બેટી બચાઓ,બેટી પઢાઓ યોજના અંતર્ગત ભેંસાણ ખાતે ૫૩૦ લાભાર્થીઓને પિન્ક કાર્ડ અપાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લા વહીવટતંત્ર દ્વારા પિન્ક કાર્ડ યોજનાનો પ્રારંભ કરાયો છે. બેટી બચાઓ, બેટી પઢાઓને પ્રોત્સાહન આપવા સાથે મારી દિકરી મારૂ અભિમાન, મારૂ સ્વાભિમાન અને દિકરી વ્હાલનો દરિયો ને સાર્થક કરવા આ પિન્ક કાર્ડ યોજના શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે ભેંસાણ તાલુકામાં ૫૩૦ લાભાર્થીઓને પ્રાંત અધિકારી ભૂમી કેશવાલા, મામલતદાર નીરવ ભટ્ટના હસ્તે પિન્ક કાર્ડ અપાયા હતા. તા. ૮ ઓકટબર થી નવીન પહેલના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટતંત્ર દ્વારા આ પિન્ક કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી જૂનાગઢ દ્વારા લાગુ કરવામાં આવેલ પિન્ક કાર્ડ યોજનાના બહોળા પ્રતિસાદ બાદ,…

Read More

હળવદના સુસવાવ ગામેથી અજાણ્યા પુરુષની લાશ મળી, વારસદારોએ હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા

હિન્દ ન્યુઝ, મોરબી હળવદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઈ અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે ૩૦ થી ૩૫ તા.૦૨/૧૦/૨૦૨૧ રોજ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં રામજીભાઈ પુનાભાઈ કણઝરીયા જાતે-દલવાડીની કાઠ નામની વાડીમાં જુવારના પાક માંથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી. મરણ જનાર પુરૂષ ઉ.વ. આશરે ૩૦ થી ૩૫ વર્ષનો શરીરે કાળા રંગનો શર્ટ તથા કાળા કલર જીન્સ પેન્ટ પહેરેલ હોય (કમરનું માપ ૩૦ ઈંચ અને પેન્ટની લંબાઈ ૪૧ ઈંચ) અને મરણજનાર…

Read More

શ્રી એમ.એમ.સાયન્સ કોલેજ ખાતે સાહસિક પ્રવૃતિઓની શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, મોરબી રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત શ્રી એમ.એમ. સાયન્સ કોલેજ મોરબી ખાતે સાહસિક પ્રવૃતિઓની પાંચ દિવસીય શિબિર યોજાઈ હતી. આ શિબિરના પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શિબિરનું ઉદ્ઘાટન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. જિલ્લા પ્રોજેકટ ઓફિસર, ડિઝાસ્ટર શાખાના કૂ.અમરીનબેન ખાનની દેખરેખ હેઠળ ૧૦૮ એમ્બ્યુલન્સની તબીબી સેવા, અગ્નિશામકની…

Read More

ડભોઇ ગઢભવાની માતાના મંદિરે જતા ઉભરાતી ગટરોથી ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે

હિન્દ ન્યુઝ, ડભોઈ ડભોઇના સુપ્રસિદ્ધ ગઢભવાની માતાના મંદિરે નવરાત્રીના પાવન અવસરે ભક્તો ઉમટી પડતા હોય છે. આવા પવિત્ર તહેવાર માં ભક્તોની લાગણી દુભાય રહી છે.ભકતોને આવા ગટરના ગંદા પાણી માંથી પસાર થઈને માતાજી ના દર્શન કરવા જવાની ફરજ પડી રહી છે.આ અંગે રહીશો એ પાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓનું પેટનું પાણી પણ હાલતું નથી.આજ માગૅ ઉપર દશામાનું પણ મંદિર આવેલું છે.હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ બંને મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. ગટરના પાણીમાં પગ મૂકીને અપવિત્ર થઈ દર્શનાર્થે જતા હોય છે કેટલાંક અંશે વ્યાજબી ગણાય ? ડભોઇ નગર અને…

Read More

વડાલી માર્કેટયાર્ડ ના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાયા

હિન્દ ન્યુઝ, વડાલી વડાલી માર્કેટયાર્ડ માં આજે ચેરમેન અને વાઇસ ચેરમેન ની બિનહરીફ વરણી જિલ્લા રજીસ્ટર ની હાજરી માં સમપ્પન થઈ. વડાલી માર્કેટયાર્ડ માં એક માસ પહેલા 15 ડિરેક્ટરો ની ચૂંટણી થઈ હતી ત્યારે આજે જિલ્લા રજીસ્ટર ની હાજરી માં ચેરમેન તરીકે વિજયભાઈ પટેલ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે વાઇસ ચેરમેન તરીકે ચંદુભાઈ પટેલ ની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. આજે બરાબર 12 વાગે માર્કેટયાર્ડ ના હોલ માં તમામ ડિરેક્ટરો ની હાજરી માં વિજય પટેલ ને ચેરમેન તરીકે જાહેર કરાયા હતા ત્યારે તે સમયે ઉપસ્થિત તમામ લોકો એ વિજયભાઈ…

Read More