રાજકોટ માં તા.૧૦-૧૦-૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન અભિયાન યોજાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ આ અનુસંધાને આજે તા.૦૯-૧૦-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એક બેઠક યોજી હતી, જેમાં આવતીકાલે વધુ ને વધુ લોકો વેક્સીન લઈ લ્યે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વેક્સીનેશનમાં બાકી રહેલા લોકોને આ વેક્સીનેશન અભિયાનમાં લાભ લેવા ખાસ અપીલ કરી છે. વેક્સિન લેવામાં સાવ બાકી હોય તેઓને આ અભિયાનમાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ અપાશે. જ્યારે પ્રથમ ડોઝ લઈ લીધો હોય અને ૮૪ દિવસ થઇ ગયાં હોય તેઓને બીજો ડોઝ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રો, દરેક મેઈન વોર્ડ ઓફિસ, બસ…

Read More

ચોટીલામાં રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા સર્વ રોગ નિદાન અને કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ચોટીલા આધાર હાઉસિંગ ફાઇનાન્સ લીમીટેડ ના આયુષ્યમાન આધાર પ્રોજેકટ અંતર્ગત ચોટીલા ની પ્રાથમિક શાળા નંબર-૭, મફતીયા પરા ખાતે વાય.ફોર.ડી. ફાઉન્ડેશન અને એસ.પી. સેવા સંસ્થાન ના સહયોગથી સર્વ રોગ નિદાન અને કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ રોગ ના દર્દીઓની સારવાર કરી દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પ માં ચોટીલા ના ડો. રવિ ઝાંપડિયા(એમ.બી.બી.એસ.), ડો. અરવિંદ ડાભી(બી.ડી.એસ., એમ.ડી.એસ.) અને ડો. પુનિત શુક્લ( બી.એચ.એમ.એસ.) દ્વારા તમામ દર્દીઓને તપાસી ને સારવાર કરવામાં આવી હતી. તેમજ જરૂરીયાત મુજબ ના દર્દીઓને ઓમ લેબોરેટરી ના સુનિલભાઈ મકવાણા દ્વારા નિઃશુલ્ક ટેસ્ટ…

Read More

મોરબીમાં PSA ઓક્સિજન પ્લાન્ટનું મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, મોરબી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે થનાર રાષ્ટ્ર વ્યાપી સામુહિક ઈ-લોકાર્પણના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લાનો કાર્યક્રમ મોરબી ટાઉનહોલ ખાતે રાજયમંત્રી અરવિંદ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીરૂપે કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે વિવિધ પગલા લેવાઇ રહયા છે અંતર્ગત રાજયમાં વિવિધ પીએમ કેર પી.એસ.એ. ઓકિસજન પ્લાન્ટસનું માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેના PSA ઓકિસજન પ્લાટનું પણ ઈ-લોકાર્પણ વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીની…

Read More

ભાવનગર રાજયના મેઘકંઠીલા રાજકવિ શ્રી પિંગળશી નરેલાની ૧૬૫મી જન્મજયંતી

હિન્દ ન્યુઝ, ભાવનગર અષાઢ ઉચારં, મેઘ મલ્હારં, બની બહારં, જલધારં….. ભાવેણાંના રાજ્યકવિ શ્રી પિંગળશીભાઈ નરેલા (ગઢવી)નો જન્મ તા.૧૦/૧૦/૧૮૫૬ના રોજ ગોહિલવાડ રાજ્યની પુરાતન રાજધાની સિહોર ખાતે રાજ્યકવિ પિતા પાતાભાઈ નરેલા અને માતા આઈબાની પવિત્ર કુખે થયો હતો. તળાજા તાલુકાનું શેવાળિયા ગામ એ તેઓનું મોસાળ હતું. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ચારણી અને વ્રજભાષાના તેઓ જાણકાર હતાં. આ નરેલા પરિવારની સતત પાંચ પેઢી મુળુભાઈ, પાતાભાઈ, પિંગળશીભાઈ, હરદાનભાઈ અને સૌથી છેલ્લે બળદેવભાઈ નરેલાએ રાજ્યકવિનું પદ શોભવ્યું હતું. જ્યારે મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ત્રણ રાજપેઢી સુધી પિંગળશીભાઈએ રાજ્યકવિ પદ દીપાવ્યું હતું. તેઓ…

Read More

ભાવનગર ના પ્રખ્યાત રાજપરા ખાતે બિરાજમાન ખોડિયાર માતાના મંદિરે દર્શન- પૂજા કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજ્ય સરકારના મંત્રી બન્યાં બાદ પ્રથમ વખત પોતાના માદરે વતનના જિલ્લા ભાવનગર ખાતે પધાર્યા હતાં. તેમણે આજે બપોર બાદ ભાવનગરના પ્રખ્યાત રાજપરા ખાતે બિરાજમાન ખોડિયાર માતાના મંદિરે ભક્તિભાવ પૂર્વક દર્શન- પૂજા કરી હતી. આ સમયે તેમની સાથે રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી કીર્તિભાઈ વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, પદાધિકારીઓ અધિકારીઓ પણ જોડાયાં હતાં. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

એચ.એસ.પટેલ વડાલી કંપા ખાતે પાટીદારો ની સૌજન્ય મુલાકાતે

હિન્દ ન્યુઝ, વડાલી વડાલી કંપા ખાતે એચ.એસ.પટેલ રિટાયર્ડ કલેકટર અને પૂર્વ કમિશનર જેઓ હાલ અમદાવાદ સરદાર ધામ માં સેવા આપી રહેલ છે ત્યારે તેઓ નું વડાલી કંપા ખાતે પાટીદારો ની સૌજન્ય મુલાકાતે આવતા વડાલી કમ્પા ના વડીલ આગેવાન મોહનભાઈ પટેલ, મગનભાઈ, ચીમનભાઈ, રાજુભાઈ, લતેશભાઈ, સુરેશભાઈ, હિતેશભાઈ, સુરેશભાઈ, ભાવેશભાઈ તેમજ રચિતભાઈ સહિત યુવાનો અને બહેનો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. સરકારી અધિકારી તરીકે નિવૃત થયા પછી સામાજિક ઉતકર્ષ માટે સેવા આપવી તે ખરેખર ખુબજ સરાહનીય બાબત છે. વડાલી તાલુકા પાસ ટીમ વતી આભાર આભાર વ્યક્ત કરવામાં આવેલ છે. રિપોર્ટર :…

Read More

જેસર તાલુકાના દેપલા ગામે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી સભાનું આયોજન

હિન્દ ન્યુઝ, જેસલ જેસર તાલુકાના દેપલા ગામે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રમાં ગતિશીલતા આણવા માટે અને ગામના પ્રશ્નો ગ્રામ્ય સ્તરે જ ઉકેલાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. જેના ભાગરૂપે ગામડાઓમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવે છે. ‘સરકાર આપના દ્વારે’ ના ન્યાયે ગ્રામના પ્રશ્નો ગામ લોકો દ્વારા જ આપમેળે વહીવટીતંત્રના સહકારથી ઉકેલાય અને તેનું સમાધાન ગામ લોકો દ્વારા જ મેળવી વિકાસ સાધી શકાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા સમયાંતરે તાલુકાઓના જુદા ગામોની મુલાકાત લેવામાં આવે છે. જેસર તાલુકાના દેપલા ગામે જિલ્લા કલેકટર…

Read More

વડાલી ની ભંડવાલ હાઈસ્કૂલ માં નવરાત્રી મહોત્સવ ઉજવાયો

હિન્દ ન્યુઝ, વડાલી વડાલી તાલુકા ના ભંડવાલ ગામે પી.આર.પટેલ હાઈસ્કૂલમા પ્રાથમિક અને માધ્યમિક શાળા ના બાળકો નો નવરાત્રી મહોત્સવ ઉજવાયો. જેમાં માધ્યમિક સ્કૂલ પંકજભાઈ પટેલ તેમજ સ્ટાફ, પ્રાથમિક શાળાના આચાર્ય યોગેશભાઈ પટેલ તેમજ સ્ટાફ ની સાથે વિદ્યાર્થી મિત્રો અને બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો અને નાના ભૂલકાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા અને મજા માણી હતી. ગામનાં નરેશભાઈ સરપંચ, વડાલી માર્કેટયાર્ડ ડિરેક્ટર અને ભંડવાલ SMC પ્રમુખ એવા યુવાન નરેશભાઈ પટેલ તરફથી સ્કૂલ ના તમામ 450 જેટલા બાળકોને નાસ્તો કરાવ્યો હતો. આમ તાલુકા ની ભંડવાલ ગામ ની હાઈસ્કૂલ માં તમામ બાલિકાઓ…

Read More

ભારતીય જનતા પાર્ટી દ્વારા જન યાત્રા આશીર્વાદ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જન યાત્રા આશીર્વાદ યોજાયો જેમાં ગુજરાત રાજ્ય મંત્રી કિરીટસિંહ રાણા, ગુજરાત પુર્વ મંત્રી આર.સી.ફળદુ તેમજ જામનગર શહેર માલાધારી સમાજ, જામનગર મહાનગર વોર્ડ નંબર 9 ના પ્રમુખ કમલેશભાઈ ભરવાડ, માલધારી સેલ્સ યુવા ભાજપ મુકેશ ભરવાડ, માલધારી સેલ શંકર ટેકરી ના યુવા આગેવાન અજયભાઈ ભરવાડ, કે કે ભરવાડ, શંકર ટેકરી પંચાસર ટાવર ના વિરમભાઈ ભરવાડ તથા ભરવાડ સમાજના યુવા આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકરો ઉપસ્થિત રહી જન આશીર્વાદ યાત્રા ને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર : નાગજી પરમાર, જામનગર

Read More

ભારત સરકારના નીતિ આયોગ દ્વારા નમૅદા જીલ્લાના વિધાર્થીઓ ને વિદેશ જવાની તક મળશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા ભારત સરકાર ના નીતિ આયોગ દ્વારા વર્લ્ડ એકસ્પો ઈન્ટરનેશનલ ઈવેન્ટ દુબઈ ખાતે યોજાનાર છે આ વર્લ્ડ એકસ્પો ઈન્ટરનેશનલ ઈવેન્ટ 2021/22મા ભાગ લેવા માટે નર્મદા જિલ્લામાં ધોરણ 11અને ધોરણ 12ના વિધાર્થીઓ ના મેરીટ લીસ્ટ બનાવવા માટે કલેકટર નમૅદા ના માગૅદશૅન હેઠળ જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી નમૅદા દ્વારા પરીક્ષા નુ આયોજન કરવામાં આવ્યું. પરીક્ષા મા ધોરણ ૧૦ ના સાક્ષરી વિષયો જેવા કે ગણિત વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સાથે જનરલ નોલેજ અને રીઝનીગ એબીલીટી ચકાસવા 100 માકર્સ નુ પ્રશ્ર્નપ્રત્ર તૈયાર કરવામાં આવ્યું. પરીક્ષા માટે નર્મદા જિલ્લાના બે કેન્દ્ર ફાળવવામાં આવ્યા,…

Read More