આગામી દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને ફટાકડાનાં વેપારીઓ તકેદારીનાં ભાગરૂપે ફાયર પ્રિવેન્શન અને ફાયર પ્રોટેક્શનનાં સાધનો લગાડી ફાયર વિભાગનું હંગામી NOC મેળવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર                  ભાવનગર રીજીયન વિસ્તારમાં આગામી દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને શહેરના જુદાં જુદાં વિસ્તારોમાં કાયમી હોલ સેલ ફટાકડાનાં સ્ટોલ/ગોડાઉન તથા રીટેલ ફટાકડાનાં સ્ટોલ વેપારીઓ દ્વારા ઉભા કરવામાં આવે છે. આવા ફટાકડા સ્ટોલ/ગોડાઉનમાં જોખમી અને જ્વલનશીલ વસ્તુઓનો વેચાણ થતું હોવાથી આવા સ્ટોલમાં પુરતી તકેદારી ન રાખવામાં આવે તો આગ અકસ્માત ના બનાવો બને છે અને તેમાં જાહેર જનતાને જાનમાલનું નુકશાન થાય છે, જેથી તમામ પ્રકારનાં ફટાકડાનાં વેચાણ કરતાં સ્ટોલ ધારકોએ આગ અકસ્માતનો બનાવો ન બને તે માટે તકેદારીનાં ભાગરૂપે ફાયર પ્રિવેન્શન અને ફાયર…

Read More

વિપક્ષે સૂચવેલા વિષયોનો સમગ્ર સભામાં સમાવેશ ન થતા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરાઈ હતી

પ્રાદેશિક કમિશનર દ્વારા ડભોઇ નગરપાલિકા પ્રમુખને ૫૧(૩)નો ભંગ કરવા બદલ નોટિસ ફટકારાતા હડકંપ હિન્દ ન્યુઝ, ડભોઈ            ડભોઇ નગરપાલિકાની તા.૩-૭-૨૧ ના રોજ યોજાયેલ ખાસ સમગ્ર સભામાં વિપક્ષના આગેવાન સહિતના સભ્યોએ બે વિષયોનો સમાવેશ કરવા તત્કાલીન પ્રમુખને રજૂઆતો કરી હતી પરંતુ આ બંને વિષયોનો સમગ્ર સભાના એજન્ડામાં સમાવેશ ન કરાતા સમગ્ર સભામાં આ બંને વિષયોની ચર્ચા થવા પામી ન હતી, જેના પરિણામે વિપક્ષના આગેવાન સુભાષભાઈ ભોજવાણી સહિતના સભ્યોએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાને આ બાબતે લેખિતમાં રજૂઆતો કરી હતી, જે રજૂઆતો પ્રાદેશિક કમિશનરશ્રીની કચેરી વડોદરાએ ગ્રાહ્ય રાખી ડભોઇ નગરપાલિકાના…

Read More

આજના ગુરુ પુષ્યામૃતમાં ૬૭૭ વર્ષ બાદ ગુરૂ અને શનિ એકજ રાશિ માં, ગુરુ પુષ્યામૃતમાં ડભોઇ નગર અને તાલુકાના લોકો સોના ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા

હિન્દ ન્યુઝ, ડભોઈ              જેમ શુભ મુહૂર્તમાં કરવામાં આવતી પૂજા પૂરુ ફળ આપે છે, તેવી જ રીતે શુભ મુહૂર્તમાં કરવામાં આવેલી ખરીદી સુખ-સમૃદ્ધિ લાવે છે. ધર્મ અને જ્યોતિષમાં ગુરુ પુષ્યામૃત નક્ષત્રને ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ વખતે ખરીદી માટેનો આ શુભ સમય દિવાળી અને ધનતેરસ પહેલા આવી રહ્યો છે. આ દિવસે ખરીદી અને રોકાણ કરવાથી ઘણો ફાયદો થાય છે. ગુરુ-પુષ્ય નક્ષત્ર આજે સવારે ૯:૪૨ કલાકથી શુભ અવસર શરૂ થાય છે આખો દિવસ ગુરુ પુષ્યામૃત યોગ થતો હોય છે. જેથી ડભોઇ નગરના સોની…

Read More

ડભોઇ નગરપાલિકાના કમ્પ્લેન લેન્ડલાઈન નંબર બંધ હાલતમાં- ડિજિટલ ઇન્ડિયા ના ધજાગરા

હિન્દ ન્યુઝ, ડભોઈ હાલમાં ડભોઇ નગરપાલિકાના કમ્પ્લેન નંબર ઝીરો (૦૨૬૬૩) ૨૫૭૩૪૨ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં હોવાને કારણે ડભોઇ- દર્ભાવતિ નગરીના નગરજનોને પાણી, ગટર, અને લાઈટ સંબંધી કમ્પ્લેન કરવા માટે પાલિકાના પગથીયા સુધી ધક્કા ખાવાનો વારો આવ્યો છે. હાલમાં પ્રવર્તમાન સરકાર ડિજિટલ જમાનાની સાથે ચાલવાની વાતો કરે છે અને ડિજિટલ ઇન્ડિયા બનાવવા માટે અઢળક રૂપિયા નો ખર્ચ કરીને સવલતો ઉભી કરે છે ત્યારે ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ સરકારના આ સ્વપ્નો ને ડુબાડી રહ્યા હોય તેમ સાબિત થઇ રહ્યું છે. ડભોઇ નગરમાં વસતા સિનિયર સિટીઝન વ્યક્તિઓને પણ પાલિકા ને લગતી કંપનીનો…

Read More