વેસ્ટ ઝોનના હોકર્સ ઝોનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નિવારવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા અંગે ડ્રાઈવ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નિવારવા અંગે લોકોને પ્રશિક્ષિત કરાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ ભારત આઝાદીના ૭૫ વર્ષ તેમજ ભારતના વિકાસ અને સિધ્ધીની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ તથા કલીન ઇન્ડીયા પોગ્રામ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે તે હેતુથી વેસ્ટ ઝોનના જુદાજુદા વોર્ડમાં આવેલ હોકર્સ ઝોનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નિવારવા તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક (પ્રતિબંધિત પ્લાસ્ટિક) જપ્ત કરવા અંગેની ડ્રાઈવ યોજવામાં આવેલ. જે અંતર્ગત લક્ષ્મીનગર હોકર્સ ઝોન , શિવમ પાર્ક માર્કેટ , તીરુપતીનગર માર્કેટ, મવડી મે. રોડ માર્કેટ, સોરઠીયા પાર્ક…

Read More

પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ હોકર્સ ઝોન તથા ફેરી કરતા ધંધાર્થીઓ માટે સિક્યુરીટી વગર વર્કિંગ કેપિટલ લોન અપાવવા મનપા દ્વારા ખાસ કેમ્પ

હિન્દ ન્યુઝ, રાજકોટ ભારત સરકાર દ્વારા “સેવા અને સંકલ્પ”ના ૧૦૦ દિવસ અંતર્ગત શેરી ફેરિયાઓ માટે પી.એમ. સ્વનિધિ યોજના (PMSVANidhi – PM Street Vendors AtmaNirbhar Nidhi) મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃ સ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાન દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. શેરી ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી રૂ.૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરને છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના – વેસ્ટ ઝોન પેકેજ ૫/૬ અન્વયે EWS-2 પ્રકારના નામંજુર થયેલ ૧૬૭૬ ફોર્મના અરજદારોની ડીપોઝીટની રકમ NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) દ્વારા જમા કરાવાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના – વેસ્ટ ઝોન પેકેજ ૫/૬ અન્વયે EWS-2 પ્રકારના ૧૬૭૬ આવાસો માટે તા.૦૫/૦૪/૨૦૨૧ થી તા.૦૯/૦૭/૨૦૨૧ સુધી ફોર્મ વિતરણ કરવામાં આવેલ. જેમાં કુલ ૭૦૩૪ ફોર્મ્સનું વિતરણ થયેલ અને તે પૈકી ૩૩૨૮ ફોર્મ્સ રૂ.૧૦,૦૦૦/- ડીપોઝીટ સાથે ભરાઈને પરત આવેલ. પરત આવેલ ફોર્મ્સનું સ્ક્રુટીની કરી EWS-2ના મંજુર થયેલ ૧૭૧૩ ફોર્મ્સનો જાહેર કોમ્પ્યુટરાઈઝ ડ્રો તા.૦૭/૦૮/૨૦૨૧ના રોજ કરીને ૧૬૭૬ લાભાર્થીઓને આવાસ ફાળવણી કરવામાં આવેલ છે અને ૩૭ લાભાર્થીઓને વેઈટીંગમાં રાખવામાં આવેલ છે. જ્યારે ૧૬૧૫ ફોર્મ્સ અપૂરતા આધારોને કારણે નામંજુર કરવામાં આવેલ. જે લાભાર્થીઓને ડ્રોમાં આવાસ લાગેલ છે…

Read More

સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડનાં કામ માટે ૧૩૮ અરજદારોનાં સફળ રજિસ્ટ્રેશન કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન તા.૩૦-૧૦-૨૦૨૧ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી વિધાનસભા-૬૮ (વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫ અને ૧૬)માં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ અટલ…

Read More

ગણાત્રા ફાઉન્ડેશન યુ.કે. તેમજ શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ, ખંભાળિયા ના સયુંકત ઉપક્રમે પિતૃપક્ષ નિમિતે બટુક ભોજન નું આયોજન

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા ગણાત્રા ફાઉન્ડેશન યુ.કે. તેમજ શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ, ખંભાળિયા ના સયુંકત ઉપક્રમે પિતૃપક્ષ નિમિતે તેમજ દિવાળી નિમિતે જે સેવા કાર્યક્રમો થઈ રહ્યા છે જેના ભાગરૂપે મારૂતિનંદન ગ્રુપ ના સુરેશભાઈ મહંત તેમજ તેમની ટીમ દ્વારા બટુક ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું. તદ્દઉપરાંત હિતેનભાઈ ગણાત્રા ના આર્થિક સહયોગથી શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો ને મદદરૂપ થવાના આશય થી આશરે ૩૦ જેટલી કીટનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. પિતૃપક્ષ માં ગાયોની સેવા, પશુ પક્ષીઓની સેવા તેમજ બટુક ભોજન, બાવા સાધુઓને ભોજન જેવા…

Read More

મહિલાઓ સશકિતકરણ માટે પ્રાદેશિક મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકના માર્ગદર્શન હેઠળ ગુજરાત લાઇવલીહુડ દ્વારા કોવીડ ગાઇડલાઇનને ધ્‍યાનમાં રાખી જિલ્લામાં રાષ્‍ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત સખીમંડળની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્‍તુઓના વેચાણ માટે તા.૨૭/૧૦/૨૦૨૧ થી ૩૧/૧૦/૨૦૨૧ સુધી સવારે ૧૦-૦૦ કલાકથી રાત્રે ૮-૦૦ કલાક દરમિયાન મ્‍યુનિસીપાલિટી હાઇસ્‍કુલ, જુના શાક માર્કેટની બાજુમાં વલસાડ ખાતે પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. રિપોર્ટર : કુંજન મોદી, વલસાડ

Read More

દિયોદર ના મોજરૂ ગામ નું ગૌરવ સમગ્ર ગુજરાત માં નામ રોશન કર્યું

હિન્દ ન્યુઝ, લાખણી દિયોદર તાલુકાના મીઠી-૫ પાલડીને અડીને આવેલા મોજરૂ ગામના વતની ઠાકોર રાજેશ કુમાર જવાનજી એ નેપાળ ખાતે ચાર દેશોની નેશનલ કક્ષાએ યોજાયેલ ૨૦૨૧ રમત ગમત કાર્યક્રમ અંતર્ગત ૩૦૦૦ મીટર દોડમાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી ઈતિહાસ સર્જી ગઈ કાલે પોતાના માદરે વતન મોજરૂ ગામે પધારતા જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામા આવ્યું હતું. ઉપરોક્ત સ્વાગત કાર્યક્રમમાં વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ, મામલતદાર એમ .બી દરજી, તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા તેમજ રાજકીય અગ્રણીઓ વડીલો વિગેરે મોટી માત્રામાં ઉપસ્થિત રહી રમતવીરનું સ્વાગત કર્યું હતું.…

Read More

ગુજરાત રાજ્ય ના દરિયાઈ હદ માં મહારાષ્ટ્ર ની બોટો ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરતી હોય તે બાબત

હિન્દ ન્યુઝ, વેરાવળ ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સોશિયલ મીડિયામાં ફોટા અને વિડિઓ દ્વારા જાણવામાં આવેલ કે અમુક મહારાષ્ટ્ર રાજ્ય ની બોટો ગેરકાયદેસર રીતના ‘લાઇન ફિશિંગ’ (Bull Trawling) કરી રહ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આ મહારાષ્ટ્રની બોટો ને ઝડપી લેવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું, તે બોટો ગુજરાત રાજ્ય ના દરિયાઈ વિસ્તાર માં પકડાઈ હોવા છતાં તે બોટો ને દિવ લઈ જાવામાં આવી હતી અને એમના પર કોઈ કાર્યવાહી થઈ કે નહીં એની કોઈ જાણકારી જાહેર કરવામાં આવી હતી ન હતી. આ ઘટના ના 3 જ દિવસ પછી, એટલે…

Read More

તલગાજરડા ખાતે માનસ મર્મજ્ઞશ્રી મોરારી બાપુની મુલાકાત લેતાં વિધાનસભાના અધ્યક્ષ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધારેલાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ આજે માનસ મર્મજ્ઞ મોરારી બાપુની તલગાજરડા ખાતે આવેલ ચિત્રકૂટ ધામ ખાતે મુલાકાત લીધી હતી. અધ્યક્ષએ મોરારી બાપુના આશિર્વાદ મેળવ્યાં હતાં. તેમણે મોરારી બાપુ સાથે આધ્યાત્મિક વાર્તાલાપ કરી સત્સંગ કર્યો હતો. આશ્રમ ખાતે મોરારી બાપુએ વિધાનસભાના અધ્યક્ષનું સ્વાગત શાલ અર્પણ કરીને કર્યું હતું. અધ્યક્ષને આવકારવાં માટે આશ્રમ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી. મકવાણા અને પ્રાંત અધિકારી ડો. પંકજ વલવાઇ ઉપસ્થિત રહ્યાં હતાં. અધ્યક્ષએ ચિત્રકૂટધામ ખાતે હનુમાનજી મહારાજના દર્શન કરી ભાવવંદના કરી હતી. તેમણે સ્થાનિક…

Read More

ભાવનગર જિલ્લા કચેરીના અધિકારીઓ/ કર્મચારીઓએ સરદાર પટેલની જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતાના શપથ લીધાં

હિન્દ ન્યુઝ, ભાવનગર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજે ભાવનગર જિલ્લાની કચેરીના જિલ્લા માહિતી નિયામક જે.ડી. વસૈયા અને સિનિ. સબ એડિટર સુનિલ પટેલ સહિતના કર્મચારીઓ આજે કચેરી ખાતે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાં માટે સ્વયંને સમર્પિત કરવાં માટે “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લીધાં હતાં. રાષ્ટ્રીય એકતા દિવસે કર્મયોગીઓએ જે શપથ ગ્રહણ કર્યા છે, તે અક્ષરશઃ આ મુજબ છે. ‘હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે, હું રાષ્ટ્રની એકતા, અખંડતા, અને સુરક્ષા જાળવી રાખવાં માટે…

Read More