ભાવનગરનાં કૃષ્ણનગર પ્રા. શાળા ખાતે વંદે ગુજરાત રથનું ઢોલ નગારા નાં તાલે ઉત્સાહભેર સ્વાગત કરાયું

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો છઠ્ઠો દિવસ ભાવનગરનાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત શાળા નં. ૬૮ કૃષ્ણનગર પ્રા. શાળા (ગૌ શાળા) ખાતે વંદે ગુજરાત રથનું ઢોલ નગારા નાં તાલ સાથે ઉત્સાહભેર સ્વાગત કરાયું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ વંદે ગુજરાત રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. આ તકે રથને કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા વીસ વર્ષના વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. . વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં વિવિધ યોજનાના…

Read More

હારીજ દરજી સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂતળા દહન કરી આવેદન પત્ર અપાયું

હિન્દ ન્યુઝ , હારિજ  રાજસ્થાનના ઉદયપુરમાં ધોળા દિવસે હિંદુ યુવક કનૈયાલાલ ની ઇસ્લામિક જેહાદીયો દ્વારા નિર્દય હત્યા: કરવામાં આવી હતી. જેનો પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહયા છે ત્યારે હારિજ ખાતે પણ દરજી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય તમામ હિન્દૂ સંગઠનો જોડાયા હતા અને ઇસ્લામિક આતંકવાદના વિરોધમાં સોમવાર ભવાની મંદિરથી રેલી સ્વરૂપે નીકળી મામલતદાર કચેરી ખાતે આવી ને ઇસ્લામિક જેહાદીઓ ના પોસ્ટરોનું દહન કરવામાં આવ્યું હતું. કનૈયાના હત્યારાઓને ફાંસી આપો.. ફાંસી આપો …  ના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. આવા ઇસ્લામિક જેહાદીઓ ના વિરૂદ્ધમા આવેદનપત્ર મામલતદાર વી.ઓ.પટેલને આપવા માટે મોટી…

Read More

ઉમરપાડા તાલુકો બન્યો જળ બંબાકાર

હિન્દ ન્યુઝ, માંગરોળ                ઉમરપાડા તાલુકામાં બપોરે ચાર વાગ્યા સુધીમાં 13 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો અને સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે સમગ્ર ઉમરપાડા તાલુકો જળ બંબાકાર થયો છે તાલુકાની નદીઓ ગાંડીતૂર બની રસ્તા પર વહેતા ગળનાળાઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે ઉમરપાડા ચાર રસ્તા થી જુના ઉમરપાડા તરફના મુખ્ય બે ગળનાળા વરસાદી પૂરને કારણે ધોવાઇ ગયા છે જેથી તકેદારીના ભાગરૂપે જોખમી રસ્તો તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત મૂકી બંધ કરી દેવામાં આવ્યો છે ઉચવણ ગામમાં નીચાણ વાળા મસ્જિદ…

Read More

નાની નારોલી માં વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા અંતર્ગત વિવિધ લાભોનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, માંગરોળ રાજય સરકાર દ્વારા જુલાઇ ૨૦૨૨ દરમ્યાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં રાજય સરકાર ના વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાકીય કામગીરીને રાજયની જનતા સુધી પહોંચાડવા માટે સહાય વિતરણ, વિકાસ કાર્યોનું લોકાર્પણ, આયોજન કરાયું છે જે અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નાની નરોલી ગામે આવતા સ્થાનિકો દ્વારા સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ યોજાયેલા કાર્યક્રમ મા લાભાર્થી ઓ ને સરકાર ની યોજના ના લાભો નુ વિતરણ માંગરોળ તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ મહાવીરસિંહ પરમારે સ્વાગત પ્રવચન કરી સરકારની સિદ્ધિઓ…

Read More

ધી કીમ વિભાગ રોહિત સમાજ બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી (સૂચિત) નું કીમનગરના પ્રથમ નાગરિક પ્રવિણભાઈ પટેલ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, માંગરોળ, સુરત        રોહિત સમાજબંધુઓ દ્વારા કીમનગરમાં રહેતા અને કીમનગરની આસપાસના 15 જેટલા ગામોને સાથે લઈ સમાજના વિકાસમાં મદદરૂપ થઇ શકે એ હેતુસર ધી કીમ વિભાગ રોહિત સમાજ બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી (સૂચિત) શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્દઘાટન કીમ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઈ પટેલના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું . પ્રથમ દિવસે 101 સભ્યો જોડાયા છે. મંડળીની સ્થાપના કરવા બદલ સમાજના આગેવાનોએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. ઉદ્દઘાટન સમારોહમાં ભરતભાઈ ચોસલા , દેવેન્દ્રભાઈ પટેલ તેમજ રોહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ તરીકે…

Read More