પ્રધાનમંત્રી આયુષમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન મોદી : ૬૪ હજાર કરોડના ખર્ચે દેશના આરોગ્યલક્ષી આંતરમાળખાકીય સુવાધાઓ મજબૂત બનાવાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સાંસદ રાજેશભાઈ ચૂડસમાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો કાશી સ્થિતનો કાર્યક્રમ ઓનલાઈન વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે નિહાળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના આરોગ્યલક્ષી આંતરમાળખાકીય સુવિધાઓને મજબૂત બનાવતા પીએમ આયુષમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કરાવ્યો હતો. આ આરોગ્યલક્ષી સુવાધિઓ વિકસવવા પાછળ આશરે રૂ. ૬૪ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, અગ્રણી બચુભાઇ વાજા, સરકારી હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડો.જિજ્ઞેશ પરમાર, ડો.અરૂન રોય, ડો.બામરોટીયા અને નગરપાલિકાના સદસ્યઓ…

Read More

મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ સરવડ ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા, કૌશલ્ય તેમજ પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તેમજ બી.આર.સી. ભવન માળિયા આયોજિત મોરબી જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ સરવડ કન્યા શાળા ખાતે યોજાયો હતો. આ કલા ઉત્સવમાં મોરબી જિલ્લાના વિવિધ તાલુકા કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ કાવ્યગાન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી કલાને રજૂ કરી હતી. પ્રથમ નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી,…

Read More

જિલ્લા અને ૪ મહાનગરપાલિકા વિસ્તારના ૧૫ થી ૨૯ વયજૂથના સ્પર્ધકો અલગ અલગ કૃતિઓ રજૂ કરશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી (રમત ગમત કચેરી)ના સયુંકત ઉપક્રમે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા યુવા ઉત્સવ- ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા ઉત્સવ પ્રભાસ-પાટણ-વેરાવળની સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતે તા. ૨૮ અને તા. ૨૯ ઓકટોબર નાં રોજ યોજાશે. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના ૮ જિલ્લા અને ૪ મહાનગરપાલિકા વિસ્તારના ૧૫ થી ૨૯ વય જૂથના કલાકારો અલગ અલગ કૃતિઓ રજુ કરશે. જેમાં સમૂહગીત, લગ્નગીત, લોકવાર્તા, દોહછંદ ચોપાઇ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ શાયરી, કાવ્ય લેખન, ચિત્રકલા, સર્જનાત્મક, ભજન, હળવુ કંઠ્ય સંગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, લોકવાદ્ય…

Read More

સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના અનુદાનમાંથી વેરાવળ અને ઉના નગરપાલિકાને એક-એક એમ્બ્યુલન્સ મળી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ        સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના અનુદાનમાંથી વેરાવળ અને ઉના નગરપાલિકાને એક-એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ બેન્ને દર્દીવાહિનીને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતેથી સાંસદ રાજેશભાઈ ચૂડાસમાએ રાજ્ય બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા સહિતના મહાનુભાવોની ઉપસ્થતિમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અંદાજે ૧૯.૯૯ લાખની એક ઓક્સિજન સહિતની સુવિધાયુક્ત લાઈફ સેવિંગ સી-ટાઈપ દર્દીવાહિની મળવાથી લોકોની આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થયો છે. આ દર્દીવાહિનીના લાકાર્પણ પ્રસંગે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, અગ્રણી બચુભાઇ વાજા, સરકારી હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ…

Read More

વેરાવળ ખાતે પાંચ દિવસીય પ્રાદેશિક મેળાનો પ્રારંભ: સખીમંડળની બહેનોએ બનાવેલ કલાત્મક વસ્તુઓથી જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવિત

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ           સોમનાથ જિલ્લાની સખીમંડળની બહેનો દ્વારા બનાવેલ કલાત્મક વસ્તુઓ વધુ પ્રચલિત બને અને અને સાથે જ તેમને રોજગારી મળી રહે તેવા ઉમદા આશય સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પાંચ દિવસીય પ્રાદેશિક મેળાનો જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેએ પ્રારંભ કરાવ્યો હતો. આ પાંચ દિવસીય પ્રદર્શન સહ વેચાણ મેળાના માધ્યમથી સખીમંડળની બહેનોને આર્થિક રીતે પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વેરાવળની લોહાણા સમાજની વાડી ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને આઝાદી કા અમૃત મહોતસ્વ અંતર્ગત આયોજિત આ મેળામાં ગ્રામ્ય વિસ્તારની બહેનો દ્વારા…

Read More