હિન્દ ન્યુઝ, ડભોઈ
ડભોઇના સુપ્રસિદ્ધ ગઢભવાની માતાના મંદિરે નવરાત્રીના પાવન અવસરે ભક્તો ઉમટી પડતા હોય છે. આવા પવિત્ર તહેવાર માં ભક્તોની લાગણી દુભાય રહી છે.ભકતોને આવા ગટરના ગંદા પાણી માંથી પસાર થઈને માતાજી ના દર્શન કરવા જવાની ફરજ પડી રહી છે.આ અંગે રહીશો એ પાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓનું પેટનું પાણી પણ હાલતું નથી.આજ માગૅ ઉપર દશામાનું પણ મંદિર આવેલું છે.હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ બંને મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. ગટરના પાણીમાં પગ મૂકીને અપવિત્ર થઈ દર્શનાર્થે જતા હોય છે કેટલાંક અંશે વ્યાજબી ગણાય ? ડભોઇ નગર અને તમામ તાલુકા માંથી લોકો ગઢ ભવાની મંદિરે આવતા હોય છે ત્યારે માતાજી ના પ્રાંગણ માં ગટર નું ગંદુ પાણી ઉભરાતું જોઈ ભક્તો ની ધાર્મિક લાગણી દુભાય છે.
વર્ષો થી રાણાવાસના રહીશો શેરી ગરબા નું આયોજન કરતા હોય છે તેઓના માટે ચાલુ વર્ષે નગરપાલિકા દ્વારા હેલોજન લાઈટ ની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી જેને લઇ સ્થાનિકોમાં તંત્રનો વિરુદ્ધ રોષ ની લાગણી જોવા મળી રહી છે. ડભોઇએ -દર્ભાવતિ નગરી તરીકે ઓળખાઇ રહી છે પરંતુ દભૉવતીમાં ચાલતા પવિત્ર નવરાત્રીના તહેવારમાં માતા ગઢભવાની ના પ્રાંગણમાં જ આવી પરિસ્થિતિ સર્જાતી હોય તો તંત્ર કેટલું ઘોર નિંદ્રામાં હશે એ તો પ્રજા જણોએ જાણી લીધું.
રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ