઉત્થાન માટે સતત ચિંતા સાથે અનેક કાર્યો થઈ રહ્યા છે. તેમાં વધુએક છોગું ઉમેરાતાં દિવ્યાંગોને વૃદ્ધાવસ્થામાં કોઈ તકલીફ ન પડે તે માટે સુરતના સેવાભાવી કર્મશીલ અને પદ્મશ્રી કનુભાઈ ટેલરના વિચારો થકી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે ૪૦ કરોડના ખર્ચે આકાર પામનાર દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલેના વરદ હસ્તે શિલાન્યાસ કરાયો હતો. દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમના શિલાન્યાસ વેળાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં દિવ્યાંગોને…

Read More

સંસ્કૃતને લોકભાષા બનાવીએ, તેનાથી વિશેષ ઊર્જા મળે છે : આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૫મો પદવીદાન સમારોહ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતી પદવીદાન સમારોહમાં ૧૮ ગોલ્ડમેડલ અને ૪ સિલ્વરમેડલ એમ કુલ ૨૨ પદકો સહિત કુલ ૭૮૫ ડીગ્રી પ્રમાણપત્રો એનાયત કરાયા સંસ્કૃત વિદ્વાન ડૉ. રામકિશોર કેદારપ્રસાદ ત્રિપાઠીને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૩ પુરસ્કાર એનાયત

Read More

વલસાડ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ નો શુભારંભ કરાવતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

હિન્દ ન્યુઝ, વલસાડ         વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામા ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તા.૧૯-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ડુંગરી તળાવને ઉંડુ કરવાના રૂ. ૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુન: જીવિત કરવાના રૂ.૧૪.૪૦ કરોડના કુલ ૪૨૧ જળ સંચયના કામોનું હાથ ધરાશે. જેમાં રૂ.૪.૪૦ કરોડના ૭૧ કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂ.૨.૫૫ કરોડના ૧૮૬, ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૬.૮૮ કરોડના ૧૨૬, વન વિભાગ ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૧ કરોડના ૩૩…

Read More

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રૂ.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

હિન્દ ન્યુઝ, વલસાડ       નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૫૨ કરોડના ખર્ચે ૧૨૨૩ મીટરના નવા નિર્માણ કરાયેલા અતુલ – દિવેદ (એલ.સી. નં -૯૪બી) રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ ઓવરબ્રિજ દ્વારા કોસ્ટલ હાઈવેને જોડતા ભગોદ, ઉમરસાડી તેમજ દમણ જવા માટે ટૂંકી કનેક્ટીવીટી મળશે.             વલસાડના શહેરી, ગ્રામ્ય વિસ્તાર અને રેલવે ઓવરબ્રિજની આસપાસના ગામોને રેલવે ફાટક ઉપર સમય વેડફ્યા વિના ગામોમાં ઝડપી ઈન્ટર કનેક્ટીવીટી મળશે. ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીએ કહ્યું હતું કે, આ ઓવરબ્રિજ દ્વારા લોકોને ઝડપી કનેક્ટીવીટી…

Read More

રાજપીપલા ખાતે રૂ. ૧૭ કરોડના ખર્ચે સાકારિત થનાર સરકારી પોલીટેકનીક કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરતા સાંસદ મનસુખભાઈ વસાવા

હિન્દ ન્યુઝ, રાજપીપલા             નાંદોદ તાલુકાના ભચરવાડા ગામે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાના વરદહસ્તે તથા નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પોલીટેકનીક કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વેળાએ સાંસદ મનસુખભાઈ વસાવાએ ભચરવાડા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે તૈયાર થનારી કોલેજ અંગે જણાવ્યું કે, આ કોલેજ જિલ્લાના બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. ગામમાં કોલેજના નિર્માણથી ગ્રામજનો પણ જાગૃત થઈને અભ્યાસ પ્રત્યે સકારાત્મક વિચારોનું સિંચન કરીને પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ…

Read More

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આહવાના સેવાધામ ખાતે યોજાયો ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ડાંગ         વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રસ્ટીવંત નેતૃત્વે ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’ જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની યોજનાની ભેટ આપી, ગુજરાતનાં આદિવાસી બાંધવોને મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કર્યું છે તેમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આહવા ખાતે જણાવ્યુ હતું. ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલ આહવાના સેવાધામ ખાતે ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમમાં ઉદબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી કલાઇમેટ ચેન્જની સ્થિતિ વચ્ચે જળ, જમીન, અને જંગલના જતન સંવર્ધનના કાર્યોમાં સમગ્ર સરકાર તેમની સાથે છે તેમ જણાવી,…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના “MMY”નું સફળ અમલીકરણ, કુલ ૫૦૪૧ લાભાર્થીઓને પ્રાપ્ત થતા લાભ

હિન્દ ન્યુઝ, રાજકોટ સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા બાળકો અને સ્ત્રીઓના “સ્વસ્થ માતા સ્વસ્થ બાળક” જેવા નવતર અભિગમને કૃતાર્થ કરવા માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના “MMY” અંતર્ગત સમગ્ર ગુજરાતમાં યોજનાકીય લાભો આપવાની એપ્રિલ – ૨૨થી શરૂઆત કરવામાં આવેલ હતી. “પોષણ ૧૦૦૦ સોનેરી દીવસ” અંતર્ગત રાજયના ૦ થી ૨ વર્ષના બાળકો ધરાવતી માતાઓ તથા બાળકોનું પોષણસ્તર વધે તેવા ઉમદા હેતુથી અને કુપોષણ મુક્ત ગુજરાતના સ્થાને સુપોષણ યુક્ત ગુજરાત કાર્યક્રમની ફલશ્રૂતીરૂપે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ સરકારની ગાઈડલાઈન અનુસાર MMY યોજનાના લાભાર્થીઓને નિયમીત લાભો આપવાની શરૂઆત કરવામાં આવેલ હતી. સરકાર દ્વારા નિયમીત પૌષ્ટિક આહારમાં ચણા,…

Read More

નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા તિલકવાડાના વોરા ખાતે ડેરીની વિવિધ રાજ્યોના આદિવાસી યુવાનોની એક્સપલોઝર વિઝિટ

હિન્દ ન્યુઝ, નર્મદા            ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા તિલકવાડા તાલુકાના વોરા ગામે ૧૪ માં ટ્રાઇબલ યુથ એકચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વોરા દૂધ ડેરીની એક્સપલોઝર વિઝિટ કરાઈ હતી. જેમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના અંતરિયાળ તથા ‘નક્સલ પ્રભાવિત’ વિસ્તારમાંથી આવેલા આદિવાસી યુવાનોએ સ્ટેજ પર તેમના રાજ્યોની સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વડોદરા નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ડેપ્યુટી ડિરેકટર સુબ્રતા ઘોષે જણાવ્યું કે, વિવિધ રાજ્યોના અંતરિયાળ તથા ‘નક્સલવાદી’ વિસ્તારના આદિવાસી યુવાનો અસામાજિક પ્રવૃત્તિમાં ન જોડાય…

Read More

સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા

હિન્દ ન્યુઝ, સુરત               ભારતમાં બ્લૂ ઈકોનોમીને વેગ આપવા અને માછીમારોને ઘરઆંગણે યોજનાકીય લાભો આપવા માટે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, ડેરી, પશુપાલન મંત્રાલય દ્વારા તા.૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના ત્રીજા તબક્કાનો પ્રારંભ સુરતના હજીરા પોર્ટથી કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ કરાવ્યો હતો. આ સંદર્ભે સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ‘સાગર પરિક્રમા’ અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં…

Read More