આગામી દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને ફટાકડાનાં વેપારીઓ તકેદારીનાં ભાગરૂપે ફાયર પ્રિવેન્શન અને ફાયર પ્રોટેક્શનનાં સાધનો લગાડી ફાયર વિભાગનું હંગામી NOC મેળવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

                 ભાવનગર રીજીયન વિસ્તારમાં આગામી દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને શહેરના જુદાં જુદાં વિસ્તારોમાં કાયમી હોલ સેલ ફટાકડાનાં સ્ટોલ/ગોડાઉન તથા રીટેલ ફટાકડાનાં સ્ટોલ વેપારીઓ દ્વારા ઉભા કરવામાં આવે છે. આવા ફટાકડા સ્ટોલ/ગોડાઉનમાં જોખમી અને જ્વલનશીલ વસ્તુઓનો વેચાણ થતું હોવાથી આવા સ્ટોલમાં પુરતી તકેદારી ન રાખવામાં આવે તો આગ અકસ્માત ના બનાવો બને છે અને તેમાં જાહેર જનતાને જાનમાલનું નુકશાન થાય છે, જેથી તમામ પ્રકારનાં ફટાકડાનાં વેચાણ કરતાં સ્ટોલ ધારકોએ આગ અકસ્માતનો બનાવો ન બને તે માટે તકેદારીનાં ભાગરૂપે ફાયર પ્રિવેન્શન અને ફાયર પ્રોટેક્શનનાં સાધનો લગાડી ફાયર વિભાગનું હંગામી NOC મેળવવું જરૂરી છે. જેથી ભાવનગર રીજીયન વિસ્તારમાં કોઈપણ જગ્યા ઉપર ઉભા કરવામાં આવેલ કાયમી-હંગામી હોલસેલ કે રીટેલ ફટાકડાના સ્ટોલ ધારકો સ્ટોલ શરૂ કરતા પહેલા ફાયર NOC મેળવવાનું રહેશે. અન્યથા “ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ ૨૦૧૩” અન્વયે નિયમોનુસારની કાર્યવાહી કરી આવા સ્ટોલને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા રીજીયોનલ ફાયર ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment