નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા તિલકવાડાના વોરા ખાતે ડેરીની વિવિધ રાજ્યોના આદિવાસી યુવાનોની એક્સપલોઝર વિઝિટ

હિન્દ ન્યુઝ, નર્મદા

           ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા તિલકવાડા તાલુકાના વોરા ગામે ૧૪ માં ટ્રાઇબલ યુથ એકચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વોરા દૂધ ડેરીની એક્સપલોઝર વિઝિટ કરાઈ હતી. જેમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના અંતરિયાળ તથા ‘નક્સલ પ્રભાવિત’ વિસ્તારમાંથી આવેલા આદિવાસી યુવાનોએ સ્ટેજ પર તેમના રાજ્યોની સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વડોદરા નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ડેપ્યુટી ડિરેકટર સુબ્રતા ઘોષે જણાવ્યું કે, વિવિધ રાજ્યોના અંતરિયાળ તથા ‘નક્સલવાદી’ વિસ્તારના આદિવાસી યુવાનો અસામાજિક પ્રવૃત્તિમાં ન જોડાય તથા દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપે તેવા આશય સાથે સંગઠન ભારત સરકારના સહયોગથી યુવાનોમાં સકારાત્મક ઉર્જાનું સિંચન કરે છે.

એક્સપલોઝર વિઝિટ દરમિયાન વિતેલા દાયકાઓમાં ગુજરાતે ભરેલી હરણફાળ પ્રગતિની ઝાંખી થકી યુવાનો પણ પોતાના “રાજ્ય વિસ્તાર”માં લોકોને જાગૃત કરે તેવા ઉમદા આશય સાથે વિવિધ ક્ષેત્રો અને વિષયોથી માહિતગાર કરાયા હતા. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ નર્મદા ખાતે એક્સપલોઝર વિઝિટ થકી યુવાનોને ગ્રામ્ય સ્તરે દૂધડેરી, ડેરીની કામગીરી-સંચાલન, તકનીકી માહિતી સહિત ગામના વિકાસમાં સહકારી મંડળીનું વિશેષ મહત્વ સમજાવી દૂધ ડેરીની વિઝિટ કરાવવામાં આવી હતી.

જેનું સફળ સંચાલન સંસ્થાના પ્રોગ્રામ ઓફીસર ચંદ્રકાંત બક્ષી દ્વારા કરાઈ હતી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર ની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં આવેલી પ્રાકૃતિક સૌંદર્યની એક નાનકડી ઝલક “વેલી ઓફ ફ્લાવર” નું ભારત વનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે આદિવાસી યુવાનોને દેશના વિકાસમાં પોતાનુ અમૂલ્ય યોગદાન આપવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનની મુલાકાત વિવિધ રાજ્યોના આદિવાસી યુવાનો માટે યાદગાર સાબિત થઈ હતી. આ પ્રસંગે નહેરુ યુવા કેન્દ્રના યુવા અધિકારી સુ વર્ષા રોઘા, જિલ્લા યુવા અધિકારી અનુપમ કૈથવાસ સહિત મોટી સંખ્યામાં સ્વયં સેવકો હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment