હિન્દ ન્યુઝ, વડાલી
વડાલી માર્કેટયાર્ડ માં આજે ચેરમેન અને વાઇસ ચેરમેન ની બિનહરીફ વરણી જિલ્લા રજીસ્ટર ની હાજરી માં સમપ્પન થઈ. વડાલી માર્કેટયાર્ડ માં એક માસ પહેલા 15 ડિરેક્ટરો ની ચૂંટણી થઈ હતી ત્યારે આજે જિલ્લા રજીસ્ટર ની હાજરી માં ચેરમેન તરીકે વિજયભાઈ પટેલ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે વાઇસ ચેરમેન તરીકે ચંદુભાઈ પટેલ ની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. આજે બરાબર 12 વાગે માર્કેટયાર્ડ ના હોલ માં તમામ ડિરેક્ટરો ની હાજરી માં વિજય પટેલ ને ચેરમેન તરીકે જાહેર કરાયા હતા ત્યારે તે સમયે ઉપસ્થિત તમામ લોકો એ વિજયભાઈ ની વરણી ને આવકારી હતી. આજ ની ચૂંટણી સમયે ચૂંટાયેલા તમામ સભ્યો ઉપરોત માર્કેટયાર્ડ ના પૂર્વ ચેરમેન જ્યંતીભાઈ પટેલ, સાબરકાંઠા બેંક ના ડિરેક્ટર અરવિંદભાઈ પટેલ, કિસાન સંઘ ના ઈશ્વરભાઈ પટેલ, તાલુકા સંઘ ના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, વેપારી આગેવાન જનક પટેલ તથા માર્કેટયાર્ડ ના ડિરેક્ટર, ભંડવાલ ગામ ના સરપંચ નરેશભાઈ પટેલ, ભાજપ ના આગેવાનો તમામ ડિરેક્ટરો અને સમર્થકો હાજર રહ્યા હતા. વિજયભાઈ પટેલ નું ચેરમેન જાહેર થતા તમામ લોકો શુભેચ્છઓ આપવા માર્કેટયાર્ડ ખાતે આવ્યા હતા ત્યારે નવનિયુક્ત ચેરમેન વિજયભાઈ એ જણાવ્યું હતું કે આવનાર સમય માં તમામ ડિરેક્ટરો વેપારીઓ સાથે મળી વડાલી માર્કેટયાર્ડ ને નવી ઊંચાઈઓ પર પહોંચડીશું.
રિપોર્ટર : વિશાલ ચૌહાણ, વડાલી