“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૧-૦૨-૨૦૨૩ના રોજ સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૩નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા…
Read MoreMonth: February 2023
સેન્ટમેરી હાઈસ્કૂલ પ્રભાસ પાટણ ખાતે યોજાશે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા તા.૨૨/૨૩-૦૨-૨૦૨૩ના રોજ સેન્ટ મેરી હાઈસ્કૂલ, પ્રભાસપાટણ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ યોજાશે. તા.૨૨-૦૨-૨૦૨૩ના સવારે ૮.૩૦થી ૯.૩૦ દરમિયાન યોજાનાર આ કલામહાકુંભમાં સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષાની સમૂહગીત, એકપાત્રીય અભિનય, દુહા, છંદ, ચોપાઈ, ચિત્રકલા વગેરે સ્પર્ધાઓ જ્યારે તા.૨૩-૦૨-૨૦૨૩ના રોજ હાર્મોનિયમ, વાયોલિન, કુચીપુડી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે
Read Moreધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના હસ્તે તાલાલાનાં બોરવાવમાં નવનિર્મિત આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તાલાલા તાલુકામાં બોરવાવ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નાથાભાઈ વાજાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના વરદ હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું અને બોરવાવ પીએચસી લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્ર અંદાજીત રૂ.૭૦ લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે તેમજ સંપૂર્ણ સુવિધાથી સજજ આરોગ્ય કેન્દ્ર કાર્યરત થતાં તાલાલા વિસ્તારના ગ્રામિણ લોકોને ઓ. પી. ડી. ,સગર્ભા બહેનોની તપાસણી, લેબોરેટરી, ઇન્ડોર રૂમ સહિતની અગત્યની જરૂરી સવલતો પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરૂણ રોય દ્વારા ઉપસ્થિત…
Read Moreવેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા કરવેરામાં વ્યાજ માફીની યોજનાનો લાભ લેવા અનુરોધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને જાહેર અપીલ કરવામાં આવે છે કે, રાજ્ય સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના લાગુ કરવામાં આવેલ છે. જેમાં કરદાતાઓ કરવેરાની તમામ રકમ એટલે કે મિલકતવેરો/શિક્ષણ ઉપકર/સફાઈવેરો/પાણીવેરો/લાઈટવેરો તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી ભરપાઈ કરી આપશે તેને ચડત વ્યાજ ૧૦૦% માફ કરી આપવામાં આવશે. જે મિલકત ધારકોને માંગણા બીલો કે નોટીસ મળેલ ન હોય તેવા મિલકત ધારકોએ કરવેરા શાખામાં જૂનું માંગણા બીલ/નોટિસ સાથે લઈ નગરપાલિકા કચેરીનો સંપર્ક કરી હાલના માંગણા મુજબ ટેક્સ ભરપાઈ કરી જવા અને વ્યાજ માફીની યોજનાનો લાભ લેવા અનુરોધ…
Read Moreતા.૨૪/૦૨/૨૦૨૩ના રોજ સંત વિરાબાપાની જગ્યા ડોળાસા એપીએમસી માર્કેટયાર્ડ, કાજલી ખાતે યોજાશે મિલેટ(તૃણધાન્ય) મહોત્સવ-૨૦૨૩
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારત સરકાર દ્વારા સંયુકત રાષ્ટ્ર સંઘ સમક્ષ વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કરવા પ્રસ્તાવ રજૂ કરેલ હતો. જે અન્વયે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ (તૃણ ધાન્ય) વર્ષ તરીકે જાહેર કરેલ છે. આંતરરાષ્ટ્રીય મિલેટ (તૃણ ધાન્ય) વર્ષ-૨૦૨૩ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ગૌણ ધાન્ય જેવા કે બાજરો, રાગી, નાગલી, જુવાર, કોદરા, મોરયો, કાંગ, સામો વગેરેનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી તેમજ માનવ આરોગ્ય, પર્યાવરણ અને ખેડૂતોની આવકમાં વધારો તથા જન સામાન્યમાં જાગૃતતા લાવવાનો અને ભારતને આંતરરાષ્ટ્રીય મિલેટ (તૃણ ધાન્ય)…
Read Moreકુંભણના ઇનોવેટિવ શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ દ્વારા વિશ્ચ માતૃભાષા દિવસ ઉજવાયો
“વાત મારી જેને સમજાતી નથી તે ગમે તે હોય ગુજરાતી નથી” હિન્દ ન્યુઝ, ભાવનગર મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતિ રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીએ નાના બાળકો સાથે પોતાની કાકલુદી ભાષામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી. શાળામાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું ત્યારબાદ નાના બાળકોને ગુજરાતી ભાષાના શબ્દોની શબ્દાક્ષરી રમત રમાડવામાં આવી હતી. શીતલબેન ભટ્ટી એ બાળકોને ગુજરાતી બાળગીતો બાળકોને ગવડાવ્યા હતા. રમેશભાઈ બારડ એ બાળકોને મુળાક્ષરની રમત રમાડી હતી. નાના બાળકોના માનસમાં ગુજરાતી ભાષા સમૃદ્ધ થાય તેવી જુદી જુદી આનંદની પ્રવૃત્તિ…
Read Moreઉમરાળા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ઉમરાળા તાલુકામાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકનાં રાજીનામાંનાં કારણે તથા નવા સત્રથી મધ્યાહન ભોજન કેન્દ્ર શરૂ ન કરવાના કારણે નવા અલમપર પ્રાથમિક શાળા, ધોળા ગોદડજી પ્રાથમિક શાળા અને કેરીયા પ્રાથમિક શાળાનાં મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર સંચાલકની ઉચ્ચક માનદ વેતનની ખંડ સમય માટે તદન હંગામી ધોરણે ભરતી માટે અરજી ફોર્મ મંગાવવામા આવે છે. ઉમેદવારની ઉમર ૨૦ થી ૬૦ વર્ષ તેમજ ધોરણ ૧૦ પાસ હોવી જોઈએ. અરજીમાં સંપુર્ણ વિગતો ભરી આધારો સાથે જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી ૧૫ દિવસ સુધીમાં મામલતદાર કચેરી, ઉમરાળા ખાતેના મધ્યાહન ભોજન શાખામા પહોંચતી કરવાની રહેશે.…
Read Moreસિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૨-૦૨-૨૦૨૩ થી તા.૨૨-૦૩-૨૦૨૩ નાં સમયગાળા દરમ્યાન જિલ્લા પોલીસ અધિકારી/ કર્મચારીઓ તથા એસ.ઓ.જી., ક્યુ.આર.ટી.નાં અધિકારી/ કર્મચારીઓને સને ૨૦૨૨-૨૩ નાં વર્ષનું વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ…
Read More“આભા” માં ભાવનગરની આભા, આરોગ્ય લાભાર્થીઓના ડેટાને ઓનલાઈન કરવામાં ભાવનગર જિલ્લો અગ્રેસર
હિન્દ ન્યુઝ, ભાવનગર ટેકનોલોજીને કાર્યક્ષમતા સાથે જોડીને ભાવનગરના વહીવટી તંત્રએ ભારત અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટને સાકાર કરવા કમર કસી છે. ‘આભા’ એટલે કે ‘આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ’ની કામગીરી આ બાબતનું તાજેતરનું ઉદાહરણ છે. ભાવનગરના આરોગ્યતંત્રએ આભા પ્રોજેક્ટમાં રાજ્યમાં અગ્રેસર કામગીરી કરી છે. ‘આભા’ યોજના ભારત સરકારની હેલ્થ સેવાને ગુણવતાસભર અને સરળ કરવા માટે ફિઝિકલ ડોક્યુમેન્ટેશનમાંથી દર્દીને મુક્ત કરી દર્દીની હિસ્ટ્રીને ઓનલાઈન કરે છે. આ યોજનામાં ભાવનગર જિલ્લો મિશન મોડમાં કામ કરી રહ્યો છે. લાભાર્થીઓનું ડીઝીટલ લોકર જેવું જ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહયું છે જે ડીઝીટલ ઇન્ડીયા અને ડીઝીટલ ગુજરાતના…
Read Moreપ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આઠ તાલુકાઓમાં કેમ્પનું આયોજન કરીને ૪૨૦ લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવશે
હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પોનું આયોજન કરી લાભાર્થીઓને પ્રથમ હપ્તાના સહાયની ચુકવણી કરવામાં આવી હતી. લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સતત પ્રયત્નશીલ રહીને નાનામાં નાનો માણસ ઘર વિયાણો ના રહી જાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના નું ઝડપી અમલીકરણ કરવા આવી રહ્યું છે . પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) એ રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવાસવિહોણા કે કાચું ઘર ધરાવતાં હોય, તેમને આવાસ બાંધકામ માટેની નાણાકીય સહાય પૂરી પાડતી યોજના છે. આ…
Read More